અત્યારે ઘણા લોકોને કામના ટેન્શનના કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે. માથાના દુખાવાની સમસ્યા હવે ખુબ જ સામાન્ય બની ગઈ છે. માથાનો દુખાવો થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે.
જેમકે, અનિદ્રાની સમસ્યા, ભૂખ્યા પેટે, લાંબા સમય સુઘી ભોજનના કરવું, ટેન્શન, તણાવ, ચિંતા જેવી ઘણી સમસ્યા થતી હોય છે. માથાનો દુખાવો થવાથી કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી. માથાનો દુખાવો અત્યારે નાના મોટા દરેક વ્યકતિને થતો હોય છે.
માથાના અસહ્ય દુખાવાથી જો પરેશાન થઈ રહ્યા છો તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે માથાના દુખાવામાં તરતજ રાહત મેળવી શકો છો. માટે આજે અમે તમને માથાના દુખાવાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીશું.
માથાના દુખાવામાં રાહત મેળવવા માટે સૌથી પહેલા આમળાંનો પાવડર બનાવી લો, ત્યાર પછી એક ચમચી અમલનો પાવડર, અડધી ચમચી સાકરનો ભૂકો અને એક ચમચી દેશી ઘી લઈને બઘાને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથું દુખાવા ત્યારે લઇ લેવું જેથી તરત જ દુખાવામાં રાહત મળી જાય.
જો વધુ પ્રમાણમાં ગરમી પડતી હોય અને તેના કારણે જો માથાનો દુખાવો થતો હોય તો એક ડુંગળી લઈને તેને કાપીને ટુકડા કરી લો, ત્યાર પછી તેને સુંગવાથી માથાનો દુખાવો ઓછો થઈ જાય છે. આ ઉપરાંત તે ડુંગળીને પગના તળિયામાં લગાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.
જો માથાનો દુખાવો અસહ્ય હોય તો ગાયના દૂધમાં સૂંઢ મિક્સ કરીને માથામાં લેપ કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત દેશી ગાયના ઘી ને કપાળમાં લગાવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.
ઘણી વખત વાતાવરણમાં બદલાવ થવાથી પણ માથાનો દુખાવો થતો હોય છે આ માટે પાંચ થી સાત તજ લઈને તેમાં થોડા પાણીના ટીપા પાડીને ઘસી ને પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તે પેસ્ટને કપાળમાં લગાવી લો, થોડા જ સમયમાં માથાનો દુખાવો દૂર થઈ જશે.
આ ઉપરાંત જાયફળને ઘસીને તેનો લેપ કપાળ પર લગાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. થોડા લવિંગ લઈને તેનો પાવડર બનાવો લો ત્યાર પછી તેમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને થોડી ગરમ કરી લો, ત્યાર પછી તે લેપને કપાળમાં લગાવાથી માથાનો દુખાવો બંઘ થઈ જાય છે.
જો તમને વારે વારે માથાનો દુખાવો થતો હોય તો રાત્રે બદામને પલાળી લો, ત્યાર પછી સવારે તે બદામને દૂઘ માં નાખીને ઉકાળી ને પી જવાનું છે. આ દૂઘનું સેવન થોડા દિવસ કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે.
માથાના દુખાવાથી કાયમી છુટકાળો મેળવવા માટે ત્રણ થી ચાર બદામ, બે કપૂર અને એક-બે ચમચી જેટલું દૂઘ લઈને બઘાને મિક્સ કરીને પીસી લો ત્યાર પછી તે પેસ્ટને કપાળમાં લગાવી દો. આ રીતે કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.