ભારતની સંસ્કૃતિ દેશ વિદેશમાં ખુબજ પ્રખ્યાત છે. આજે વિદેશના લોકો ભારતની સંસ્કૃતિને અનુસરતા થયા છે. આપણી સંસ્કૃતિ વર્ષો જૂની છે જે આજે પણ લોકો તેને અનુસરે છે. તો આજે તમને જણાવીશું એક આવી જ જૂની સંસ્કૃતિ વિષે જે આજે પણ શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થઇ રહી છે.
આ સંસ્કૃતિને આજે પણ ઘણા લોકો અનુસરતા હશે પરંતુ આ સંસ્કૃતિને આપણા પૂર્વજો રોજ સવારે ઉઠીને કરતા હતા. તમે જાણતા જ હશો કે આપણી સંસ્કૃતિ વિષે ઘણી બધી વાતો કરવામાં આવી છે, તેમાં અઢળક શ્લોક કહેવામાં આવ્યા છે જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
આપણી સંસ્કૃતિ માં આપણા જીવનમાં પૈસાનું, સ્વાસ્થ્યનું મહત્વ, વિદ્યાનું મહત્વ શું છે તે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવી છે. અહીંયા તમને જે સંસ્કૃતિ વિષે જણાવીશું એમાં તમારે સવારે ઉઠીને બે કામ કરવાના છે. આ બે કામમાં સૌથી પહેલા તમારે ઘરતી ઉપર પગ મુકવાનો નથી એટલે કે જયારે તમે ઉઠો છો ત્યારે નીચે પગ મુકવાનો નથી
એટલે કે સૌથી પહેલા તમારે ધરતી માતાને હાથથી સ્પર્શ કરવાનો છે એટલે કે ધરતી માતાને વંદન કરીને પછી જ ધરતી પર પગ મુકવાનો છે. કારણકે ધરતી એ આપણી માતા છે, આપણે આખો દિવસ જે પ્રવુતિઓ કરીએ છીએ એ બધો ભાળ આપણી ધરતીમાતા જીલે છે.
એટલા માટે સવારે ઉઠીને ધરતીમાતાને વંદન કરીને બોલવાનું છે કે ” હે ધરતીમાતા તમે આખો દિવસ જે અમારા શરીરનું વજન સહન કરો છો તે માટે તમને ધન્યવાદ ”. આ કામ કરીને તમારે બીજું જે કામ કરવાનું છે તેમાં તમારે સવારે ઉઠીને તમારે તમારા બે હાથનું પૂજન કરવાનું છે
એટલે કે બે હાથ જોવાના છે અને એક શ્લોક “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ” બોલવાનો છે. આ શ્લોકની દરેક લાઈનનું ઘણું બધું મહત્વ રહેલું છે. તમને જણાવીએ કે આપણા હાથના આગળના ભાગમાં લક્ષ્મી માતા બિરાજે છે, જેને ધનની દેવી કહીએ છીએ.
આપણા જીવનમાં ધનનું ખૂબ મહત્વ છે એટલા માટે સવારમાં ઉઠીને સૌથી પહેલાં “કરાગ્રે વસતે” એટલે કે લક્ષ્મીમાતાનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ “કર મધ્યે સરસ્વતી” એટલે સરસ્વતી માતા, જે વિદ્યા ના, જ્ઞાનના દેવી કહેવાય છે તેમનું તમારે પૂજન કરવું જોઈએ.
ત્યારબાદ આવે છે “કરમૂલે તૂ ગોવિંદ”. જેનો અર્થ આપણા જીવનનું રક્ષણ કરનાર ગોવિંદા એટલે શ્રીકૃષ્ણનું આપણે નમન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ. “કરમૂલે તૂ ગોવિંદ” જે આપણા જીવનની રક્ષા દરેક સમયે કરે છે, એટલે કે આપણા સ્વાસ્થ્યની રક્ષા કરે છે.
તેવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા આપણે સવારમાં ઉઠીને 1 મિનિટ માટે કરવી જોઈએ. તો આજથી તમારે સવારમાં ઉઠીને સૌ પ્રથમ હાથના દર્શન કરવાના છે. પછી તમારે ધરતીમાતાને દર્શન કરીને, તેમનું નમન કરીને પછી જ તમારા પગને નીચે મુકવાનો છે,
કારણ કે આપણે સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ગોવિંદા અને ધરતીમાતા ના ઋણી છીએ અને તેનું નમન પછી જ તમારે તમારા દિવસની શરૂઆત કરવાની છે. જેથી તમારા જીવનમાં ધન વધે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે. તો આજથી જ તમારે આ આપણી સંસ્કૃતિને અનુસરવાની છે જે તમને ઘણો ફાયદો કરાવશે.