આપણે જાણીએ છીએ કે દૂધ એ વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર છે. દૂધના નિયમિત સેવનથી માંસપેશીઓનો વિકાસ થાય છે. હાડકાં અને દાંત મજબુત બને છે આ સાથે સાથે અનેક ગંભીર બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે દૂધનો ઉપયોગ ત્વચા માટે પણ થાય છે. ત્વચાને ચમકદાર અને બેડાઘ બનાવવા માટે આપણે દૂધનો ઉપયોગ છીએ. તો ચાલો જાણીએ ત્વચાના સ્વાસ્થ્ય માટે અને તેની સુંદરતા માટે દૂધનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
દૂધ-ચણાના લોટનો ફેસ પેક: સામગ્રી: 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી કાચું દૂધ, 1 ચપટી હળદર પાવડર, ગુલાબજળના થોડા ટીપાં
પદ્ધતિ: સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તૈયાર કરેલ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ પેક લગાવવાથી ત્વચામાં ચમક આવશે.
દૂધ- હળદરનો ફેસ પેક: સામગ્રી: 1/2 ચમચી હળદર પાવડર, થોડું કાચું દૂધ, બે ટીપાં લીંબુનો રસ
પદ્ધતિ: સૌથી પહેલા એક બાઉલમાં દૂધ, હળદર અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તે પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહેવા દઈ, પછી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ પેકનો ઉપયોગ કરો. ચહેરા પર ચમક આવી જશે અને ત્વચાની સમસ્યાઓ દૂર થઇ જશે.
દૂધ- મુલતાની માટી ફેસ પેક: સામગ્રી: 1 ચમચી મુલતાની માટી, જરૂર મુજબ કાચું દૂધ
પદ્ધતિ: સૌથી પહેલા એક બાઉલમાં બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 10-12 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય 15 દિવસમાં એકવાર કરો . ટૂંક કે સમયમાં તમને ચહેરા પર તફાવત દેખાશે.
દૂધ- એવોકાડો ફેસ પેક: સામગ્રી: 1/4 પાકેલું એવોકાડો, 1 ચમચી કાચું દૂધ
પદ્ધતિ: સૌ પ્રથમ મિક્સર લઇ તેમાં દૂધ અને એવોકાડોની પેસ્ટ બનાવો. પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેક લગાવો. થોડા જ દિવસોમાં ત્વચામાં ચમક આવી જશે.
જો તમને અહીંયા જણાવેલ દૂધના ફેસ પેક સારા લાગ્યા હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ આ માહિતી વાંચી લાભ લઇ શકે. આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.