મીઠો લીમડો ગામડામાં મોટાભાગે ઘણા લોકોના ઘરે જોવા મળતો હોય છે. મીઠા લીમડાનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. મીઠા લીમડાના પાન સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.
મીઠા લીમડામાં કેલ્શિયમ, ઝીંક, કોપર, આયર્ન, ફાયબર, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ડી, ફોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે. મીઠા લીમડામાં આયુર્વેદિક ગુણ મળી આવે છે. તેના સેવન થી આપણા શરીરના ઘણા બઘા રોગો દૂર થઈ જાય છે.
મીઠો લીમડો ભારતમાં સરળતાથી મળી આવે છે. આજે અમે મીઠા લીમડાના પાન ખાવાના ફાયદા વિશે જણાવીશું. આપણા શરીરને સ્વસ્થ રાખવા રોજ સવારે ઉઠીને ત્રણ મીઠા લીમડાના પાન ખાઈ લેવાના છે.
મોટાભાગે કામના ટેન્શન અને તણાવ રહેવાના કારણે માસિક બીમારીનો સામનો કરવો પડતો હોય છે. માટે રોજ આ લીમડાના પાન નું સેવન કરવાથી ડિપ્રેશન માં ઘટાડો થાય છે. મીઠા લીમડાનું તેલ બનાવીને તેને માથા પર ઘસવાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ લાવવા માટે મદદરૂપ સાબિત થાય છે.
મીઠા લીમડામાં એવા કેટલાક ગુણ મળી આવે છે હદયથી થતા રોગને દૂર રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હદય હંમેશા સ્વસ્થ રહે છે. તેના નિયમિત સેવન કરવાથી ઘમનીમાં લોહીનો પ્રવાહ સારો થાય છે.
મીઠા લીમડામાં એન્ટી ઓક્સીડેન્ટ, ટેનિન નામનું તત્વ મળી આવે છે આપણા લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આપણા શરીરના દરેક અંગોને યોગ્ય કામ કરવામાં પ્રેરિત કરે છે જે શરીરને સુરક્ષિત રાખવામાં મીઠા લીમડાના પાન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
મીઠા લીમડામાં વિટામિન-એ નામનું તત્વ મળી આવે છે આપણી આંખો માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. તે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી કેન્સર જેવી મોટી બીમારીને કંટ્રોલમાં લાવી દેવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
મીઠો લીમડો ચામડીના રોગ માટે ખુબ જ ઉપયોગી છે. જો ત્વચામાં ખંજવાળ આવતી હોય તો મીઠા લીમડા ના પાનનું સેવન કરવાનું છે તે ઉપરાંત મીઠા લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવી દેવાની છે. જેથી ત્વચામાં આવતી ખંજવાળ દૂર થઈ જશે.
મીઠા લીમડાના તેલ ને માથામાં લગાવીને માલિશ કરવાથી વાળ ખરવા, માથામાં ટાલ પાડવી જેવી સમસ્યા ને દૂર કરીને વાળને મજબૂત અને લાંબા બનાવવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી આપણા શરીરમાં થયેલ થાક અને નબળાઈની દૂર કરી દેશે.
તેનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા પણ દૂર થઈ જાય છે. જો પાચન બરાબર થતું ના હોય તો રોજ આ પાનનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુઘારો થાય છે. કબજિયાત અને ગેસની સમસ્યાને મીઠો લીમડો દૂર કરી દેશે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. વર્ષો થી મીઠા લીમડાના પાનનો રસ કાઠીને પીવાથી ઝાડા ની સમસ્યામાં દૂર થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
