મોટાભાગના દરેક લોકોને સુતા સમયે નાકમાંથી અવાજ આવવાની સમસ્યા છે. જેથી બાજુમાં સુતેલા વ્યક્તિને અવાજ આવવાથી ઉંઘ વામાં પરેશાની થાય છે. ઊંઘ આવેલી પણ ઉડી જાય છે. આ નાકમાંથી નીકળતા અવાજ ને નસકોરા, ઘરાતા ના જેમાં નામે ઓળખવામાં આવે છે.
આ સમસ્યાના કારણે ઊંઘ બગડે છે. નસ્કોરાનો અવાજ આવે ત્યારે ગાળાના ઝડબા ગર્જના કરવા લાગે છે. જણા કારણે અવાજ નીકળવાનું ચાલુ થઈ જાય છે. જયારે ઊંઘ આવે ત્યારે નાકમાંથી અને મોઢા માંથી અવાજ આવવાનું ચાલુ થઈ જાય છે. જયારે તમે શ્વાસ અંદર લો અને બહાર કાઢો ત્યારે નસકોરા બોલવાનું ચાલુ થાય છે.
જયારે તે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠી જાય તો તેને ગળામાં બળતરા ની સમસ્યા થાય છે. ઘણા લોકો એવું મને છે કે નસકોરા નો કોઈ પણ ઈલાજ છે જ નહીં. પરંતુ નસકોરાને રોકવા માટે અનેક ઉપાયો છે. તો ચાલો જાણીએ તેના ઉપાય વિશે. એમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવી જોવો.
નસ્કોરાની સમસ્યા શ્વાસ બરાબર ના લેવાતો હોય ત્યારે થાય છે. જયારે શ્વાસ લેવામાં અટકાય થાય છે ત્યારે ગળા અને નાકમાં ગાજવા લાગે છે. જેના કારણે નસકોરા બોલવાની સમસ્યા થતી હોય છે.
દીવેલ : સૂતા પહેલા દરરોજ નાકમાં ગરમ દીવેલના 2-2 ટીપા નાખીને ઊંઘવાથી નાકમાંથી આવતો નસકોરા અવાજ બંઘ થઈ જશે. એરંડાનું તેલ નાખવાથી પણ નસકોરા બંધ કરવામાં ફાયદાકારક છે.
ફુદીના : એમાં ઘણા બઘા પોષક તત્વો આવેલા છે. જે ગાલમ આવેલ સોજાને દૂર કરવાનું કામ કરે છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં ફુદીના ના પાન નાખીને ઉકાળવું, ત્યારબાદ થોડું ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પીવાથી આ સમસ્યા થોડાજ દિવસમાં દૂર થઈ જશે.
લસણ : લસણ નાકમાં રહેલ કચરાને દૂર કરે છે. જો વ્યક્તિને પ્રાકૃતિક વાતાવરણ ના કારણે નસકોરા બોલે છે ત્યારે લસણ તેને શાંત કરવાનું કામ કરે છે. લસણ બ્લોક નસોને ખોલવાનું કામ કરે છે.લસણ નું સેવન કરવાથી શ્વસન તંત્ર સારું થાય છે. પાણીંમાં 1 કે 2 કળી લસણ ની નાખીને પીવાથી નસ્કોરાનો અવાજ માં રાહત થાય છે અને સારી ઊંઘ પણ આવે છે.
હળદર : એન્ટી બાયોટિક અને એન્ટી સેપ્ટિક ગુણઘર્મો હળદરમાં રહેલ છે. જેથી નાક એકદમ સાફ થઈ જાય છે. હળદર શરીરમાં રહેલા ઝેરી જીવાણુ ને મારીને શરીરમાં રહેલ કચરો સાફ કરવામાં મદદ કરે છે. માટે દરરોજ રાત્રે દૂઘમાં હળદર નાખીને પીવાથી નસકોરા બોલવાનું બંધ થઈ જાય છે.
મઘ : મઘમાં રહેલા એન્ટી ઈન્ફ્લેમેંટ્રી ગુણધર્મો રહેલ છે જે નાકા અને ગળામાં આવેલ સોજાને મટાડે છે અને શ્વાસ લેવામાં આસાની રહે છે. માટે એક ગ્લાસ પાણીમાં મઘ ઉમેરીને પીવાથી ધણી રાહત થાય છે. અથવા રાત્રે સુતા પહેલા દૂધમાં 1 ચમચી મઘ નાખીને પીવાથી નસકોરાનો અવાજ બંધ થાય છે અને કફ, શરદી, ઉઘરસ માં પણ ઘણી રાહત આપે છે.
નાકમાંથી આવતા અવાજને દૂર કરવા જણાવેલ આયુર્વેદિક ઉપચાર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જયારે નસ્કોરાની સમસ્યા થાય ત્યારે આ ઉપાય અપનાવવાથી તેનું સચોટ નિરાકરણ આવશે. અને આપણી બાજુમાં સુતેલા વ્યકિતની ઊંઘ પણ બગડશે નહિ. આ ઉપાય કરવાથી ખુબ જ સારી ઊંઘ આવશે અને થાક ને નબળાઈ પણ દૂર થશે.