હેલો દોસ્તો, શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવું હોય તો તમારે બધાએ આ ડ્રીંક પીવાનું છે. ચાલો જાણીએ દૂધમાં કઈ વસ્તુ નાખી ને પીવાથી શરીર ને શું ફાયદો થાય તેના વિષે જાણીએ.
ફાયદા :-
દૂધ માં ખજૂર : દૂધ અને ખજૂરની અંદર ફાયબર સારી માત્રામાં હોય છે. જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. આ ડ્રીંકમાં આયર્ન મળી રહે છે જે એનિમિયાથી સમસ્યાથી બચાવે છે અને આ ડ્રીંકનું નિયમિત સેવનથી બ્લડ વધારવામાં ખુબ જ ઉપયોગી છે.
દૂધ માં હળદર : આ ડ્રિન્કમાં એમિનો એસિડ આવેલ છે. જેનાથી અનિદ્રા ની સમસ્યા દૂર થાય છે અને ઉંધ ખૂબ જ સારી આવે છે. આ ડ્રીંક બ્લડ પ્યુરિફાયર કરે છે. જે સ્કિન પ્રોબ્લમને જડમૂળથી દૂર કરે છે. આ ડ્રીંકમાં કેલ્શિયમ વધારે હોવાના કારણે સાંધાના દુખાવામાં ઘણો ફાયદો થાય છે.
દૂધ માં બદામ : દૂધમાં બદામ મિક્સ કરીને પીવાથી હાડકા મજબૂત બને છે. આની અંદર આયર્ન અને કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. જે લોહીનની ઉણપને દૂર કરે છે અને આંખોને સ્વસ્થ અને હેલ્ધી પણ રાખે છે. જે મગજની યાદશક્તિ વધારે છે.
દૂધ માં મધ : દૂધમાં પ્રોટીન અને મધમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે બોડીનું મેટાબોલિઝમ વધારો કરે અને વજન પણ ધટાડવામાં ઉપયોગી છે. આ ડ્રીંકમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ આવેલ છે. આ ડ્રીંક શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
દૂધ માં કેળાં : આ ડ્રિન્ક પીવાથી હાર્ટને લગતી સમસ્યા થી બચાવે છે. જેથી હાર્ટ અટેક આવવની સમભાવના ઓછી થઇ જાય છે. અને બીપીને કંટ્રોલમાં રાખે છે. આમાં વિટામિન બી12 હોય છે. જે ડિપ્રેશનને દૂર કરે છે.
દૂધ માં ડાર્ક ચોકલેટ પાવડર : આ ડ્રિંકમાં કેલ્શિયમ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે આર્થોઈટિસ અને કેન્સર સામે બચાવે છે આપીણું પીવાથી સ્કિન મુલાયમ અને ગ્લોઈંગ બને છે.
દૂધ માં કેસર : દૂધ અને કેસરમાં ખુબજ વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે. આ ડ્રીંકનું નિયમિત સેવન કરવાથી બીપીને કંટ્રોલ કરે છે. જેના કારણે આપણો મૂડ સારો અને ફ્રેશ રહે છે. આ ઉપરાંત આ ડ્રીંક પ્રેગનેન્સીમાં પણ ફાયદાકારક છે.
દૂધ માં આદુ : આ ડ્રીંકમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. આ ડ્રીંક પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ચહેરો ગોરો થાય છે.
દૂધ માં તજ : આ ડ્રીંક માં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. આ ડ્રીંકનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ડ્રીંક પીવાથી ગાળામાં થઇ ગયેલ કફ દૂર થાય છે અને શરદી, ખાંસીમાં પણ આ ડ્રીંક પીવાથી રાહત મળે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.