હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં વરસાદ પડવાથી આપણા ઘરની આજુબાજુ પાણી ભરાઈ રહે છે અને ખુબ જ ગંદકી ફેલાતી હોય છે. પરિણામે એ જગ્યાએ ઘણા બધા મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે, જે આપણા આસપાસ રહેલા લોકો માટે ખુબ જ ગંભીર બાબત માનવામાં આવે છે.
માત્ર એક મચ્છર કરડવાથી આપણે ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા અનેક રોગો થઈ શકે છે. આ માટે આપણે આ બધા રોગોથી બચવા માટે બજારમાં મળતી ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
જેમ કે, કોઈલ પેડ, લીકવીડ, સ્પ્રે, ક્રીમ વગેરે માં કેમિકલ મળી આવે છે જેનો ઉપયોગ આપણે મચ્છર ભગાડવા માટે કરતા હોઈએ છીએ કારણે બાળકો અને ઘરના કોઈ પણ સદસ્યને મચ્છર કરડવાથી થતી બીમારીઓથી બચવા માંગતા હોઈએ છીએ. માટે આપણે આ બધી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ.
પરંતુ આ બધી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આપણા શરીરને ઘણું નુકશાન પણ થઈ શકે છે. બજારમાં મળતી પ્રોડક્ટમાંથી નીકળતી સ્મેલ આપણે આખી રાત લેતા હોઈએ છીએ જેના કારણે આપણા શરીર પર, મગજ, ફેફસા જેવા શરીરના અંગો પર ખુબ જ ખરાબ પ્રભાવ પડી શકે છે.
કેમિકલ યુક્ત પ્રોડક્ટમાંથી નીકળતી સ્મેલ બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે, માટે શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને મચ્છર તમારી આસપાસ ના આવે તે માટે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ.
આ માટે આજે અમે તમને મચ્છરને ભગાડવાનો દેશી ઘરેલુ ઉપાય જણાવીશું. જે ઉપાય અજમાવાથી તેમાંથી નીકળતી સ્મેલ આપણા શરીરને નુકસાન ની જગ્યાએ ઘણા બધા ફાયદાકારક સાબિત થશે અને મચ્છરને તમારાથી દૂર રાખવામાં મદદ મળશે.
મચ્છર ભગાડવાનો ઘરેલુ ઉપાય: આ માટે સૌથી પહેલા આપણે એક પેન લેવાનું છે, ત્યાર પછી તેમાં 250 ગ્રામ નારિયેળનું તેલ અને 50 ગ્રામ લીમડાનું તેલ લઈને બને ને સારી રીતે મિક્સ કરી લો, હવે તેમાં 6-7 કપૂર લઈને તેનો ભૂકો કરીને તેલમાં નાખી બરાબર હલાવી લો. હવે આ તેલનો ઉપયોગ આપણે કરવાનો છે.
આ તેલને તમે એક બોટલમાં ભરી લો, ત્યાર પછી રોજે આ તેલનો ઉપયોગ કરવાનો છે, આ માટે તમારે એક કોડિયું લેવાનું છે તેમાં એક દિવેટ કરવી અને કોડિયામાં બનાવેલ તેલ નાખી પછી દીવો સળગાવો. આ દીવો સરગવાથી તેમાંથી નીકળતી સ્મેલ ખૂણામાં ભરાઈ ગયેલ મચ્છરને પણ બહાર નીકળીને ઘર માંથી બહાર ભગાડી દેશે.
આ ઉપરાંત રૂમ બંધ કરીને દીવો સળગાવશો તો મચ્છર તેમાંથી નીકળતી સ્મેલથી જ થોડા સમયમાં મરી જશે. આ દીવો આપણે એવી જગ્યાએ સળગાવીને મુકવો કે મચ્છર આપણા ઘરમાં આવે જ નહીં. સુતા વખતે તમને મચ્છર કરડે તો આ તેલનો દીવો સળગાવાથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં જેથી મચ્છર કરડવાથી થતી અનેક બીમારીમાંથી દૂર રાખવામાં મદદ કરશે.