આજે તમને મુલતાની માટીનો એક દેશી પ્રયોગ વિષે જણાવીશું જેના ઉપયોગથી જે લોકો પોતાના ચહેરાથી લઇને ચિંતિત હોય, જે યુવાનો હોય અને ખાસ કરીને જે લોકો પોતાનો ચહેરો ચમકાવવા માટે અવનવા પ્રયત્નો કરે છે આ સાથે બહેનો જે બજારમાંથી અવનવી પ્રોડક્ટ લાવીને ઉપયોગ કરીને ચહેરાને ચમકાવવા માંગે છે તેમના માટે આ પ્રયોગ છે.
ઘણા લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટ લાવીને ઉપયોગ કરતા હોય છે, બજારમાં ઘણા બધા ફેસવોસની જાહેરાતો આવે જેવી કે એક જ દિવસમાં તમારા ચહેરાને ચમકાવો વગેરે પરંતુ આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે માત્ર થોડાજ દિવસ સુંદર દેખાઈ શકો છો.
ઘણી વાર બજારુ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરવાથી તમારો ચહેરો બગડી પણ શકે છે. પ્રાચીન સમયમાં ચહેરાની ચમક માટે લોકો ખાસ કરીને ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે જે સૌથી અસરકારક હોય છે. આ સિવાય મુલતાની માટી એ પણ એક કુદરતી વસ્તુ છે જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે.
ઘણા લોકોને ખીલની સમસ્યા, ચહેરા પર ઘાડ઼ પડી જવા, ચહેરા પર ખાડા પડી જવા વગેરે સમસ્યા જોવા મળે છે પરંતુ જો મુલતાની માટી એક એવી વસ્તુ છે જે આ બધી સમસ્યાથી છુટકાળો મળી જાય છે. મુલતાની માટી એ કુદરતી માટી કહી શકાય છે.
અહીંયા તમને મુલતાની માટીનો એક એવો પ્રયોગ બતાવીશું જેના ઉપયોગ થી તમે બજારની બધી જ વસ્તુઓ ફેસવોસ, ક્રીમ વગેરે ભૂલી જશો. મુલતાની માટીનો આ પ્રયોગ કરીને તમે માત્ર બે થી ત્રણ દિવસમાંજ તમે જાતેજ તેના પરિણામ જોઈ શકશો.
મુલતાની માટી બે રૂપમાં મળે છે જેમાં એક પ્રકારની કુદરતી માટી જે પાઉડરના રૂપમાં અને બીજી એક ટુકડાના રૂપમાં મળી રહે છે. પાઉડરના રૂપમાં સૌથી સારી માટી તમને આયુર્વેદિક સ્ટોરમાંથી મળી રહે છે. ટુકડાના રૂપમાં મળતી આ માટીને પલાળી રાખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
અહીંયા તમને પાઉડરના રૂપમાં આવતી મુલતાની માટી વિષે પ્રયોગ જણાવીશું. તો ચાલો જાણીએ મુલતાની માટીનો દેશી પ્રયોગ. સૌ પ્રથમ એક વાટકીમાં એક થી બે ચમચી મુલતાની માટી લેવાની છે. ત્યારબાદ તેમાં એક થી બે ચમચી ગાયનું દૂધ ઉમેરવાનું છે. દેશી ગાયનું દૂધ હોય તો વધુ સારું રહે છે.
ત્યારબાદ તેમાં 4 થી 5 ટીંપા ગુલાબજળના ઉમેરવાના છે. જો તમારી પાસે ગુલાબજળ ના હોય તો તમે તને સ્કિપ કરી શકો છો. ત્યારબાદ તેમાં એક ચપટી હળદર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી એક ફેસપેક બનાવી લો. આ ફેસપેકને તમારે સવારે કે રાત્રે સુતા પહેલા લગાવી લેવાનું છે. ત્યારબાદ 30 મિનિટ પછી તેમારા ચહેરાને પાણીથી ધોઈ લેવાનો છે.
મુલતાની માટીનો ઉપયોગ કરવાથી તમારો ચહેરો સોફ્ટ અને ચમકદાર બની જશે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ,કાળા ડાધ વગેરે દૂર થઇ અને તમારો ચહેરો દૂધ જેવો ધોળો અને ચમકવા લાગશે.
આ એકદમ સરળ પ્રયોગ છે જે દરેક લોકો કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે અને તમારા માટે મદદરૂપ સાબિત થશે.