આપણા રસોડામાં એવી ઘણી બઘી વસ્તુઓ મળી આવે છે જે આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે જે અનેક બીમારીઓ ને દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને મગની દાળ ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. દાળ ઘણી બધી પ્રકારની આવે છે,
દરેક દાળનો સ્વાદ અને એના ગુણ પણ અલગ અલગ હોય છે. દાળ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, દાળોમાં ઘણા બધા પોષક તત્વો પણ મળી આવે છે, માંગણી દાળમાં ફાયબર, કોપર,કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-ઈ, પોટેશિયમ જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
પેટના રોગો, સ્કિન માટે, વાળ માટે હાડકા માટે વગેરે માટે મગની દાળ ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને મગની દાળ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
મગની દાળ ખાવાના ફાયદા:
વાળને કાળા અને મજબૂત બનાવે: મગની દાળમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઈ, પ્રોટીન અને કોપર મળી આવે છે, જે વાળને નેચરલી રીતે કાળા અને મજબૂત બનાવી રાખે છે, આ માટે આહારમાં મગની દાળનો સમાવેશ કરી શકાય છે.
વૃદ્ધાવસ્થાના ચિન્હો અટકાવે: ભોજન માં મગની દાળ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી, આ સાથે સ્કિન પર ખીલ અને ડાઘને દૂર કરવામાં મદદ કરે છે, માટે નિયમિત પણે મગની દાળ ખાવાથી ચહેરા પર નેચરલી નિખાર આવે છે અને ચહેરા પર વૃદ્ધાવસ્થાના ચિન્હોને આવતા રોકે છે.
કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે: શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળતી હોય છે જેના કારણે ઘણા લોકો હાર્ટ અટેક ના શિકાર પણ બનતા હોય છે. આ માટે નિયમિત પણે જો તમે મગની દાળ નું સેવન કરો છો તો શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલ ને દૂર કરી નિયત્રંણમાં રાખે છે.
પાચનક્રિયા સુઘારે: ખાવા પીવામાં ઘ્યાન ના આપવાના કારણે ઘણા લોકોની પાચનક્રિયા ઘીમી થઈ જતી હોય છે. આવા લોકો નિયમિત પણે ફાયબરથી ભરપૂર એવી મગની દાળ ખાવાનું રાખે છે તો તેમની મંદ પડી ગયેલ પાચનક્રિયા માં સુધારો થશે અને પેટ સંબધિત બીમારીઓમાં રાહત આપશે.
હાડકાને મજબૂત બનાવે: મગની દાળમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે, આ માટે તેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી હાડકા મજબૂત અને સ્ટ્રોંગ બને છે.