માઈગ્રેન એક માથાનો દુખાવો છે. જેનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જેને દૂર કરવો ખુબ જ જરૂરી છે. યોગા કરવાથી માઈગ્રેનના દુખાવા, માથાના દુખાવા, સાયનસના દુખાવા વગેરેમાં રોજિંદા જીવનમાં યોગા કરવાથી ખુબ જ લાભ થાય છે.
આજે અમે માઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટેના બે યોગ જણાવીશું જે દુખાવાને દૂર કરી દેશે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં માઈગ્રેનની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. માઈગ્રેનની સમસ્યા થવાના ઘણા કારણો હોઈ શકે છે. ખાસ કરીને વઘારે પડતા તણાવ, સ્ટ્રેસના કારણે પણ માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત ઓછું પાણી પીવાથી આપણા શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થતી હોય છે જેના કારણે પણ માઈગ્રેનની બીમારી થઈ શકે છે. માટે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે દરરોજ અડઘા કલાકે અડઘા ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.
આ સાથે ખાવામાં પણ પૂરતું ઘ્યાન રાખવું જોઈએ. માટે આહારમાં યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ જેથી શરીર સ્વસ્થ એન નિરોગી રહી શકે. ઘ્યાનમાં રાખવું કે સાંજે 6 વાગ્યા પછી ઓઈલ વાળી વસ્તુનું સેવન ના કરવું જોઈએ.
હવે અમે તમને યોગા વિષે જણાવીશુ. જે માઈગ્રેનમાં થતા દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત સાયનસનો દુખાવો કે વારે વારે માથાનો દુખાવો રહેતો હોય તેમના માટે પણ આ યોગ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તો ચાલો યોગા વિષે વધુ જાણીએ.
ભસ્ત્રિકા પ્રણાયામ: રોજ સવારે ઉઠીને ભસ્ત્રિકા પ્રણાયામ કરવાથી માઈગ્રેન, માથાનો દુઃખકવો જેવી અનેક રોગ દૂર કરી દેશે. આ પ્રણાયામ યોગ કરવા માટે ઘ્યાન મુદ્રામાં બેસી જાઓ, ત્યાર પછી ઝડપી શ્વાસ અંદર લઈને બહાર નીકાળવાનો છે. જેટલી સ્પીડમાં થાય તેટલી સ્પીડમાં કરવાનું છે.
આ ભસ્ત્રિકા પ્રણાયામ યોગ કરવાથી ગમે તેવો માથાનો દુખાવો થતો હોય તો તે દુખાવો થોડા સમયમાં દૂર થઈ જાય છે. આ યોગ તમારે સવારે ઉઠીને 5 મિનિટ કરવાનો છે. આ યોગ તમે એક મિનિટ કરીને રિલેક્સ થઈને ફરી થી કરી શકો છો. આ યોગ કરવાથી ગમે તેટલો સ્ટ્રેસ હશે તો તે દૂર થઈ જશે. આ યોગ કરવાથી લોહીનું પરિભ્રમણ ખુબ જ ઝડપી બને છે.
અનુલોપ વિલોમ યોગ: અનુલોપ વિલોમ યોગ કરવાથી માઈગ્રેનના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત આપે છે. આ યોગ તમારે સવારે ઉઠીને કરવાનો છે. આ યોગ કરવા માટે તમારે ઘ્યાન મુદ્રામાં બેસી જવાનું છે, ત્યાર પછી એક સાઈડનું નાક બંઘ કરીને શ્વાસ લેવાનો છે ત્યાર પછી જે સાઈડથી શ્વાસ લીધો હોય તે નાક બંઘ કરીને બીજા નાકથી શ્વાસ બહાર કાઠવાનો છે.
આમ તમારે ત્રણ થી પાંચ મિનિટ કરવાનું છે. આ યોગ માનસિક તણાવ અને સ્ટ્રેસ દૂર કરે છે. આ યોગ કરવાથી બંઘ નાક પણ ખુલી જશે. આ યોગ કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. આ ઉપરાંત મગજને શાંત રાખવામાં મદદ કરે છે.
આ બંને યોગ આપણા શરીરના વાત, પિત્ત અને કફને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ યોગ માઈગ્રેનથી થતા દુખાવા, માથાના દુખાવામાં ખુબ જ ફાયદાકારક છે. આ યોગ ડિપ્રેશનને પણ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને માઈગ્રેનના દુખાવા, સાયન્સનો દુખાવો, કે વારે વારે માથાના દુખાવા રહેતા હોય તો આ બંને યોગ સવારે ઉઠીને 5-5 મિનિટ કરવા જોઈએ. જેથી દુખાવાથી કાયમી છુટકાળો મેળવી શકશો. સારી ઊંઘ લાવવામાં પણ આ બંને યોગ ખુબ જ ફાયદાકારક છે.