આખી દુનિયામાં દર વર્ષે મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે હજારો લોકો મોતને ભેટે છે. મચ્છરથી થતા રોગો માં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો સમાવેશ થાય છે. મચ્છરોના ઉપદ્રવને રોકવા ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે.
આજના સમયમાં મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી વગેરેનો ઉપયોગ થાય છે પરંતુ બધા ઉપાયો કરવા છતાં મચ્છરનો ઉપદ્રવ ઓછો થતો નથી, જેના કારણે ઘરના લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બને છે.
તો આજે અમે તમને મચ્છરના ઉપદ્રવથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશું. ફુદીનો: મચ્છરોને ભગાડવા માટે ફૂદીનાનું તેલ કારગત સાબિત થાય છે. ફૂદીનાનું તેલ શરીર પણ લગાડી પણ શકાય છે.
તેમજ ઘરમાં રહેલા પ્લાન્ટ પર ફુદીનાના તેલનું સ્પ્રે પણ કરવાથી પણ મચ્છર તમારા નજીક આવતા નથી. સ્પ્રે બનાવવા માટે ફુદીનાના પાનને પાણી સાથે ઉકાળીને સ્પ્રે બનાવવું. આ સ્પ્રે ને ઘરમાં રહેલા રૂમમાં સ્પ્રે કરવાથી પણ મચ્છર આવતા નથી.
લીમડાનું તેલ: લીમડાના પાન, ફળ અને ઝાડાનો ઉપાયો જુદી જુદી રીતે કરી શકાય છે. લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં કારગર સાબિત થાય છે. એક પ્રકાશિત થયેલા લેખમાં નારિયેળ તેલ કોપરેલ અને લીમડાના તેલને સપ્રમાણ માત્રામાં લઇ શરીર પર લગાડવાથી મચ્છર તમારી આસપાસ પણ દેખાતા નથી. લીમડાની ગંધથી મચ્છર દૂર ભાગી જશે
તુલસી: તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તુલસી મચ્છરોને ભગાડવામાં મહત્વની સાબિત થાય છે. ઘરમાં મચ્છરોથી છુટકાળો મેળવવા માટે રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવો. આ ઉપાયનો ઉલ્લેખ આયુર્વેદમાં કરવામાં આવ્યો છે.
કપૂર: કપૂર નો ઉપયોગ કરીને મચ્છરોનો ભગાડી શકાય છે. મચ્છરો ભગાડવા કપૂર રામબાણ સાબિત થાય છે. કપૂરને રૂમના દરવાજા અને બારીને બંધ કરીને સળગાવવાથી મચ્છરો રૂમમાંથી ભાગી જાય છે અને ક્યારેય પાછા રૂમમાં આવતા નથી.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.