કાળા મરી જે દરેકના રસોડામાં મળી આવતો મસાલો છે. દરેક લોકો રસોડામાં રહેલા કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ માટે મસાલા તરીકે કરે છે. કાળા મરી સ્વાદમાં તીખા અને નાના નાના લીંડી આકારના હોય છે. કોરોનાની મહામારીમાં કાળા મરીનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ થયો હતો.
કાળા મરી સ્વાદ વધારવાની સાથે સાથે શરીર માટે પણ ઘણા ફાયદાકારક છે. જો કાળા મરી સાથે મધનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણા બધા ફાયદા થાય છે. કાળા મરી નું સેવન હાર્ટએટેક જેવી ગંભીર બીમારીથી બચાવે છે.
કાળા મરી શરદી, ખાંસી અને ઉધરસની સમસ્યાને દૂર કરે છે. ખાસ કરીને ખાંસીની સમસ્યા એક શરીરમાં શરદી અને ઉધરસની સમસ્યાની સાથે જોવા મળે છે. જો ગળામાં કફ વધુ થાય તો ગળામાં સતત દુખાવો પણ થઇ શકે છે અને સતત ઉધરસની સમસ્યા પણ રહે છે.
આ માટે સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને એક સરખા ભાગે લઇ તેને ભેળવી રોજ 1 ચમચી ધી, મધ કે નવશેકા પાણી સાથે લેવું. બે થી ત્રણ મરીને વાટી તેના ચૂર્ણને 1 ચમચી મધમાં લસોટી ચાટી જવાથી પણ સૂકી ખાંસી દૂર થાય છે અને બેસી ગયેલો અવાજ ખૂલે છે.
જે લોકોને ડાયાબીટીસની તકલીફ હોય તેવા લોકો માટે પણ કાળા મરી ફાયદકારક છે. જો કાળા મરી સાથે મધનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે કારણ કે કાળા મરીના રહેલા તત્વો શરીરમાં બ્લડ શુગરને ઘટાડવામાં પણ ઉપયોગી છે. આથી કાળા મરી અને મધનું સેવન કરી બ્લડ શુગરની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
કાળા મરી શરીરમાં આવેલા સોજાને ઓછા કરવામાં ઉપયોગી છે. કાળા મરીમા એન્ટીઇન્ફલામેટ્રી ગુણો રહેલા હોય છે. કાળા મરીના પાવડર સાથે મધ નું સેવન કરવાથી શરીરમાં આવેલા સોજાનું પ્રમાણ ધીરે ધીરે ઘટે છે.
જે લોકોની યાદશક્તિ નબળી છે, જે લોકો થોડીજ વારમાં ભૂલી જાય છે, જે વિધાર્થીઓને યાદ રહેતું નથી તેવા લોકો જો નિયમિત કાળા મરીનું સેવન કરે તો તેમની યાદ શક્તિમાં વધારો થઇ શકે છે કારણકે કાળા મરીમાં રહેલા ગુણો મગજને તેજ રાખવા માટે ઉપયોગી છે.
જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ છે, સાંધા દુખ્યા કરે છે તેવા સમયે જો નિયમિત રીતે કાળા મરીનું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. કાળા મરી વાના દુખાવાને પણ દૂર કરે છે.
આ રીતે તમારા રસોડામાં રહેલા કાળા મરી એક મસાલો હોવાથી સાથે સાથે ઉત્તમ ઔષધ પણ છે જેનો નિયમિત ઉપયોગ કરીને શરીરમાં થતી ઘણી બધી સમસ્યાને દૂર કરી શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.