શરીરમાં દરેક લોકોને ચામડીની વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે. આ તકલીફો માં ખીલ, કાળા, ડાઘ અને ધાધર, ચહેરા ઉપર ખાડા પાડવા, ખરજવું વગેરે જેવી સમસ્યા રહે છે. પરંતુ ચામડી પરના મસ્સા અને તલ એક એવી સમસ્યા છે જે લોકોની સુંદરતા બગાડી શકે છે.
મસા એક એવી સમસ્યા છે જેને ઘરેલુ ઉપાય કરીને દૂર કરી શકાય છે. તે માટે તમારે બહાર જવાની જરૂર નથી. ઘરેલુ ઉપાય કરીને તમે મસાને જડમૂળથી દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ ચામડી પરના મસ્સા અને તલને કાયમી દૂર કરવાના ઘરેલુ ઉપાય વિષે.
લસણ: લસણ નો ઉપયોગ કરીને મસાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. આ માટે લસણની પેસ્ટ તૈયાર કરી તેને મસા પર લગાવીને હળવા હાથે મસાજ કરો, ત્યારબાદ થોડી લસણની પેસ્ટને મસા પર લગાવીને તેના પર બેન્ડેજ લગાવી દો.
એક વાતનું ધ્યાન રાખો કે આ બેન્ડેજ રોજ બદલતા રહેવું. થોડા દિવસ આ ઉપાય કરવાથી મસાની સમસ્યામાંથી હંમેશા માટે છૂટકારો મળી જશે. ડુંગળી: ડુંગળીનો ઉપયોગ બધા લોકો કરતાજ હોય છે. ડુંગળીનો ઉપયોગ કરીને તલ અને મસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
કારણકે ડુંગળીના રસમાં એસિડ રહેલો હોય છે જે આ સમસ્યાને સહેલાઇથી દૂર કરી છે. આ ઉપાય માટે ડુંગળીને પીસીને પેસ્ટ બનાવી લેવી અને આ પેસ્ટને તલ વાળી જગ્યા પર લગાવવી અને સૂકાઇ જાય એટલે તેને પાણીથી ધોઇ લેવી.
કોથમીર: રસોડામાં દરરોજ ઉપયોગમાં આવતી કોથમીર ત્વચા પર થતા તલની સમસ્યાને દૂર કરી શકે છે. આ માટે કોથમીરના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને તલ વાળી જગ્યા પર લગાવીને સૂકાવવા દેવી. રોજ આ રીતે પેસ્ટ બનાવી ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં આ સમસ્યાથી રાહત મળશે.
કાજૂ: ઘણા બધા લોકો દરરોજ કાજૂ સવારે ખાતા હોય છે. કાજુ તલને કાયમ માટે ગાયબ કરવા માટે રામબાણ સાબિત થઇ શકે છે. આ માટે તમારે કાજૂની પેસ્ટ બનાવી તલવાળી જગ્યા પર લગાવી લેવી, ત્યારબાદ પેસ્ટ સૂકાઇ જાય ત્યાર પછી તેને નવશેકા પાણીથી ધોઇ લેવી. આ રીતે કાજુની પેસ્ટનો ઉપયોગ કરીને તલ દૂર કરી શકાય છે.
બટાકા અને લીંબુ: 2 થી 3 દિવસ બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરીને મસા પર લગાવવાથી મસા સૂકાઇ જશે અને માત્ર એક કે બે દિવસમાં જ ઉખડી જશે. તમે ઇચ્છો તો આ રસને તમે આખી રાત માટે પણ લગાવી શકો છો.
અનાનસના રસ, ફ્લાવરનો રસ, મધ અને લસણ-ડુંગળીનો રસ બધું સારી રીતે મિક્સ કરીને મસા પર લગાવો. ત્યારબાદ તેને થોડા સમય માટે મસા પર લગાવેલો રહેવા દો. થોડા દિવસ આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળે છે.
બટાકા: ઘણા લોકો બટાકાની પેસ્ટ બનાવીને ચહેરાના ડાઘ અને ધબ્બા ને દૂર કરવામાં માટે ઉપયોગ કરતા હશે, પરંતુ આ પેસ્ટ તલના નિશાન ગાયબ કરવામાં પણ સક્ષણ છે. આ માટે બટાકાની પેસ્ટને તલ વાળી જગ્યા પર લગાવી રાખો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તલના નિશાન કાયમ માટે ગાયબ થઇ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.