આ ફળ ખુબ જ સ્વાદિષ્ટ છે. આ ફળ ખાવામાં ખોટો મીઠો હોય છે. આ ફળ નારંગી તરીકે ઓળખાય છે. આ ફળ ખાવું આરોગ્ય માટે ખુબ સારું છે. આ ફળનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.આ ફળમાં વિટામિનથી ભરપૂર છે.
નારંગી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આ ફળમાં કેલ્શિયમ, વિટામિન-સી, ફાયબર પોટેશિયમ,વિટામિન-એ, વિટામિન-ઈ ભરપૂર મળી આવે છે.
આ ફળનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. બદલાતી ઋતુમાં નારંગી ખાવી ઉત્તમ માનવામાં આવે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં માં નારંગી ખાવાના ફાયદા વિશે જણાવીશું.
ઈમ્યુનિટી વધારે : ઇમ્યુનીટી વધારવા માટે આ ફળનું સેવન કરવું જોઈએ. આ ફળમાં રહેલ વિટામિન-સી ઈમ્યુનિટી મજબૂત બનાવી શકાય છે. જેથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. લીંબુના જેમ જ નારંગી ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.
ડાઈજેસન : શરીરની પાચન ક્રિયા સુધારવા માટે આ ફળ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. નારંગીમાં ફાયબરનું પ્રમાણ સારું હોય છે. જે આંતરડા અને પેટને સ્વસ્થ રાખે છે. માટે આ ફળનું નિયમિત સેવન કરવાથી ડાઈજેસન મજબૂત બને છે.
કફ અને શરદી : આમ રહેલ વિટામિન-સી જેના કારણે ઇમ્યુનીટી મજબૂત થાય છે. જેથી શરદીમાં રાહત થાય છે. આ ફળના રસનાં સેવન થી કફ ને પતલો કરીને શરીરની બહાર નીકળે છે. જેથી ખાંસીમાં પણ ઘણી રાહત થાય છે.
બ્લડપ્રેશર : હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે આ ફળનું સેવન કરવું જોઈએ. આમ પોટેશિયમની માત્રા વધારે હોય છે જે બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે. જેથી આ ફળ ખાવું લાભ.દાયક છે.
આંખોને તેજ કરવા : આ ફ્રૂટ માં વિટામિન-એ સારી માત્રામાં આવેલ છે. જે આંખોની રોશની માં વધારો કરે છે. જો તમારી પણ આંખોની દ્રષ્ટિ નબળી થઇ ગઈ હોય તો નારંગી અવશ્ય ખાવી જોઈએ. જેથી આંખો તેજ થાય.
વજન ઓછું કરવા : આ ફ્રૂટ ખાવાથી વજન ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમાં ફાયબરની માત્રા વધારે હોવાથી ભૂખ ઓછી લાગે છે. જેથી તમે વજન ને કંટ્રોલમાં લાવવા માટે નારંગીનું સેવન કરવું જોઈએ.
કેન્સર : આ ફ્રુટના સેવન થી કેન્સર જેવી મોટી બીમારીમાં ઘણી ફાયદાકારક છે. આ ફ્રૂટમાં ડી- લીમોનેન નામનું મહત્વ પૂર્ણ તત્વ આવેલ છે. જે બ્રેસ્ટ કેન્સર, કેન્સર, સ્કિન કેન્સર સામે લાડવા માટે સક્ષમ છે. માટે એનું નિયમિત રૂપે સેવન કરતુ રેવું જોઈએ.
સ્કિન પ્રોબ્લમ : સ્કિનને હેલ્ધી રાખવા માટે આ ફ્રૂટ નું સેવન કરવું જોઈએ. આમાં રહેલ વિટામિન-સી અને બીટાકેરોટીન જેવા તત્વો સ્કિનના સેલ્સને ડેમેજ થતા બચાવવામાં મદદરૂપ થઈ છે.અને ચહેરા પરની કરચલી દૂર કરે અને સ્કિન ને પ્રોટેક્શન પૂરું પડે છે.
વાળ માટે : આ ફ્રુટનું સેવન કરવાથી વાળને મુલાયમ બનાવી શકાય છે. અને જો તમે નારંગીના રસને વાળ પર લગાવો તો વાળ ખરતા અટકે છે અને વાળ મજબૂત થાય છે. તો સો પ્રથમનારંગીનો રસ કાઢો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરી લો. ત્યારબાદ તેને વાળ માં લગાવીને થોડી વાર રહેવા દો ત્યારબાદ વાળ ને ધોઈ લો. આમ કરવાથી તમારા વાળ મજબૂત અને સ્ટ્રોંગ થશે.