ચોમાસાની ઋતુ આવતાની સાથે જ મોટાભાગના દરેક લોકોને કંઇક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે. આવામાં મોટાભાગના લોકો ખાસ કરીને રસ્તા પર લારીઓમાં જોવા મળતી મકાઈ ખાતા હોય છે. મકાઈને બરાબર શેકીને તેના પર મસાલો અને લીંબુ નાખીને ખાવાની જે મજા આવે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

જોકે તમને જણાવી દઈએ કે સ્વાદમાં ટેસ્ટી લાગતી મકાઈ તમારા સ્વાસ્થય માટે પણ ખુબજ ફાયદાકારક છે. મકાઈમાં પૂરતા પ્રમાણમાં ફેટી એસીડ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે. જે ઘણી બીમારીઓને  દૂર કરવા માટે કામ કરે છે. આ સાથે શરીરમાં પોષક તત્વોની ઉણપ ના થવાને કારણે આપણું શરીર સક્રિય રીતે કાર્ય કરી શકે છે.

આવી સ્થિતિમાં આજના આ ખાસ લેખમાં અમે તમને મકાઈ ખાવાના ગજબના ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમારે જાણવું જ જોઈએ.

આંખોનું તેજ વધારે: મકાઈના પીળા દાણામાં કૈરોટીનોઈડ નામના પદાર્થ હોય છે જેથી તેનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. જે લોકોની દ્રષ્ટિ નબળી હોય તેવા લોકોએ ચોક્કસ મકાઈનું સેવન કરવું જોઈએ. મકાઈમાં રહેલા લ્યુટીન મોતીયા સામે રક્ષણ આપે છે.

પાચન શક્તિ વધારે: મકાઈમાં સારી માત્રામાં ફાયબરનું પ્રમાણ હોય છે. જેના કારણે પાચન શક્તિ સુધરે છે અને પાચન સંબંધિત બીમારીઓ દૂર થાય છે. મકાઈના સેવનથી કબજિયાતમાં અને મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી રાહત મળે છે.

વજન ઘટાડવા મદદરૂપ: મકાઈનું સેવન કરવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ લાગતી નથી. વારંવાર ભૂખ ન લાગવાના કારણે ખાવાની ઈચ્છા થતી નથી જેથી વજન ઘટવામાં મદદ મળે છે. તમને જણાવીએ કે મકાઈમાં ખૂબ ઓછી ચરબી હોય છે જેથી વજન ઘટાડવા માંગતા લોકો મકાઈની મદદ લઈ શકે છે.

એનિમિયા: મકાઈનું સેવન કરવાથી એનેમિયાનો ખતરો રહેતો થાય છે. મકાઈમાં ફાઈબર ઉપરાંત વિટામિન 12, ફોલિક એસિડ અને આયરનનું ભરપૂર પ્રમાણ હોય છે. તેનું સેવન કરવાથી લોહીમાં લાલ રક્તકણોનું ઉત્પાદન વધે છે અને તેના કારણે શરીરમાં રક્તની ઊણપ રહેતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધે: મકાઈમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મકાઈમાં વિટામિન બી 6, આયરન, વિટામિન એ, થિયામીન, ઝીંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.

જો તમે બ્લડ સુગર સાથે જોડાયેલ સમસ્યા એટલે કે તમે ડાયાબિટીસ નો સામનો કરી રહ્યા છો તો પણ તમે મકાઈનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવીએ કે મકાઈમાં દ્રાવ્ય ફાઈબર મળી આવે છે, જે બ્લડ સુગર લેવલ સંતુલિત રાખવા માટે મદદ કરે છે.

વિવિધ વિટામિન થી સમૃદ્ધ :- જ્યારે તમે મકાઇને ભોજન શામેલ કરો છો ત્યારે તેમાં વિટામિન એ મળી આવે છે, અને આ વિટામિન રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સાથે જ મકાઈ પોટેશિયમ અને વિટામિન બી નો સારો એવો સ્ત્રોત છે, જે શરીરને ઊર્જા આપવા માટે કામ કરે છે.

આંખો અને તણાવની સમસ્યામાં મદદગાર :– તમને જણાવીએ કે મકાઈમાં એન્ટી તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે તમે આખો દિવસ તણાવ અથવા ચિંતાથી દૂર રહો છો. આ ઉપરાંત મકાઈ ખાવાથી તમારી આંખોની સમસ્યામાં રાહત થાય છે.

તેનાથી આંખોનો દુઃખાવો, માથાનો દુઃખાવો, ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જો તમે વારંવાર કોઈ વાયરલ બીમારીનો શિકાર બની જાવ છો તો પણ તમે મકાઈનો ઉપયોગ કરીને સારી રીતે આરામ મેળવી શકો છો.

જો તમને વારંવાર કબજિયાત, અપચો,અને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થઇ જાય છે તો પણ તમે ભોજનમાં મકાઈનો ઉપયોગ કરી શકો છો. ટીબી થી પીડિત લોકો દરરોજ તેમના ભોજનમાં મકાઈની રોટલી ખાય તો તેમને લાભ થઇ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *