હાલમાં ચોમાસાની શરૂઆત થતા જ ઘણા બઘા વાયરલ ઈન્ફેક્શન રોગો થવાની સંભાવના વઘી જતી જતી હોય છે. તેવામાં આપણું શરીર ખુબ જ કમજોર પડી જતું હોય છે. કારણકે ચોમાસામાં આપણે આહાર પર પૂરતું ઘ્યાન આપતા હોતા નથી.
જેથી અનેક નાની મોટી બીમારી આપણા શરીરમાં થતી જોવા મળતી હોય છે. ચોમાસાની ઋતુમાં આપણે આપણા શરીરને સ્વસ્થ તંદુરસ્ત અને હેલ્ધી કેવી બનાવી રાખવું તેના વિષે આજે અમે તમને જણાવીશું. તંદુરસ્ત શરીર આપણા માટે અમૂલ્ય ખજાના બરાબર છે. આ માટે આપણે રોજિંદા જીવનમાં આટલી વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ.
દિવસમાં ઓછામાં ઓછું આપણે 40-50 મિનિટ ચાલવું જોઈએ, આ માટે તમે સવારે ઉઠીને પણ જોગિંગ કરવા જઈએ શકો છો અથવા તો રાત્રીના ભોજન પછી પણ ચાલવા જઈ શકાય છે. માટે શરીરને તંદુરસ્ત બનાવી રાખવું હોય તો આ એક નિયમને જરૂર અપનાવવો જોઈએ. જે ફિટ અને ફાઈન રાખવામાં મદદ કરશે.
આ સમય દરમિયાન આપણે રોજે સવારે અને સાંજે બંને સમયે એક – એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. જેથી શરીરમાં ઉત્પન્ન થતા હાનિકારક જેરી તત્વોનો જન્મ થતા ની સાથે જ નાશ થઈ શકશે. જેથી શરીરમાં અનેક વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખશે.
હૂંફાળું પાણી પીવાથી શરદી ખાંસી જેવી વાયરલ બીમારી પણ દૂર રહે છે. દિવસ દરમિયાન થોડો સમય હળવી કસરત અથવા યોગા કરવા જોઈએ.જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ સરળ બનશે અને જેથી શરીરના દરે અંગોને આસાનીથી લોહી પહોંચી શકશે.
દરેક વ્યક્તિએ આ સમયે સંતુલિત આહાર લેવો જોઈએ. આ માટે આપણે શાકભાજી અને ફળોને આહારમાં સમાવેશ કરવા જોઈએ. આપણે વિટામિન-સી, પ્રોટીન કેલ્શિયમ અને ફાયબર યુક્ત આહારનું સેવન વધારે કરવું જોઈએ. કારણકે ફાયબર આપણી પાચનશક્તિ મજબૂત બનાવે છે.
આ ઉપરાંત કેલ્શિયમ ખોરાક લેવાથી આપણા શરીરના હાડકા મજબૂત થાય છે અને શરીરને હેલ્ધી અને સ્વસ્થ બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પિવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટ રહે અને શરીરમાં કમજોર પડવાથી બચાવી રાખશે.
આવા સમયમાં બહારના ફાસ્ટફૂડ અને જંકફૂડ જેવા ખોરાક ખાવાં ટાળવા જોઈએ, આ ઋતુમાં બહારનું ખાવાથી શરીરને કમજોર અને નબળું બનાવી બીમારીના શિકાર બનાવતા હોય છે. માટે બહારના ખોરાક ખાવાનું બંઘ કરવું જોઈએ.
દિવસ દરમિયાન ઓછામાં ઓછી 6-7 કલાકની ઊંઘ જરૂર લેવો જોઈએ જેથી શરીરમાં કમજોરી અને થાક દૂર થઈ જશે. રાત્રિનું ભોજન બને ત્યાં સુધી હળવું લેવું જોઈએ અને વઘારે ગળ્યું, તળેલું અને તીખું ખાવાનું ઓછું કરવું જોઈએ.
રોજે રાતે સુતા પહેલા એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવું જોઈએ, જે મગજને શાંત રાખશે અને તણાવ અને ટેન્સન ને દૂર કરી મગજને શાંત રાખશે. આ સિવાય શરદી અને ખાંસીમાં રાહત આપશે. દૂધ અને હળદર શરીરમા કેલ્શિયમી કમીને પુરી કરશે અને શરીર ઉપરાંત હાડકાને પણ મજબૂત બનાવશે.
જો તમે પણ ચોમાસામાં સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહેવા માંગતા હોય તો આ નિયમોનું જરૂર પાલન કરવું જોઈએ જેથી તમે ચોમાસા દરમિયાન બીમાર પડવાથી બચી જશો.
