આજકાલ આપણે એટલા વ્યસ્ત થઇ ગયા છીએ કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપી શકતા નથી. આ સાથે જ ટાઈમના અભાવે અને આજકાલના શોખને કારણે આપણે વધુ બહારનું ખાવા સાથે ટેવાઈ ગયા છીએ. આપણી આ ખરાબ આદતની સીધી અસર આપણા શરીરમાં જોવા મળે છે.
આજકાલ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા, ખરવા, બે મુખવાળા અને વાળ વધવા નહીં એવી ઘણી બધી વાળની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આજે અમને તેનો ઉપાય જણાવીશું. તો આવો જાણીએ.
મિત્રો તમે દૂધ વિષે જાણતા જ હશો. કાચા દૂધનો ઉપયોગ તમે માત્ર પીવા માટે જ કરતા હશો. પરંતુ તમને જણાવીએ કે આ કાચું દૂધ તમારી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે ઘણી બ્યુટી અને હેર કેર પ્રોડક્ટ્સમાં કાચું દૂધનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
કાચા દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન સારી માત્રામાં રહેલું હોય છે. તેથી વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અને તમારી હેર કેર રૂટીનમાં કાચા દૂધનો સમાવેશ કરી શકાય છે. વાળ સબંધિત સમસ્યાઓમાં ખાસ કરીને જો તમારા વાળ વધુ ખરતા હોય તો કાચુ દૂધ તમારા માટે રામબાણ ઘરેલુ ઉપાય સાબિત થશે.
તમે જાણતા જ હશો કે હેર માસ્કનો ઉપયોગ વાળને પોષણ આપવા માટે કરવામાં આવે છે. કાચા દૂધમાંથી બનેલા હેર માસ્કનો તમે ઉપયોગ કરીને વાળ ખરતા હોય તો તેનાથી છુટકારો મેળવી શકો છો. તો આવો આ લેખમાં તમને જણાવીએ કે ઘરે હેર માસ્ક કેવી રીતે બનાવવો?
વાળમાં કાચું દૂધ લગાવવાથી થતા ફાયદા : કાચા દૂધનો ઉપયોગ કરવાથી તમારા વાળ મુલાયમ બનવાની સાથે સાથે વાળમાં ચમક પણ આવશે. જે તમારા વાળને સુંદર બનાવશે. જો તમારા વાળ બેમુખવાળા હોય તો પણ કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને શિયાળામાં જેમના વાળ ડ્રાય અને ફ્રિજી છે તેઓ પોતાના વાળમાં કાચા દૂધનો બનેલો માસ્ક અને પેક લગાવી શકે છે.
1. કાચા દૂધ અને ઈંડાથી હેર માસ્ક બનાવો : તમને જણાવીએ કે ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને બી વિટામીન (1)જોવા મળે છે અને આ પોષક તત્વો તમારા વાળને પોષણ આપવાની સાથે તમારા વાળને ખરતા પણ ઓછા કરવામાં મદદ કરે છે. આ હેર માસ્ક બનાવવા માટે જરૂરી સામગ્રી – 1 ઈંડું, 1 કપ કાચું દૂધ, 2 મોટી ચમચી લીંબુનો રસ અને 2 મોટી ચમચી ઓલિવ તેલ.
વિધિ : સૌથી પહેલા એક બાઉલમાં ઇંડાને ફેટી લો. પછી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તમારા વાળ અને માથાની ચામડી પર હળવા હાથે લગાવીને શાવર કેપ પહેરો. આ માસ્કને વાળ પર લગભગ 15 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ હેર માસ્ક લગાવવાથી તમારા વાળ ખરતા બંધ થઇ જશે.
2. દૂધ અને કેળાનો હેર માસ્ક : કેળામાં સારી માત્રામાં પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ, કુદરતી તેલ અને વિટામિન્સ હોય છે જે તમને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ હેર માસ્ક બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 પાકેલા કેળા, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી મધ અને 4-5 ચમચી કાચું દૂધ.
વિધિ : સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. હવે આ હેર માસ્કને તમારા વાળમાં ધીરે ધીરે સારી રીતે લગાવો. લગભગ 5 થી 10 મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ લો. કાચા દૂધમાંથી બનેલા આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક થી બે વાર જરૂર કરો.
3. મધ અને કાચું દૂધ : મધ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ગુણકારી છે. તેમાં તેમાંથી બનાવેલ હેર માસ્ક પણ લગાવીને તમે વાળને લગતી સમસ્યાને આસાનીથી દૂર કરી શકો છો. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળની ડ્રાઇનેસને ઘટાડે છે. જેના કારણે તમારા વાળ ખરતા ઓછા થઇ જાય છે.
આ હેર માસ્ક બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 ચમચી મધ અમે 1 કપ કાચું દૂધ.
વિધિ : સૌથી પહેલા બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. લગભગ 15-20 મિનિટ લગાવેલું રાખ્યા પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્ક લગાવવાથી સારું પરિણામ મળે છે.
આ બાબતોનું ધ્યાન રાખો : જો તમારા વાળ ખરે છે અને તમે ઇચ્છો છો કે તમારા વાળ ના ખરે તો આ માટે તમારે હેર કેર રૂટીન ફોલો કરવું જોઈએ. અઠવાડિયામાં 2 થી 3 વખત તમારા વાળ અવશ્ય ધોવા. વાળમાં તેલ લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં, કારણ કે તેલથી વાળને પોષણ મળે છે, જેના કારણે વાળ ખરતા અટકવાની સાથે મૂળથી મજબૂત થાય છે અને ઓછા તૂટે છે.
અમને આશા છે કે તમને અમારો આજનો આ ખુબજ ઉપયોગી લેખ જરૂર ગમ્યો હશે અને તમે તેને આગળ મોકલ્યો હશે.