છાશ વગર બપોરનું ભોજન અધુરૂ ગણી શકાય. છાશ બપોરના ભોજન સાથે કે ભોજન પછી પીવી પેટના દરેક રોગોથી દૂર રહેવા માટે ખુબજ જરૂરી છે. આથી આજે અમે તમને છાશમાં એવી છ વસ્તુઓ ઉમેરીને મસાલો બનાવતા જણાવીશું. આ મસાલો છાશમાં નાખીને પીવાથી તમને થતી નાની મોટી સમસ્યાઓ હંમેશા દૂર રહેશે. .
છાશના ફાયદા તો બધા લોકો જાણે છે જેમ કે છાશ પાંચ ગુણ ધરાવે છે, છાશ પીવાથી ભોજન બરાબર પચી જાય છે અને પેટને રિલેક્સ કરી હળવુંફૂલ કરી નાખે છે. આપણા શરીરમાં ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફ એમાં કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ છાશનું એમનમ સેવન કરશે તો તેમને ક્યારેક કાચી છાશ પીવાને કારણે તેમની કફ પ્રકૃતિમાં વધારો થઇ શકે.
પરંતુ છાશમાં અમુક વસ્તુ નાખીને તમે તેનું સેવન કરશો તો તે કફને તોડશે અને શરદી, કફને મટાડશે. છાશમાં 6 વસ્તુઓમાં સૌથી પહેલી વસ્તુ સૂંઠ, બીજા નંબરે મરી, ત્રીજા નંબરે પીપર, ચોથા નંબરે જીરું, પાંચમાં નંબરે સિંઘવ અને છઠ્ઠા નંબરે અજમો લેવાનો છે.
આ બધી વસ્તુને મિક્ક્ષ કરીને મસાલો બનાવવાનો છે. આ મસાલો ચપટી ચપટી બપોરે છાશમાં નાખીને પીશો તો તમને કફ પ્રકૃતિ વાળા ને ખૂબ જ ફાયદો થશે અને તમારો કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગશે.
આ મસાલામાં ઉપયોગમાં લેવાતી મરી અને પીપર સ્વભાવે થોડા ગરમ છે એટલે પિત્ત પ્રકૃતિવાળા આનો પ્રયોગ થોડોક માપમાં કરે, કારણ કે આ ગરમ હોવાથી અમુક લોકોની સાથે અનુકૂળ ન આવવાથી તેનું એસીડીટી નું પ્રમાણ વધી શકે છે. આ 6 વસ્તુઓનો મિશ્રણ કરી મસાલો બનાવીને છાશમાં થોડો નાખવાનો છે.
આ ઉપરાંત એક વાત ધ્યાનમાં રાખવાની છે કે છાશ ખાટી ન પીવી, હંમેશા છાશ મોળીજ પીવાની છે જેથી કરીને ખાટી છાસ પીવાને કારણે હાથ પગ ના દુખાવા, ગોઠણ ના દુખાવા, સંધિવાત આ તમામ સમસ્યામાં વધારો થઈ શકે છે. આથી હંમેશાં મોળી છાશ પીવાની છે. આ મોળી છાશ પીવાથી જ તમને ફાયદો થશે.
આ છ દ્રવ્યો તમને જે કીધા એમાં કયા એવા ગુણ છે કે જેને કારણે આપણો કપ છે તે ઓછો થવા લાગે છે તે વિષે જાણીએ. અજમો છે તે ઉત્તમ વાયુનાશક છે અને કફનાશક છે કારણ કે થોડા અંશે તે ગરમ પ્રવૃત્તિ ધરાવનારો છે, તે કફ ને તે ધીરે ધીરે ઓછો કરનાર છે .
સિંધવ મીઠુ મંડીના પહાડોમાંથી કુદરતી રીતે મળતું આવતું આ મીઠું શ્રેષ્ટ પાચન ગુણ ધરાવે છે અને ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોને કાબૂમાં રાખનારા છે. આ મસાલામાં ઉપયોગમાં લેવાતું જીરું પાચક ગુણ ધરાવે છે, તે કફનાશક ગુણ ધરાવે છે, વાયુનાશક ગુણ ધરાવે છે અને કાચા કફને પચાવીને તમારા કફનું પ્રમાણ ઓછું કરે છે.
હવે જાણીએ છાશમાં આ મસાલો નાખવા થી શુ ફાયદો થાય છે: મરી સ્વભાવે ગરમ ગુણ ધરાવે છે અને તે ઉત્તમ કફનાશક છે. ત્રિકટુ ચૂર્ણ માં સૂંઠ, મરી અને પીપરનું જ મિશ્રણ હોય છે જે કફ મટાડવા માટે ખૂબ જ ઉત્તમ છે .
