આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ બેદરકારક થઈ ગયા છે, તો કેટલાક સચેત પણ થઈ ગયા છે, તમને જણાવી દઉં કે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાથી વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખી શકે છે.
જે આજના આધુનિક યુગમાં ખુબ જ જરૂરી છે, પરંતુ વ્યક્તિની એવી કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે અનેક પ્રકારની બીમારીઓના શિકાર બનતા હોય છે. જે વ્યક્તિની ખાવાની ખરાબ કુટેવ હોય કે પછી જીવ જીવવની વ્યસ્ત જીવન શૈલી હોઈ શકે છે, જેમાં વ્યક્તિ પોતાના શરીરનું ઘ્યાન પણ રાખી શકતા નથી.
દરેક વ્યક્તિ ની ઈચ્છા એવી હોય છે કે તે હંમેશા માટે સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહે. આ માટે સતત કેટલાયે પ્રયત્નો કરતા રહેતા હોય છે. પરંતુ કેટલીક લાપરવાહી અને જાણકારી ના અભાવના કારણે કેટલીક નાની મોટી ભૂલ કરતા હોય છે જેના કારણે અનેક પ્રકારના રોગોથી પીડાતા જોવા મળે છે.
આજે વ્યક્તિ સવારે ઉઠે ત્યાર થી જ ભાગદોડ કરવાનું શરૂ કરી દેતા હોય છે, પરંતુ તેવામાં જો વ્યક્તિ દિવસ ની શરૂઆત થી જ કેટલીક ભૂલ કરી બેસે છે તો તેની અસર આખા દિવસ દરમિયાન જોવા મળતી હોય છે.
આ માટે આજે અમે તમને એવા કેટલાક કામ વિષે જણાવીશું જેને સવારે ઉઠ્યા પછી ચોક્કસ કરવા જોઈએ, જેના થી દિવસની શરૂઆત પણ સારી રહેશે, આ સાથે વ્યક્તિ આખા દિવસ દરમિયાન ફ્રેશ મહેસુસ કરશો.
આ માટે સૌથી પહેલું કામ સવારે ઉઠીને હૂંફાળું પાણી પીવાનું કરવાનું છે. જો તમે હૂંફાળું પાણી સવારે પીવો છો તો તેના ઘણા બધા ફાયદાઓ .થાય છે, આ માટે જયારે તમે હૂંફાળું પાણી પીવો છો તો સવારે નીચે બેસીને ધુંટડે ધુંટડે પીવાનું છે.
જો તમે આ રીતે સવારે હૂંફાળું પીવાનું રાખશો તો શરીરમાં રહેલ બઘા જ વધારાના કચરા સહીત હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ પણ કરશે. જેથી પેટ સંબંધિત અનેક પ્રકારના રોગો દૂર થાય છે. આ સાથે ફેફસા અને આંતરડા પણ સાફ રહે છે.
રોજે સવારે હૂંફાળું પાણી પીવાનું રાખશો તો પેટની વધી અયેલ બધી જ ચરબીને ઘીરે ઘીરે દૂર કરવામાં મદદ કરશે.જેથી વજન પણ કંટ્રોલમાં રહેશે, આ ઉપરાંત લોહીમાં આવતા અવરોધને દૂર કરી લોહીના પ્રવાહને પણ સુધારવામાં મદદ કરે છે.
ત્યારબાદ 10 મિનિટ પછી બ્રશ કરવો જોઈએ, રોજે બ્રશ કરવાથી દાંત એકદમ સાફ રહે છે. આ સાથે મોઢામાં આવતી દુર્ગધ પણ દૂર કરી શકાય છે. આ માટે બીજું કામ રોજે બ્રશ કરવાનું કરવાનું છે. ઘણા લોકો ઉતાવરમાં જ બ્રશ કર્યા વગર બહાર નીકળી જતા હોય છે. પરંતુ દાંતને સારી રીતે સાફ કરવાથી બેક્ટેરિયા નાશ પામે છે અને દાંત સાફ અને ચોખ્ખા રહે છે.
હવે પછી ત્રીજું કામ કરવાનું છે તે હળવી એક્સરસાઇઝ કરવાની છે, રોજે સવારે 30-40 મિનિટ સુધી હળવી કસરત યોગા અને વોકિંગ કરવાથી શરીરંબે જરૂરી ઉર્જા પ્રદાન થાય છે, આ સાથે હાડકા, માંશપેશીઓ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
જો તમે નિયમિત પણે આ ત્રણ કામ કરશો તો આજીવન માટે શરીરમાં થતા મોટાભાગના દરેક રોગો નાશ કરશે અને અનેક બીમારી સામે લડવાની શક્તિ પ્રદાન કરશે.