વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બેઠાળુ જીવન હોવાના કારણે ઘણા લોકો મોટાપાના શિકાર બનતા હોય છે, શરીરમાં જયારે પણ મોટાપો દેખાવા લાગે છે ત્યારે વ્યક્તિનું શરીર અને તેનો દેખાવા પણ ખુબ જ બદલાઈ જતો હોય છે.
મોટાભાગે લોકો મોટાપો ઓછો કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, જેમકે ઘણા લોકો દિવસમાં એક જ વખત હોય છે, ઘણા લોકો જિમ માં કસરત કરવા જતા હોય છે, ઘણા લોકો વધુ માં વધુ ઉપવાસ કરવા જેવા ઘણા બધા પ્રયત્નો મોટાપો દૂર કરવા માટે કરતા હોય છે.
શરીરમાં મોટાપા વધાવાનુ સૌથી મોટું કારણ આપણે પોતે જ જવાબ હોઈએ છીએ. જેમ કે ભોજન કર્યા પછી સુઈ જવું, ચરબી યુક્ત ખોરાક વધુ ખાવો, પાઉં વાળી વસ્તુઓ ખવાઈ, વધુ ભારે અને એક સાથે વધુ ખોરાક લેવો, પરિશ્રમ ના કરવો, ખોરાક લીઘા પછી વધુ સમય સુઘી બેસી રહેવું જેવા ઘણા બધા કારણો હોય છે.
મોટાપાની સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ખુબ જ આસાનીથી વજન ઓછું કરવામાં મદદ મળશે. મોટાપો દૂર કરવા માટે જિમ માં જવું ના હોય તો આ ટિપ્સ ખુબ જ અસરકારક સાબિત થશે.
મોટાપો ઘટાડવાની ટિપ્સ:
શારીરિક ક્રિયા કરવી: મોટાપો ને વધતા અટકાવવા અને મોટાપાને દૂર કરવા માટે દિવસ દરમિયાન વધુ માં વધુ પરિશ્રમ કરવું જોઈએ. આ માટે રોજે સવારે હળવી કસરત, યોગા, વોકિંગ અને જોકિંગ કરવું જોઈએ. જે મોટાપાને દૂર કરવા માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.
દિવસ દરમિયાન સારી રીતે શારીરિક ક્રિયા કરવાથી ખોરાક સારી રીતે પચાવામાં મદદ કરે છે, અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે જેના કારણે પેટમાં ચરબીનું પ્રમાણ પણ વધતું અટકે છે. આ માટે મોટાપો હોય તેવા લોકોએ શારીરિક ક્રિયા કરી શકે છે.
વઘારે પાણી પીવું: શરીરના દરેક અંગોને પાણીની જરૂરિયાત હોય છે. પાણી વધુ પીવાના કારણે મંદ પડેલ જઠરાગ્નિ ની કાર્ય કરવાની ક્ષમતામાં વઘારો કરે છે. જેના કારણે મોટાપાની સમસ્યાને દૂર કરી શકાય છે. જો તમે દિવસ દરમિયાન 10 ગ્લાસ સાદું પાણી અને સવાર સાંજ એક એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું શરુ કરો તો ચોક્કસ મોટાપો કરી શકાય છે.
ઓછું ખાવું: જો તમને મોટાપો ની સમસ્યાથી વધુ પરેશાન છો તો તમે જયારે પણ ભોજન કરવા બસો તેના 5 મિનિટ પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ અને ભોજન પણ એક નાની ડીશ માં જ લેવું જેથી ખોરાક ઓછો ખવાય જેથી મોટાપો ઘીરે ઘીરે ઓછો થઈ જાય છે.
મોટાપો આજના સમયમાં ઘણા લોકોમાં જોવા મળે છે જેને કંટ્રોલમાં લાવવા માટે ચરબી યુક્ત અને મેંદા વાળી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. આ ઉપરાંત તમે રાતે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પી જાઓ છો તો વજન ખુબ જ આસાનીથી ઓછું થઈ મોટાપો દૂર થાય છે.