આમ તો ઉનાળાની સીઝન કોઈને પણ ગમતી નથી, કારણ કે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે અને ખૂબ જ તાપ સહન કરવો પડે છે અને તાપના કારણે આપણા શરીરની અંદર તેમજ બહાર નાની મોટી સમસ્યા થયા કરે છે. શરીરમાં થતા ખૂબ જ પરસેવાના થવાનાં કારણે આપણા ઉપર દાગ-ધબ્બા અને ખીલ જેવી સમસ્યા થવા લાગે છે.
ઘણી વાર ખૂબ જ તાપમાં બહાર ફરવાના કારણે આપણને ઘણીવાર ચક્કર પણ આવવા માંડે છે. આ ઉપરાંત ઘણા લોકોના શરીરમાં પાણીની કમી થઈ જાય છે. પરંતુ મિત્રો ઉનાળો આવતાની સાથે જ આપણા સૌનું પ્રિય ફળ કેરી ની શરૂઆત થઈ જાય છે.
કેરી નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ દરેકને ગમે છે. તો આજે આપણે આ માહિતીમાં કેરીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય. તેમ જ આ માહિતીમાં આપણે જાણીશું આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહેશે.
આપણી હેલ્થ કેર, આપણી સ્કિન કેર અને આપણી હેર કેર આ ત્રણે કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે જાણીશું. તો આજની આ માહિતીમાં આપણે કેરીના હેક્સ વિષે જાણવાના છીએ, કારણ કે આ એક જ કેરી ના ઉપયોગથી આજે આપણે હેલ્થ કેર, સ્કિન કેર અને હેર કેર કરવાના છીએ.
કેરી દ્વારા આપણી હેલ્થ કેર કેવી રીતે થઈ શકે તેના વિશે આપણે જાણીએ: કેરી ની અંદર વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. આ કેરીને આપણે જ્યારે પણ ગરમી લાગે એટલે કે જ્યારે પણ આપણને લૂ લાગતી હોય, આપણે બહાર ગરમીમાંથી જઈને ઘરે આવ્યા હોય અને આપણે એકદમ લૂ લાગતી હોય એટલે કે આપણે બેચેની જેવો અનુભવ થતો હોય, શરીરમાં ખૂબ જ તાપમાન વધી ગયું હોય તો તેવા તમે શું કરવું.
તો કાચી કેરીના નાના નાના કટકા કરી લેવા અને તેનામાં થોડું મીઠું નાખી દેવું. ત્યારબાદ તે કાચી કેરી અને મીઠાનું મિશ્રણ કરી તેને ખાઈ જવી. તેમ કરવાથી લૂ લાગતી હશે તો તેમાં ખૂબ જ રાહત મળશે અને આપણા શરીરનું તાપમાન ઊંચું થઇ ગયું હશે તે પણ બેલેન્સમાં થઈ જશે. તો આવી રીતે આપણે કેરી દ્વારા આપણી હેલ્થ કેર કરી શકે છે.
હવે બીજો આપણે કેરી દ્વારા કેવી રીતે હેલ્થ કેર કરી શકે તેના વિશે જાણીએ એટલે કે આજે આપણે જાણીશું કાચી કેરીનો બાફલો તેને ઇંગ્લિશમાં રો મેંગો જ્યુસ કહેવાય છે અને હિન્દીમાં આમ પન્ના જ્યુસ કહેવામાં આવે છે. તો આજે આપણે આમ પન્ના જ્યુસને કેવી રીતે બનાવવો તેના વિશે જાણીશું.
આમ પન્ના જ્યુસથી આંતરડાના રોગ પણ દૂર થઈ જાય છે. તેમજ આ કાચી કેરીના જ્યુસથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. ઘણા બધા લોકોને હૃદયની બીમારી હોય છે, ડાયાબિટીસના દર્દીને પણ કાચી કેરી નો જ્યુસ ખૂબ જ ફાયદાકારક રહે છે અને જે પાકેલી કેરી આવે છે તે પણ ડાયાબિટીસના દર્દીઓ તેમજ હાર્ટ એટેકના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે. તેનાથી તેમને ખૂબ જ ફાયદો થાય છે.
તમે હવે આપણે જાણીએ આમ પન્ના જ્યુસને કેવી રીતે બનાવવાનો છે. આપણે જે પ્રમાણે કોન્ટીટી માં બનાવવો હોય તે પ્રમાણે આ કાચી કેરી નું માપ લઈ શકો છો. અહીંયા તમને બે કાચી કેરીના માપ પ્રમાણે જણાવ્યું છે. બે કાચી કેરીને પ્રેશરકૂકરમાં બાફી લેવી. બાફ્યા બાદ કાચી કેરીની ઉપર જે છાલ હોય તેને કાઢી લેવું અને છાલ ની અંદર નો જે માવો હોય તેને ગ્રાઈન્ડ કેરી લેવું.
