આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બઘા ફળો ખુબ જ ફાયદાકારક છે તેવામાં એવું પણ કેટલાક ફળો છે જેને છાલ સાથે ખાવાથી ઘણા બધા ફાયદાઓ મળી આવે છે. ઘણા લોકો દરેક ફળોની છાલ નીકાળી ને ખાતા હોય છે, અને પછી તે છાલ ને કચરામાં ફેંકી દેતા હોય છે.
પરંતુ ઉનામાં મળી આવતા ફળોમાંથી એક ફળ એવું છે જેની છાલનો ઉપયોગ કરીને ચહેરાને સુંદર, મુલાયમ અને ચમકદાર બનાવી શકાય છે. તે ફળ દરેક વ્યક્તિને ખુબ જ ભાવે છે, પરંતુ મોટાભાગે લોકો તેને છોલીને તેની છાલને કચરામાં ફેંકી દેતા હોય છે.
ઉનાળામાં મળી આવતા આ ફળનું નામ કેરી છે, જેને ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બઘા ફાયદા થાય છે. તેવી જ રીતે તેની છાલને કાઢીને ફેંકી દેવા કરતા તેનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ચહેરા પર નેચરલી ગ્લો લાવી શકાય છે.
કેરીની છાલ સ્કિન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે, ચહેરાને બેદાગ બનાવવા અને સ્કિન ને હેલ્ધી બનાવી રાખવા ખુબ જ ફાયદાકારક છે. માટે સ્કિન ની કેર કરવા માટે કેરીની છાલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કેરીની છાલનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ધૂળ અને માટીના રાજકણોના કારણે સ્કિન સુકાવા લાગે છે. તેવામાં ચહેરા પર પિમ્પલ્સ અને ખીલ થવા લાગે છે, આવા સમયે સ્કિનને સાફ અને ચોખી કરવા માટે કેરી ચાલનો ઉપયોગ કરવો જોઈએ, આ માટે સૌથી પહેલા કેરીની છાલ નીકાળી દો ત્યાર પછી તે છાલને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી ડો અને પછી તે છાલની મદદથી ચહેરા પર 10મિનિટ મસાજ કરો,
આ રીતે કેરીની છાલની મસાજ કર્યા ના 30 મિનિટ પછી ચહેરાને સાદા પાણી વડે ઘોઈ દેવાનો છે. આ રીતે કેરીની છાલનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિનના સેલને ઓપન કરીને ચહેરા પરના ખીલ અને પીપલ્સ ને દૂર કરશે. જેથી ચહેરો સુંદર અને મુલાયમ દેખાશે.
ઉનાળામાં સૂર્ય પ્રકાશના તેજ કિરણોના લીઘે સ્કિન પર ટેનિંગ વધી જાય છે, જેથી સ્કિન ડેમેજ દેખાય છે. આ માટે કેરીની છાલની પેસ્ટ બનાવી સ્કિન પર લગાવવી જોઈએ, આ માટે સૌથી પહેલા કેરીની છાલને મિક્સર જારમાં પીસી પેસ્ટ બનાવો ત્યાર પછી તેમાં બે ચમચી દહીં ઉમેરીને બરાબર હલાવી દો,
ત્યાર પછી તે પેસ્ટને ચહેરા પર લગાવી 2 મિનિટ માલિશ કરો અને 30 મિનિટ પછી ચહેરાને ઘોઈ દેવો. આ રીતે ચહેરા પર કેરીની પેસ્ટ બનાવી લગાવાથી સ્કિન મુલાયમ અને ચમકદાર બની જશે.
ઉનાળામાં મોટાભાગે દરેક વ્યક્તિના ચહેરા પર કાળાશ આવી જતી હોય છે, જેને દૂર કરવા માટે કેરીની છાલમાં એક ચમચી મધ લગાવીને સ્કિન પર માલિશ કરી થોડી વાર રહેવા દઈને ઘોઈ દેવો, આમ કરવાથી ચહેરા પર પડેલ કાળી ત્વચા દૂર થઈને ચહેરાને સફેદ અને નેચરલી ગ્લો બનાવશે.