દરેક મહિલાઓ ની ઈચ્છા હોય છે કે તેની ત્વચા સુંદર અને મુલાયમ રહે. આ માટે મહિલાઓ બજારમાં મળતી અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે, જેનો ઉપયોગ કરવાથી ખુબ જ ઝડપથી સ્કિન માં નિખાર આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે બજારુ બ્યુટી પ્રોડક્ટમાં ઘણા બધા રસાયણો અને કેમિકલ થી બનાવામાં આવે છે જેના કારણે તે સ્કિન પર ઝડપથી અસર દેખાડવા લાગે છે, પરંતુ તેની ચમક અને સુંદરતા લાંબા સમય સુધી રહેતી નથી, અને સ્કિન માટે તે નુકસાનકારક સાબિત પણ થઈ શકે છે.
પરંતુ જો તમે નેચરલી અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ સ્કિન પર કરવામાં આવે તો તે લાંબા સમય સુધી રહે છે અને તેની કોઈ પણ આડઅસર વગર જ સ્કિન ને સુંદર, મુલાયમ અને ચમકદાર બનાવે છે. તેવો જ એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમારી ત્વચાની સુંદરતા માં વઘારો થશે.
ત્વચા માટે દૂઘ ખુબ જ ફાયદાકારક છે, તે ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે, આ માટે તમારે દૂધ માં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરવાનો છે. જે દરેકના ધરે ખુબ જ આસાનીથી મળી રહેશે.
આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી હળદર અને બે ચમચી કાચું દૂઘ લેવાનું છે. હવે બંને ને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવાની છે, આ પેસ્ટ ને ચહેરા પર લગાવીને એક બે મિનિટ હળવા હાથે મસાજ કરવાનું છે. ત્યાર પછી 10 મિનિટ રહેવા દો અને પછી ચહેરાને સાદા પાણી વડે ધોઈ દેવાનો છે.
હળદર અને દૂધ નો આ ઉપાય કરવાથી ત્વચા પરના ખીલ અને પીપલ્સ દૂર કરવામાં મદદ કરે છે, આ સાથે ત્વચા પર ચોટેલ ગંદકી પણ દૂર થાય છે. ગંદકી દૂર થવાથી ચહેરા પર નિખાર અને ચમક આવવા લાગે છે.
દિવાળી તહેવાર માં બ્યુટી પાર્લરનો ખર્ચ ના કરવો હોય તો ઘરે જ આ ઉપાય કરી લો ચહેરા પર નેચરલી ચમક અને સુંદરતા આવશે. દૂધ અને હળદર નો આ ઉપાય કરવાથી વૃદ્ધાવસ્થાના ચિન્હો આવતા અટકે છે.
દૂધ અને હળદર વાળું દૂધ પીવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય જેથી ત્વચા સંબંધિત બીમારી દૂર થાય છે. લોહી શુદ્ધ થવાથી ત્વચાને અંદર થી નિખાર લાવે છે, આ માટે ત્વચા ને સુંદર બનાવી રાખવા માટે હળદરવાળું દૂધ પીવું જોઈએ.