ઉંમર વધવાની સાથે સુંદર દેખાવાની દરેકની ઈચ્છા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને વધતી ઉંમરમાં પણ બોલિવૂડ અભિનેત્રીઓની જેમ જુવાન અને સુંદર દેખાવા માંગે છે પરંતુ આજનું પ્રદુષિત વાતાવરણ, ખરાબ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે, ત્વચા તેની કુદરતી ચમક ગુમાવવાનું શરૂ કરે છે.
ત્વચા પરની કુદરતી ચમક ઓછી થવાની સાથે ત્વચા પર નાની રેખાઓ અને કરચલીઓ દેખાવા લાગે છે અને તેનાથી મહિલાઓની સુંદરતામાં ઘટાડો થાય છે. પરંતુ મહિલાઓ ત્વચાની ચમક અને સુંદરતા ઓછી ન થાય અને કરચલીઓથી બચવા માટે ઘણા બધા પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
પરંતુ બજારુ પ્રોડક્ટથી લાવેલી ચમક થોડા સમય માટે જ રહે છે પછી તમારી ત્વચા પહેલા જેવી થઇ જાય છે. આ ઉપરાંત બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને લાંબા સમયે નુકશાન થાય છે કારણ કે તેમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે. પરંતુ જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકાવવા અને સુંદર દેખાવવા માંગતા હોય તો તમારે 3 કામ કરવાના છે. તો ચાલો જાણીએ
પહેલું કામ: જીવો ત્યાં સુધી જુવાન અને સુંદર ત્વચા મેળવવા માટે, સૌથી પહેલા સવારે ઉઠીને 1 ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. સવારે નવશેકું પાણી પીવાથી શરીરમાં અઢળક ફાયદાઓ થાય છે. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાથી તમારી ત્વચાના કુદરતી ચમકદાર આવવા લાગે છે સાથે સાથે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને પણ ખુબજ મોટો ફાયદો થાય છે.
આયુર્વેદ નિષ્ણાત પ્રમાણે ”ગરમ પાણી શરીરમાં શારીરિક કાર્ય સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગરમ પાણી પીવાથી શરીર સારી રીતે ડિટોક્સ થાય છે જેથી શરીરમાં રહેલો બધો ઝેરી કચરો દૂર થાય છે, જેના કારણે પેટ અને બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. દરરોજ આ પ્રયોગ સવારે કરવાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવે છે અને વૃદ્ધાવસ્થામાં પણ તમે યુવાન દેખાઈ શકો છો.
બીજું કામ : સવારે વહેલા ઉઠીને પાણી પીધા પછી તમારે બીજું કામ એ કરવાનું છે કે તમે રસોડામાં કામ કરતી વખતે અથવા બીજું કોઈ પણ કામ કરતી વખતે તમારા ચહેરા પર હળદરથી બનેલો ફેસ પેક લગાવો.
આ માટે દરરોજ સવારે સ્નાન કરતા પહેલા 1 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દૂધ અને 1 ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવીને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. પેસ્ટ લગાવીને ઘરનું કામ કરી લો અથવા તો થોડા સમય માટે પેસ્ટ લગાવીને રાખો.
જ્યારે પેસ્ટ સહેજ સુકાઈ જાય ત્યારે તેને ધીરે ધીરે માલિશ કરતા કરતા દૂર કરો. પછી સ્નાન કરતી વખતે તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. દરરોજ આવું કરવાથી તમારા ચહેરામાં કુદરતી ચમક પાછી આવી જશે આ ઉપરાંત તમે પહેલા કરતા ડબલ સુંદર અને જુવાન દેખાવા લાગશો.
તમને જણાવીએ કે હળદરમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે જે ત્વચામાં ગજબની ચમક લાવે છે અને દૂધ લેક્ટિક એસિડથી ભરપૂર હોય છે, તેથી તે ત્વચાની કુદરતી નમી જાળવી રાખે છે.
ત્રીજું કામ: ત્રીજું કામ તમારે સ્નાન કરતી વખતે કરવાનું છે. આ કામમાં તમારે સવારે સ્નાન કરતી વખતે સ્નાનના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરવાનો છે એટલે કે ન્હાવાના પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરવાનો છે અને પછી તે પાણીથી સ્નાન કરવાનું છે.
આ કામ દરરોજ કરવાથી, ત્વચા માત્ર ચમકશે જ નહીં, પણ તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહી શકો છો. આ સિવાય તમારી ત્વચા લાંબા સમય સુધી જુવાન રહી શકે છે કારણ કે લીંબુમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો રહેલા છે.
લીંબુ પાણીથી નિયમિત સ્નાન કરવાથી કરચલીઓ પણ ઓછી થવા લાગે છે અને તમારી વધતી ઉંમર પણ દેખાતી નથી. ઉપરાંત લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ બ્લીચિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. આ શરીરમાં રહેલા ડાઘ દૂર કરે છે.
તો અહીંયા જણાવેલ 3 સ્ટેપ જો તમે દરરોજ કરશો તો તમે હંમેશા માટે યુવાન અને સુંદર દેખાઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે.