આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મોટાભાગે ઘણા લોકો શરીરમાં વઘારે ગરમી હોવાના કારણે ચાંદી પડતી હોય છે. મોં ની અંદર ચાંદી પડવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. જો મોમાં ચાંદી પડે તો ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

ચાંદી પડવાથી બહોળાંમાં તકલીફ પડતી હોય છે આ ઉપરાંત ખાવા પીવામાં પણ ખુબ જ તફલીફ પડતી હોય છે. ચાંદી મુખ્યત્વે જીભ પર, હોઠ ઉપર, ગાલમાં થતી હોય છે. ચાંદીની સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી છે. જો તેનેઓ યોગ્ય ઈલાજ ના કરવા માં આવે તો તે ફરીથી થઈ શકે છે.

મોં માં ચાંદી પડવાનું મુખ્ય કારણ કબજિયાત અને વઘારે પ્રમાણમાં દવાઓ ખાવાના કારણે થઈ શકે છે. 1. કબજિયાત: જે વ્યક્તિને ખાઘેલ ખોરાકે પચતો ના હોય તેમની પાચન શક્તિ ખુબ જ નબળી હોય છે.

ખોરાક ના પચવાના કારણે તે ખોરાક આંતરડામાં મળ જામી જાય છે. જેના કારણે કબજિયાત જેવી પેટને લાગતી સમસ્યા થાય છે. મળ છૂટો ના પાડવાના કારણે મોં માં ચાંદા પડતા હોય છે. મોમાં ચાંદા પડવાનું મુખ્ય કારણ કબજીયાત છે.

2. વઘારે પ્રમાણમાં દવાનું સેવન: જો તમે બીમાર પડયા હોય અને તમે વઘારે પ્રમાણમાં એન્ટિબાયોટિક દવાઓનું સેવન કરો તો શરીરમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધી જાય છે જેના કારણે મોંમાં ચાંદા પડતા હોય છે. આ ઉપર ચહેરા પર ખીલ થઈને ગરમી બહાર નીકળી જાય છે.

મોંમાં પડેલ ચાંદાને દૂર કરવાના ઉપાય: 1. દરેક ના ઘરની આસપાસ પાનના ગલ્લાંની દુકાન મળી આવે છે. તે પાનના ગલ્લા પર જઈને કાથા વાળું પાન લઈ લેવું. ત્યાર પછી ચાંદી પડી હોય તે સાઈડ ખાવાનું છે. આ ઉપાય દિવસમાં બે વખત કરવાથી ચાંદી એક જ દિવસમાં મટી જશે.

આ ઉપરાંત પાનના ગલ્લા પર જઈને એક લો કાથો લઈ લેવો, ત્યાર પછી તે કાથાને ચાંદી પડી હોય તે જગ્યા પર લગાઈને રહેવા દો. ઘીરે ઘીરે લાળ બહાર નીકળશે તેમ તેમ ચાંદી મટી જશે. આ ઉપાય દિવસમાં બે વખત કરવાથી ચાંદી સંપૂર્ણ પણે દૂર થઈ જશે.

2. સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરવા મુકો ત્યાર પછી તેમાં બે ચમચી હળદર પાવડર નાખીને બે થી ત્રણ મિનિટ ઉકાળી જાય પછી તેને ઉતાળીને થોડું ઠંડુ થઈ જાય ત્યારે તે પાણીના કોગળા કરવાના છે. આ ઉપાય દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી એક જ દિવસમાં ચાંદી દૂર થઈ જશે.

જો તમને પણ વારે વારે મોંમાં ચાંદી પડતી હોય તો આ બે ઉપાય નો ઉપયોગ કરી લેજો. આ બે ઉપાય નો ઉપયોગ કરવાથી તમને એક જ દિવસમાં રાહત મળી જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *