અત્યારના સમયમાં નાની વયના લોકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકોને વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોને વાળ ખરે છે, ઘણા લોકોના વાળના બે ભાગ થવા તો ઘણા લોકો માથામાં કાંસકો ફેરવે ત્યારે એકસાથે વાળ નો જથ્થો કાંસકામાં જોવા મળે છે.
કેટલાક લોકોને ખુબજ ઓછા સમયમાં માથામાં ટાલ થઇ જાય છે. જો તમે પણ આમાંથી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો અહીંયા તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલ વાળ ખરવાની સમસ્યાના ઉપાય જણાવીશું. અહીંયા તમને વાળ ખરવાની સમસ્યા માટે ખૂબ જ ઇફેક્ટિવ અને અસરદાર ઉપાય જણાવીશું.
ઉપાય જણાવતા પહેલા વાળ ખરવાના કારણો વિષે જાણીએ, કે વાળ કયા કારણોથી ખરી શકે છે. જો શરીરમાં પ્રોટીનની ઉણપ થાય ત્યારે વાળ ખરવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે આ સાથે જ અમુક પ્રકારના વિટામિન અને પોષક તત્વોની ઉણપ થી પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે.
જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા હોય રહેતી હોય, તો તેના લીધે પણ વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. જો વધુ પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવામાં આવે તો પણ વાળ ખરતા હોય છે. સૌ પ્રથમ અહીંયા તમને એક આયુર્વેદિક ઉપાય બતાવીશું જે ઉપાય તમારે સવારે સ્નાન કરતા પહેલા કરવાનો છે.
આ ઉપાય નિયમિત રૂપે એક અઠવાડિયું કરવાથી તમારા વાળ ખરવાની સમસ્યામાં રાહત મળી જશે, સાથે જ વાળ સિલ્કી થઈ જશે આ સાથે સાથે તમારા વાળના ગ્રોથ માં પણ વધારો થશે.
સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક ચમચી આંબળાનો રસ અને એક ચમચી લીંબુનો રસ લેવાનો છે અને સાથે એક ચમચી એલોવેરાનું જેલ લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઇ, તમારે ત્રણેય વસ્તુ ને બરાબર મિક્સ કરીને તેને સ્નાન કરતા પહેલા માથામાં બરાબર મસાજ કરીને લગાવી દેવાની છે.
માથાના દરેક વાળ સુધી આ જેલ પહોંચે તે રીતે જેલને તમારે વાળમાં પાંચ મિનિટ સુધી મસાજ કરવાની છે. જેલ લગાવ્યા પછી તમારે એક કલાક પછી માથું ધોઈ લેવાનું છે. આ રીતે જો તમે એક અઠવાડિયું કરશો તો તમારા વાળ ખરતા બંધ થઇ જશે અને તમારા વાળ ઉગવા લાગશે.
અત્યારના સમયમાં બજારમાં અસંખ્ય, જુદી જુદી કંપનીના શેમ્પૂ જોવા મળે છે. પરંતુ આ દરેક પ્રકારના શેમ્પુમાં કેમિકલ જોવા મળે છે જે તમારા વાળને ખુબજ નુકસાન પહોંચાડે છે. જો તમે કેમિકલ યુક્ત શેમ્પૂનો વધારે પડતો ઉપયોગ કરો છો તો તમને વાળ ખરવાની સમસ્યા રહે છે.
તો અહીંયા જણાવેલ ઉપાય નિયમિત રૂપે એક અઠવાડિયું કરીને તમારી વાળ ખરવાની સમસ્યામાથી છુટકારો મેળવો અને સાથે જ આ ઉપાય કરીને તમારા વાળના ગ્રોથમાં પણ વધારો કરો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.