ભારતીય રસોડામાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ આ મસાલાઓમાં મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે. આ મસાલાઓ ભારત ના બધા ઘરો માં વાપરવામાં આવતો હોય છે. આજના સમયમાં તો વિદેશી લોકો એ પણ પોતાના ખોરાકમાં મરી નો ઉપયોગ કરે છે.

ખાસ કરીને ભોજન માં કાળા મરી નો ઉપયોગ સ્વાદ સાથે આયુર્વેદિક કારણોથી કરવામાં આવે છે. જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તે લોકોએ સુંઠ, હરડે નું ચૂર્ણ, અને મરી ના ભુક્કા ને મધ સાથે મિક્સ ને ચાટવાથી અથવા તમે તેમાં પાણી ઉમેરીને ઉકાળો બનાવી ને પીવાથી તમને ગેસમાં તરત જ રાહત થઇ જશે.

પેટમાં દુખાવો થતો હોય તો તેમાં પણ મરી ખુબ જ અસર સાબિત થાય છે. નાના બાળક હોય અને પેટ માં કરમિયા થયા હોય, તો મરી ના ભુક્કા ને છાસ માં નાખી ને પીવડાવાથી કરમિયા ઝડપથી નીકળી જાય છે. જો પેટમાં દુખતું હોય તો અડધી ચમચી હિંગ, અડધી ચમચી મીઠું, અને અડધી ચમચી મરી ના ભૂકા ને મિક્ષ કરી ને ગરમ પાણી સાથે ફાકડો ભરી લેવાથી પેટ ના દર્દ માં ઝડપથી રાહત થાય છે.

જો પેશાબમાં બળતરા થતી હોય તો ખીરા કાકડી ના બીજ ને મરી સાથે બરાબર વાટી ને પાણી માં થોડીક સાકર નાખી ને પીવાથી બળતરા દૂર થાય છે. કાળા મરી નો ભૂકો, જીરું નો ભૂકો, અને મધ ને મિક્ષ કરી ને છાસ અથવા ગરમ પાણી સાથે પીવાથી હરસ મટી જાય છે.

આ સાથે જો કાળા મરી અને જીરું ના મિશ્રણ માં સિંધા નમક મિક્સ ને દિવસ માં એક કે બે વાર છાસ માં નાખી 2-3 મહિના સુધી પીવાથી હરસ માં ખુબ જ લાભ થાય છે આ સાથે જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમાં પણ સુધારો થાય છે.

જે લોકો ગઠીયા વા ની પીડાથી પીડાઈ રહ્યાં છે તે માટે મરી નો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. મરી ના ભુક્કા ને ઘી સાથે મિક્સ કરી ને ચાટવાથી આંખ ની બીમારી માં ફાયદો થાય છે અને આંખો ની રોશની વધે છે.

જાંબુ અથવા જામફળ ના પાંદડા સાથે મરી ના ભુક્કા ને પાણી સાથે મિક્સ ને કોગળા કરવાથી દાંત ના દર્દ માં ખુબજ રાહત થાય છે. શરીર માં કમજોરી હોય, આખો દિવસ આળસ આવતી હોય, તો 3 થી 4 કાળા મરી, સુંઠ, તજ, લવિંગ અને એલચી ને થોડી થોડી માત્રા માં લઇ ને ઉકાળી લેવી, પછી દૂધ અને સાકર નાખી ને આ ચા ને પીવાથી જરૂર ફાયદો થાય છે.

3 થી 4 ગ્રામ મરી ના ભુક્કા ને મધ સાથે ચાટવાથી શરદી, દમ અને ઉધરસમાં ફાયદો થાય છે. ગાય ના દૂધ માં મરી ના પાવડર ને મિક્સ કરી ને પીવાથી દમ માં ઝડપથી રાહત મળે છે. ઝાડા થઇ ગયા હોય તો એક ભાગ મરી, એક ભાગ હિંગ, અને તેમાં બે ભાગ કપૂર ભેળવી ને નાની નાની ગોળીયો બનાવી લેવી. ઝાડા થયા હોય ત્યારે અડધા અડધા કલાક ના અંતરે એક એક ગોળી ખાવાથી ઝાડા રોકવામાં મદદ મળે છે.

જો મરી ના ચૂર્ણ ને ગરમ દૂધ સાથે પીવામાં આવે, સાકર સાથે ખાવામાં આવે અથવા મરી નાં સાત થી આઠ દાણા ખાઈ લેવામાં આવે તો શરદી ઉધરસ માં ઝડપથી રાહત મળે છે. જે લોકો માથાના દુખાવાથી પરેશાન થઇ ગયા હોય તે લોકો એક મરી ને તવી પર ગરમ કરી અને એ ધુંવાડા ને સુંઘવાથી રાહત મળશે.

જો જીભ જકડાઈ ગઈ છે અથવા તો ચહેરા માં લકવાની અસર થઇ ગઈ છે તો તાત્કાલિક સારવાર રૂપે જીભ માં કાળા મરી નો ભુક્કો લગાવવાથી લાભ થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *