રોગી અને નિરોગી સૌ કોઈ માટે મોસંબીને સર્વ શ્રેષ્ઠ માનવમાં આવે છે. મોસંબીનો રસ ગુણકારી હોવાથી મોસંબીનો જ્યુસ નિયમિત પણે પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મોસંબી ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન રહેલું હોય છે. મોસંબીના જ્યૂસ થી થતાં ગજબ ના ફાયદાઓ વિશે જાણીએ.
(૧) રોગ પ્રતિકારક શક્તિ વધારે : કોઈ પણ દર્દીને મોસંબીનો જ્યૂસ પીવડાવવામાં આવે તો તેને કોઈપણ બીમારીમાં તરત જ રાહત થઈ જાય છે. (૨) પાચનશક્તિ સુધરે : નાની ઉંમરના જો કોઈ કે મોટી ઉંમરના વડીલો જેમની પાચનશક્તિ સાવ નબળી હોય તેમને એક ગ્લાસ મોસંબીનો જ્યૂસ પીવાથી સો ટકા તેમની પાચનશક્તિ મજબૂત બની જશે.
(૩) કબજિયાત મટાડે : જે કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે મોસંબી નું જ્યૂસ રામબાણ ઈલાજ સાબિત થાય છે. (૪) થાક અને કમજોરી દૂર કરવા : આપણાં શરીરમાં શારીરિક નબળાઈને કારણે ઉત્પન્ન થયેલ થાક દૂર થાય અને સાથે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે.
માટે આપણે નિયમિત પણે મોસંબીનો જ્યૂસ પીવો જોઈએ. (૫) સ્કીન પ્રોબ્લેમને દૂર કરે : કોઈપણ જાતની ત્વચા સંબંધિત બિમારી ને સારી કરવા માટે અને ચહેરા પર ગ્લો લાવવા માટે મોસંબીનો જ્યૂસ પીવો સૌથી વધારે ફાયદાકારક છે.
(૬) વાળની સમસ્યા દૂર કરવા માટે: વાળ ની સમસ્યા ને દૂર કરવા મોસંબીનો જ્યૂસ પીવું જોઈએ. મોસંબીનો જ્યૂસ પીવાથી વાળ લાંબા અને મજબૂત બને છે. (૭) સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા : સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાથી શરીરને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે મોસંબીનો જ્યૂસ સૌથી બેસ્ટ ગણાય છે.
(૮) શરદી ઉધરસ અને તાવ માટે : રોજ એક ગ્લાસ મોસંબીના જ્યુસમાં ચાર-પાંચ ટીપાં આદું અને થોડું નમક નાખી પીવાથી શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓને દૂર કરે છે.
(૯) હ્રદયને મજબૂત કરવા : મોસંબીનો જ્યૂસ પીવાથી હ્રદયને મજબૂત રાખે છે. આપણું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા માટે મોસંબીનો જ્યૂસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
(૧૦) અનિદ્રાની સમસ્યા : જો તમને અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો મોસંબીનો જ્યૂસ પીવાથી ઉંગ આવવાની સમસ્યા દૂર થાય છે.
(૧૧) હાડકાં મજબૂત કરવા : મોસંબીનો જ્યૂસ પીવાથી હાડકાં ખુબજ મજબૂત બને છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે મોસંબી ની અંદર રહેલ કેલ્શિયમ આપણાં હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે.