આજના સમયમાં ખાવાની ખરાબ ટેવના કારણે લોકો મોટાપાના શિકાર ખુબ જ વધુ થવા લાગ્યા છે, તેવામાં લોકો મોટાપાને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે, આ માટે આજે અમે તમને મોટાપાની સમસ્યાને દૂર કરી વજન ને ઓછું કરવાની ટિપ્સ જણાવીશું.

હાલના આધુનિક સમયમાં ખુબ જ ટેક્નોલોજીની વિકાસ થઈ ગયો છે, તેવામાં કોમ્યુટર, લેપટોપ, મોબાઈલ, કસરતના સાધનો, મશીનરી ખુબ જ વધુ માત્રામાં જોવા મળી રહી છે, તેવાં આપણું કોઈ પણ કામ ખુબ જ આસાનીથી બેઠા બેઠા જ પૂરું થઈ જાય છે.

જેના પરિણામે આપણે ખાધેલ ખોરાક પચાવી શકતા નથી અને ચરબી વધ્યા કરે છે, પરિણામે મોટાપાની સમસ્યા સર્જાય છે, જેને દૂર કરવા માટે લોકો જીમના સાઘનોનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે જે મોટાપાથી પીડાય છે પરંતુ જીમમાં જતા હોતા નથી.

ઘણા એવા લોકો છે જે બહારનું ખાવાનું વઘારે પસંદ કરે છે સતત બહારના જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવાથી મોટાપો વધે છે અને અનેક બીમારીઓથી શરીર ઘેરાવા લાગે છે. પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ખુબ જ આસાનીથી વજન ને ઓછું કરી શકશો.

મોટાપો દૂર કરવાની ટિપ્સ:
વઘારે પાણી પીવો: આપણા શરીરના દરેક અંગોનો પાણીની જરૂર પડે છે વધારે પાણી પીવાથી મંદ પડી ગયેલ જઠરરાગ્નિની કાર્ય ક્ષમતામાં વધારો થાય છે જેથી ખોરાકને ઝડપી પચાવવા મદદ કરે છે માટે એક દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, તેના થી વધુ પીવાય તો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. જો વધુ પાણી પીવામાં આવે તો શરીરનો બધો જ વઘારાનો કચરો દૂર થઈ જાય છે. આ ઉપરાંત રોજે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીનો સમાવેશ કરો. જે મોટાપો દૂર કરવા મદદ કરશે.

શારીરિક ક્રિયા કરવી: આપણા શરીરને સક્રિય બનાવવા માટે રોજે હળવી કસરત, યોગા, વોકિંગ, જોગિંગ કરવું જોઈએ, જેથી આપણી શરીરના દરેક અંગો યોગ્ય રીતે કામ કરે અને આપણા પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેથી આપણે જે ખોરાક ખાઈએ તેને ઝડપી પચવામાં મદદ કરે છે અને ચરબીનું પ્રમાણ ઓછું કરે છે જેથી મોટાપો ઓછો થવા લાગે છે. રોજે શારીરિક ક્રિયા કરવાથી ફેટ બર્ન થાય છે.

બહારનો ચરબી યુક્ત ખોરાક ટાળો: ચરબી અને મોટાપાની સમસ્યા દૂર કરવા માટે બહારના ચરબી યુક્ત દરેક ખોવાના બંધ કરવા જોઈએ આ સિવાય રાત્રિનું ભોજન હળવું અને 8 વાગ્યે લઈ લેવું જોઈએ. રાતે ભોજન પછી એક બે કિલોમીટર ચાલવું જોઈએ, જે મોટાપાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

ત્રિફળા ચૂરણ: મોટાપાને દૂર કરવા માટે આપણે આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવા ત્રિફળા ચૂરણનું સેવન કરવું જોઈએ. જે વજન ને ઓછું કરવામાં ખુબ ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પીવું જોઈએ, જે ચરબીને ઓગાળીને મોટાપાની સમસ્યા દૂર કરી શકે છે.

ત્રિફળા ચૂરણ લેવાથી ડાયજેશન સિસ્ટમમાં સુધારો થાય છે, જે આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયાને સક્રિય કરે છે અને પેટને લગતી દરેક બીમારીમાં ત્રિફળા ચૂરણ રામબાણ સાબિત થશે. મોટાપાને દૂર કરવા માટે પહેલા ડાયજેશન સુધારવું જોઈએ આ માટે ત્રિફળા ચૂરણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે વજન વઘવાની સમસ્યાને દૂર કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *