શિયાળો, ઉનાળો અને ચોમાસુ દરેક ઋતુમાં મચ્છરો જોવા મળે છે. ખાસ કરીને પહેલા ચોમાસાની ઋતુમાં મચ્છરો વધુ જોવા મળતા હતા. મચ્છરના કરડવાથી આપણને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટેરિટિસ જેવા જીવલેણ રોગો થાય છે. તેથી ઘરમાં મચ્છરો ભગાડવા માટે ઉપાય કરવો જરૂરી બની જાય છે.
મચ્છરથી બચવા માટે તમે ઘણા બધા ઉપાય શકો છો. તમે માર્કેટમાંથી ઘણી બધી કંપનીની પ્રોડક્ટ્સ લાવીને મચ્છરથી છુટકાળો મેળવી શકો છો. માર્કેટમાંથી તમે ઓલઆઉટ લાવીને મચ્છરને ઘરમાંથી ભગાડી શકો છો. બજારુ પ્રોડક્ટ્સને તમે સ્વીચમાં નાખીને ચાલુ કરતા તેમાંથી એક પ્રકારનો ધુમાડો નીકળે છે અને આ ધુમાડાને કારણે ઘરમાંથી મચ્છરો ભાગી જાય છે.
પરંતુ જેટલો આ ધુમાડો મચ્છરો ભગાડવા માટે સારો છો તેટલો જ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. તેથી આપણે બજારુ પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરીને ઘરેલુ ઉપાય કરવો જોઈએ, જેથી ઘરમાંથી મચ્છરો તો ભાગે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ નુકશાન ન થાય.
તો આજના આ લેખમાં તમને ઘરના ખૂણે ખૂણેથી મચ્છરો ભગાડવાનો એક દેશી ઘરેલુ ઉપાય જણાવીશું જે ઉપાય કરીને તમે ઘરમાંથી મચ્છરો ભગાડી શકો છો.
સૌથી પહેલા આ ઉપાય કરવા માટે આપણે એક કોડિયું, લસણની 3 થી 4 કળી (વાટેલી), કડવા લીમડાના 5 થી 6 પાંદડા, 1 થી 2 ચમચી સરસિયાનું તેલ, 5 થી 6 કપૂરની ગોટી અને રૂની જરૂર પડશે.
આ ઉપાય કરવા માટે સૌથી પહેલા દીવો કરવાનું એક કોડિયું લેવાનું છે. ત્યારબાદ રૂને સરસિયાના તેલમાં ડુબાડીને કોડિયામાં મૂકી દેવાનું છે. ત્યારબાદ તેના પર 5 થી 6 કપૂરની ગોટી મૂકી દેવાની છે. હવે કડવા લીમડાના પાનને એક પછી એક કરીને કોડિયામાં મૂકી દેવાના છે.
હવે કોડિયામાં લસણની વાટેલી 3 થી 4 કળી ઉમેરવાની છે. અહીંયા બધી વસ્તુઓ કોડિયામાં એડ કરી દીધી છે. હવે એક દિવાસળીની મદદથી કોડિયામાં રહેલા રૂને સળગાવો. સળગાવવાની સાથે જ તેમાંથી ધીરે ધીરે નેચરલી ધુમાડાઓ થવા લાગશે.
હવે આ દીવાને તમારા ઘરના દરેક ખૂણામાં ફેરવી દો અને ઘરના દરેક ખૂણામાં ધુમાડો કરી દો. તમે આ દીવાને જે જે જગ્યા પર ફેરવશો તે જગ્યા પર રહેલા બધા જ મચ્છરો ભાગી જશે. આ ધુમાડામાં એવી તાકાત હોય છે જે ઘરના દરેક ખૂણામાં છુપાયેલા મચ્છરોના શ્વાસમાં જતાજ તે ત્યાંથી ભાગી જાય છે.
આ ધુમાડો આપણને નુકશાન પહોંચાડતો નથી પરંતુ મચ્છરો માટે એક દવા તરીકે કામ કરે છે. જો તમારા ઘરમાં પણ મચ્છરો વધી ગયા હોય તો તમે આ દેશી દીવો કરીને ઘરમાંથી મચ્છરો ભગાડી શકો છો.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવીજ માહિતી તમારા મિત્રોને જણાવો જેથી તેઓ પણ તેમના ઘરે બજારુ પ્રોડક્ટ્સ બંધ કરીને ઘરેલુ ઉપાય કરે.