તાજા મીઠા લીમડાના બે થી ત્રણ પાન ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સફેદ વાળથી પરેશાન હોય તો તે આ મીઠા લીમડાનો ઉપયોગ કરીને વાળને મૂળમાંથી કાળા બનાવવામાં મદદ કરશે.
મીઠા લીમડાનો ઉપયોગ દરેકના ઘરમાં રસોઈમાં વાપરવામાં આવે છે. રસોઈમાં ખોરાકનો સ્વાદ વઘારવા માટે મીઠા લીમડાના 4 થી 5 પાન નાખવામાં આવે છે. મીઠા લીમડામાં વિટામિન-બી2, વિટામિન બી6, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો મળી આવે છે.
મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ આવે છે એવું નથી પરંતુ તેનાથી લીવર, હદય, હાઈ બ્લડપ્રેશર, એનિમિયા, ડાયાબિટીસ જેવી મોટી બીમારીઓમાં પણ ખુબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત મોટાપાની સમસ્યા હોય તો તેમાં પણ મીઠો લીમડો ફાયદાકારક છે. આ ઉપરાંત લીમડાના પાન અનેક ઓષધિ બનાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. લીમડો પેટની સમસ્યા ને પણ દૂર કરવામાં મદદ કરે છે.
અપચો અને ઉલ્ટીની સમસ્યા થતી હોય તો મીઠા લીમડામાં લીંબુનો રસ અને સાકર બધું મિક્સ કરીને પીસીને લેવાથી ઉલ્ટી અને અપચામાં રાહત મળે છે. પેટમાં ગડબડ થતી હોય તો તાજા મીઠા લીમડાના ત્રણ પાનને પીસને છાશમાં નાખીને ખાલી પેટ પી જવાથી આરામ મળે છે.
જો તમારું વજન વઘવાનાં કારણે તમે ખુબ જ પરેશાન રહેતા હોય તો દરરોજ 2 થી 3 તાજા મીઠા લીમડાને યોગ્ય રીતે ચાવીને ખાઈ લો. આમ કરવાથી તમે તમારા વજનને નિયંત્રણમાં લાવી શકો છો. શરીરમાં વધી ગયેલ ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
મીઠા લીમડાના મૂળમાં પણ ખુબ સારા ઔષધીય ગુણ મળી આવે છે. આ ઉપરાંત મીઠા લીમડાનું સેવન કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. જો કોઈ પણ જગ્યાએ દાઝી ગયા હોય અથવા કોઈ પણ ઘા થયો હોય મીઠા લીમડાં પીસીને તેનો લેપ લગાવાથી જલ્દી રુજ આવે છે.
જો વાળ સંબંધિત કોઈ સમસ્યા હોય તો નારિયેળના તેલમાં થોડા મીઠા લીમડાના પાન મિક્સ કરીને 15 મિનિટ ઉકળવા દો. ત્યાર પછી તે તેલ ઠંડુ થઈ જાય તેના 2 કલાક પછી એક કાચની બોટલમાં ભરી દેવાનું. ત્યાર પછી આ તેલને દરરોજ વાળના મૂળમાં અને વાળમાં લગાવી દેવું.
આ લીમડાના તેલનો ઉપયોગ કરવાથી વાળને ખરતા અટકાવી શકાય આ ઉપરાંત મુલાયમ અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. તેની સાથે દરરોજ માત્ર 2 થી 3 મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી સફેદ વાળને કાળા બનાવવામાં મદદ કરે છે. લીમડાને ચાવીને ખાવાથી ઘણા ફાયદા થશે.
મીઠા લીમડાનું સેવન ડાયાબિટીસ દર્દી માટે પણ ફાયદાકારક છે. માટે જો તમે દરરોજ સવારે ત્રણ થી ચાર તાજા લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. જેથી ડાયબિટીસને નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે.
દરરોજ 2 તાજા મીઠા લીમડાનું સેવન કરવાથી આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. જેથી મોતિયાની જેવી બીમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે. મીઠા લીમડાને ચાવીને ખાવાથી પાચન ક્રિયામાં સુઘારો થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્યને અનેક ફાયદો પણ થાય છે.