તમે મિક્ષ્ચરમાં અથવા તો ગ્રાઈન્ડર દ્વારા ગ્રાઈન્ડ કરી શકો છો. ગ્રાઈન્ડ થઇ જાય ત્યારબાદ તેમાં બે ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું અને બે ચમચી શેકેલા જીરું નો પાવડર નાખો. ત્યારબાદ આ ત્રણેના મિશ્રણ કરી લેવું અને તેની અંદર સ્વાદ પ્રમાણે ગોળ નાખવો.
જો આપને ફાવતું હોય તો. ન ફાવતું હોય તો તમે તેને ઓપ્શનમાં રાખી શકો છો. સ્વાદ પ્રમાણે ગોળ નાખ્યા બાદ તેનું એકદમ સરસ રીતે મિશ્રણ કરી લેવું અને તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખી દેવું. ત્યારબાદ તેને કાચની બોટલમાં અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને ફ્રિજમાં સ્ટોર કરીને તમે દોઢ થી બે મહિના સુધી રાખી શકો છો. આ આમ પન્ના જ્યુસ અથવા કાચી કેરીનો બાફલો બગડશે નહીં.
જ્યારે પણ આપણા ઘરે બહારથી કોઈ ગેસ્ટ આવ્યા હોય અથવા તમે પોતે બહારથી કામ કરીને આવ્યા હોય ત્યારે આ બાફલાની અંદર થોડુંકે ઠંડુ પાણી નાખી અને આપ તેનો જ્યુસ પી શકો છો. તો મિત્રો આ કાચી કેરી દ્વારા આપણે ખૂબ જ સારી રીતે આપણી હેલ્થ કેર કરી શકે છે. એક તો લૂ થી બચવા માટે આપણે કાચી કેરીને મીઠાનું મિશ્રણ કરીને ખાઈ શકે છે અને અથવા તો આપણે આ બાફલાનો પણ પ્રયોગ કરી શકીએ છીએ.
હવે આપણે જાણીએ કે પાકી કેરી એટલે કે પીળી કેરી દ્વારા આપણે આપણા સ્કિનની કેવી રીતે કેર કરી શકીએ છીએ. તો આ માટે પાકેલી કેરી નો જ્યુસ કાઢી નાખવાનો છે અને જ્યુસ ની અંદર થોડીક મુલતાની માટી એટલે કે એક ચમચી મુલતાની માટી નાખી અને તેને એકદમ મિક્સ કરી નાખવાનું છે.
ત્યારબાદ તે મિશ્રણને આપણા ફેસ પર લગાવી નાખવાનું છે. 10 થી 15 મિનિટ લગાવ્યા બાદ તે એકદમ સૂકાઈ જાય, ત્યારબાદ આપણા ફેસને ધોઈ નાખવો. આમ કરવાથી આપણા ફેસ ઉપર જે ગરમીના કારણે જે ડાઘ ધબ્બા અને ખીલ થઇ ગયા હોય તે દૂર થઇ જશે અને આપણી સ્કિન ગ્લોઈંગ બનશે. તો આ રીતે આપણે કેરી નો ઉપયોગ કરીને આપણી સ્કિન કેર કરી શકીએ છીએ.
હવે જાણીએ કેરી દ્વારા અપને આપણી હેર કેર કેવી રીતે કરી શકીએ છીએ. આ માટે આપણે કાંઈ જ બનાવવાનું નથી પરંતુ આપણે રોજ કેરીનું સેવન કરવાનું છે. કેરી ની અંદર વિટામીન એ હોવાના કારણે આપણા હર જે સૂકા થઈ ગયા હોય છે તે સારા બની જાય છે. જે વાળ સુકાઈ ગયેલા હોય, જે વાળ બેમુખવાળા થઈ જાય છે તે બધા નોર્મલ થાય છે અને એકદમ આપણા વાળ સિલ્કી અને સારા બને .
જો આપણે કેરોનો વાળમાં પ્રયોગ કરવો હોય તો કેરીનો થોડોક જ્યુસ કાઢી તેની અંદર થોડી છાશ કે દૂધ ભેળવી અને વાળ ઉપર લગાવી શકો છો. ત્યારબાદ આપણે આપણા વાળને શેમ્પૂ થી ધોઈ શકો છો. આમ કરવાથી આપણે આપણા વાળની કેર કરી શકીએ છીએ.