આજની માહિતીમાં તમને એક એવા મુખવાસ વિષે જણાવીશું જે મુખવાસ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને શરીર માટે ખુબજ ફાયદાકારક છે. બજારમાં ઘણા બધા મુખવાસ મળે છે પરંતુ તેમાંથી મોટાભાગના મુખવાસ ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, શરીરમાં એ મુખવાસ ખાવાથી કોઈ ફાયદો થતો નથી.
પરંતુ અહીંયા જે મુખવાસ વિષે જણાવીશું એ મુખવાસ સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરમાટે ફાયદાકારક સાબિત થાય છે. આ મુખવાસ જમ્યા પછી એક ચમચી ખાવાથી શરીરની તકલીફો જેવી કે સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ તકલીફ દૂર થઇ જાય છે.
આ મુખવાસમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે આથી કેલ્શિયમની જે લોકોને ઉણપ છે અને કેલ્શિયમની ગોળીઓ ખાય છે તેવા લોકો આ મુખવાસ ખાઈને કેલ્શિયમની ગોળીઓ ખાવાથી છુટકાળો મેળવી શકે છે. આ મુખવાસ બનાવીને તમારે આખું વર્ષ જમ્યા પછી એક ચમચી ખાવાની છે.
આ મુખવાસ ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ કે એસીડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ મુખવાસ ખાઈને તમે પેટની 99% તકલીફો દૂર કરી શકો છો. આ મુખવાસ જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે અથવા તો જે લોકોનો ખોરાક વ્યવસ્થિત પચતો નથી અને કબજિયાત કે ઝાડા ની તકલીફ થતી હોય છે તેવા લોકો માટે ખાસ રામબાણ સાબિત થાય છે.
તો ચાલો જાણીએ આ મુખવાસ ઘરે કેવી રીતે બનાવવો અને આ મુખવાસ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. મુખવાસ બનાવવાની રીત: સૌ પ્રથમ મુખવાસ બનાવવા જે વસ્તુનો ઉપયોગ કરવાનો છે તે વસ્તુ માં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ વસ્તુ હાડકાની સમસ્યા કે હાડકાને લગતી જોઈ નાની મોટી તકલીફને દૂર કરે છે.
આ વસ્તુમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું છે આ સાથે શરીરમાં જે તત્વોની ઉણપ છે જે તત્વોની ઉણપને પણ દૂર કરે છે. એટલે કે અહીંયા સૌ પ્રથમ વસ્તુ લેવાની છે તલ .આ તલ એટલે કે સફેદ અને કાળા તલ. આ બંને તલ તમને જુદી જુદી શરીરમાં ફાયદો કરાવે છે
આ તલનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે તે વિષે જાણીએ તો કાળા તલ તમારે 25 ગ્રામ અને સફેદ તલ 25 થી 40 ગ્રામ જેટલા લેવાના છે. સફેદ અને કાળા તલને આટલા પ્રમાણમાં લઇ તેને ગેસ પર તલ દાજી ન જાય તે રીતે શેકવાના છે અને એક વાસણમાં લેવાના છે.
આ મુખવાસમાં બીજી વસ્તુ લેવાની છે વરિયાળી. 25 થી 40 ગ્રામ જેટલી વરિયાળીનો ઉપયોગ આ મુખવાસ બનાવવા કરવાનો છે. વરિયાળી લઇ તેને શેકી અને શેકેલા તલ સાથે વાસણમાં મિક્સ કરી દો. હવે ત્રીજી અને છેલ્લી વસ્તુ એટલે કે અજમો આ મુખવાસમાં નાખવાનો છે.
તમારામાંથી ઘણા લોકોને અજમાનું નામ પસંદ નહીં હોય અથવા તો અજમો ભાવતો નહીં હોય. પરંતુ તમારે આ મુખવાસ બનાવવા 100% અજમાનો ફરજીયાત ઉપયોગ કરવાનો છે. અજમાને 10 થી 20 ગ્રામ લઇ તેને શેકી અને મિક્સ કરેલા તલ અને વરિયાળીના મિશ્રણમાં મિક્સ કરી દો.
આ ત્રણેય વસ્તુને એક ડબ્બામાં મિક્સ કરીને ભરી દો. તમે આ મુખવાસનો બરણીમાં પેક કરીને પણ મૂકી શકો છો. આ મુખવાસનો તમારે જમ્યા પછી દરરોજ ભૂલ્યા વગર એક ચમચી ખાઈ લેવાનો છે. જમ્યા પછી આ મુખવાસ એક ચમચી ખાવાથી સાંધાના દુખાવા, નબળી પાચનશક્તિ અને હાડકા ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર જાય છે.
