શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં શરીરને સ્વસ્થ અને એનર્જીથી ભરપૂર રાખવા માટે હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. શિયાળામાં દરેક વ્યક્તિને ચટપટી અને મસાલેદાળ વાનગીઓ ખાવાની સૌથી વધુ પસંદ કરે છે.
આવા સમયમાં વધારે તીખું અને તળેલો ભારે ખોરાક ખવાઈ જતો હોય છે જેના પરિણામે વ્યક્તિને પેટ સંબધિત અનેક પ્રકારની બીમારીનો સામનો કરો પડતો હોય છે, એવામાં એવા કેટલાક હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર હોય તેવી વસ્તુઓ ખાવી જોઈએ.
જો તમે શિયાળમાં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાઈ લેશો તો આખો દિવસ શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહેશે. સવારે આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે, તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ખાવી જોઈએ.
બદામ: બદામ ઘણા લોકો યાદશક્તિ વધારવા માટે ખાતા હોય છે, પરંતુ તે માત્ર યાદશક્તિ વધારવા જ નહીં પરંતુ તે હૃદય, કિડની, લીવર, વાળ, ત્વચા, શારીરિક કે માનસિક કમજોરી દૂર કરવા વગેરે માં પણ ખુબ જ ફાયદાકારક છે.
રોજે સવારે પલાળેલ બદામ ખાવાથી તેમાંથી કેલ્શિયમ, પોટેશિયમ, મગેન્શિયમ, ફાયબર, વિટામિન-ઈ, મેંગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો શરીરને મળી રહે છે. તેન સવારે છાલ કાઢીને ચાવીને ખાવાથી આરોગ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે.
હૂંફાળું પાણી પીવું: હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલ બધો જ હાનિકારક કચરો સાફ થઈ જાય છે, જેના પરિણામે ફેફસા, લીવર, આંતરડા, હૃદય, હાડકા ને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખે છે, હૂંફાળું પાણી પીવાથી શરીરની બઘી જ નસો માં લોહીનું પરિવહન ખુબ જ સારું થાય છે. જેથી નસો માં બ્લોકે જ થતા અટકે છે. ગળામાં, છાતીમાં, કે ફેફસામાં જામેલ કફને છૂટો કરવામાં મદદ કરે છે.
ઓટમીલ: ઓટમીલમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. આ માટે જો તમે સવારે ખાલી પેટ ઓટમીલ ખાઓ છો તો તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે વજન ને નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે, આ માટે જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તવા લોકો એ ઓટમીલનો સમાવેશ કરવો જોઈએ. તે પેટના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે.
પપૈયા: સવારે નાસ્તામાં પપૈયું ખાવું જોઈએ. તે પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે, જેથી પેટ સંબધિત દરેક સમસ્યાને દૂર કરી શકાય છે, પેટની વધી ગયેલ ચરબીને ઓછી કરવા માટે પણ પપૈયા નું સેવન કરી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી તેને નિયત્રંણ માં રાખે છે જેથી તે હૃદયે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.