આપણા શરીર માટે લીલા નારિયેળનું પાણી ખુબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ અને ખનીજ પણ સારી માત્રામાં મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે.
નારિયેળનું પાણી પીવાથી પેશાબમાં થતી બળતરા પણ દૂર થાય છે. સાથે ઘણા લોકોને કિડનીમાં પથરીની સામસ્યા રહેતી હોય છે તેમના માટે પણ લીલા નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્જાઈમ પણ મળી આવે છે.
માટે આપણે નારિયેળના પાણીનું સેવન કરવાથી આપણા આરોગ્યને અનેક સ્વાસ્થ્ય લાભ પણ થઈ શકે છે. નારિયેળ પાણીનું સેવન વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. હવે અમે તમને નારિયેળનું પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું.
વજન ઓછું કરે: આ લીલા નારિયેળમાં ઓછી કેલરી હોય છે. આ પાણીનું સેવન કરવાથી પેટ ભરેલું હોય તેવું લાગે છે. જેથી ભૂખ લગતી નથી. પાણીનું સેવન ચરબીને ઓગાળે છે અને વજન ને વઘવા નથી દેતું, માટે વજન ઘટાડવા માટે લીલા નારિયેળનું પાણી પીવું ઉત્તમ માનવામાં આવે છે. માટે 21 દિવસ સતત રોજે એક પી જાઓ વજન સડસડાટ ઉતરશે.
ડાયજેશન સુઘારે: લીલા નારિયેળમાં મળી આવતા ડાયેટરી ફાયબર ડાયજેશન સિસ્ટમને સુઘારવામાં મદદ કરે છે. જેથી પાચન શક્તિ મજબૂત થાય છે અને કબજિયાત, અપચો, ગેસ, એસીડીટીની સમસ્યામાં ઘણી રાહત મળે છે.
ત્વચામાં ચમક લાવે: કુદરતી રીતે મળી આવતા લીલા નારિયેળના પાણીનું સેવન કરવાથી સ્કિનના સેલ્સ હાઈડ્રેટ રહે છે. જેથી સ્કિનને લગતી સમસ્યા દૂર થાય છે, માટે અઠવાડીયામાં બે વખત કુદરતી રીતે મળી આવતું આ પાણીનું સેવનથી ચહેરા પર નેચરલી ગ્લો અને ચમક આવશે. જે વૃદ્ધા વસ્થાના ચિન્હો દૂર કરી 55 વર્ષની ઉંમરે પણ જુવાન અને સ્પૂર્તિવાન રાખવામાં મદદ કરે છે.
શરીરનો કચરો બહાર નીકાળે: શરીરમાં રહેલ ટોક્સિન ને બહાર નીકાળવા માટે સતત ત્રણ દિવસ એક એક નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો હોય તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે. જેથી આપણા શરીરમાં કિડની અને લીવર સ્વસ્થ રહે છે.
માથાનો દુખાવો દૂર કરે: નારિયળ પાણીનું સેવન કરવાથી આખું શરીર હાઈડ્રેટ રહે છે. માટે શરીરમાં ડિહાઈડ્રેશનના કારણે થતા માથાના દુખાવા દૂર થાય છે. આ પાણી મગજને શાંત કરે છે, જેથી મૂડને સુઘારી તાજગી ભર્યું રાખે છે.
બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે: આ નારિયેળ પાણીમાં શ્રી માત્રામાં પોટેશિયમ મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે અઠવાડિયામાં બે વખત સેવન કરવાથી ઘણો ફાયદો મળશે.
હાડકાને મજબૂત બનાવે:લીલા નારિયેળ પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મિનરલ્સ જેવું પોશાક તત્વો ખુબ જ વધુ માત્રામાં મળી આવે છે, માટે તેનું સેવન કરવાથી હાડકાની કમજોરીને દૂર કરી હાડકાને મજબૂત બનાવે છે.
પથરીની સમસ્યા: પથરીની સમસ્યમાં લીલા નારિયેળના પાણીનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કિડની ની પથરી હોય તો દિવસમાં બે લીલા નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. એવું ત્રણ દિવસ સતત કરવાથી પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળી દેશે. માટે પથરીની સમસ્યા થાય ત્યારે લીલા નારિયેળના પાણીનું સેવન કરી શકાય છે.
અઠવાડિયામાં બે વખત લીલા નારિયેળના પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી આપણા શરીરમાં અનેક વાયરલ ઈન્ફેક્શન જેવા રોગો દૂર થાય છે.