આજના યુગમાં માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. દરેક વ્યકતિને માથાનો દુખાવો અવારનવાર થતો હોય જ છે. માથાનો દુખાવો થવાથી તેની અસર મગજ પર થઈ શકે છે. માથાનો દુખાવો સતત રહેવાથી ઊંઘવા માં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
માથાનો દુખાવો વઘારે પડતા તણાવ, થાક, પૂરતી ઊંઘ ના લેવી, વધારે પડતો મગજમાં લોડ લેવો, સાયનસની સમસ્યા, અપૂરતો શરીરને આરામ, અનિદ્રાની સમસ્યા, ટેન્શન વગેરે માથું દુખાવાના કારણો જોવા મળે છે. ઘણા લોકો માથાના દુખાવાને દૂર કરવા માટે બજારમાં મળતી અનેક પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે. જેથી દુખાવામાં રાહત મળી રહે છે. પરંતુ માથાની ગોળીઓ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
માથાના દુખાવામાં રાહત મેળવવા માટે બજારમાં મળતી પેઈન કીલર ગોળીઓ લેવા કરતા આપણા રસોડામાં એવી કેટલીક ઔષધીય વસ્તુઓ મળી રહે છે જેનો ઉપયોગ કરીને તમે માથામાં થઈ રહેલ દુખાવામાં ઘણી રાહત મેળવી શકો છો. માથાના દુખાવા દૂર કરવાના ઘરેલુ ઉપચાર.
લવિંગ: લવિંગ આપણા રસોડામાં મળી આવતું એક ઔષધીય મસાલો છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ મળી રહે છે. જે આપણા મગજ માં આવેલ નશોને શાંત પાડવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. જો આપણું મગજ શાંત અવસ્થામાં આવી જશે તો માથું પણ ઉતરી જશે. માટે માથાના દુખાવામાં લવિંગનું સેવન કરવું લાભદાયક છે.
કાળામરી: કાળામરી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ સારી માત્રામાં મળી આવે છે. કાળામરી સ્વાસ્થ્યવર્ધક અનેક બીમારીમાં લાભદાયક છે. જો માથાનો દુખાવો થાય તો તમારે કાળાંમરીના બે થી ત્રણ દાણા એક પછી એક મોમાં રાખીને ચાવી ચાવીને ખાવાના છે. જેથી તમને માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.
લીંબુ: મગજને શાંત કરવા અને માથાના દુખાવામાં રાહત મેળવવા માટે લીંબુ ખુબ જ ઉપયોગી છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન-સી ખુબ જ વધુ માત્રામાં મળી આવે છે. આ માટે લીંબુની છાલ નીકળીને માથા પર ઘસવી જેથી માથાના દુખાવા રાહત મળશે. મગજ પણ શાંત કરવામાં ખુબ જ ઉપયોગી છે.
અજમો: અજમાને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. માથાના દુખાવામાં એક ચમચી અજમાને વાટીને ચૂરણ બનાવી લો, ત્યાર પછી એક ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં વાટેલું એક ચમચી ચૂર્ણ તેમાં મિક્સ કરીને ઉકાળી લો, ત્યાર પછી તે પાણીને પીવાથી માથાનો દુખાવો મટી જાય છે.
માથાંના દુખાવનું સૌથી મોટું કારણ આપણી અપૂરતી ઊંઘ છે. જો આપણે ઊંઘ પુરીના થાય તો આપણે માથું દુખાવાનું શરુ થઈ જાય છે. માટે આપણે આખા દિવસ દરમિયાન સાત થી આંઠ કલાક ની ઊંઘ લેવી જોઈએ. ઊંઘ પુરી થવાથી માથાનો દુખાવો આપોઆપ છુમંતર થઈ જશે. આ ઉપરાંત વઘારે સમય ભૂખ્યા રહેવાથી પણ માથું દુખી શકે છે માટે ક્યારેય ભૂખ્યા પેટ રહેવું ના જોઈએ.
જો તમને પણ માથાનો દુખાય તો ઉપર જણાવ્યા અનુસાર ઉપચારને અપનાવશો તો દુખાવા રાહત મળશે. જો તમને માઈગ્રેનની સમસ્યાના કારણે માથાનો સતત દુખાવો રહેતો હોય તો નજીકના ડોક્ટરની સલાહ લઈને ઉપાય અજમાવવો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.