આજે આ લેખમાં ચહેરા પર કુદરતી ચમક કેવી રીતે લાવવી તેના વિશે જણાવીશું. મહિલાઓ ઘણી વખત પોતાને સુંદર અને જુવાન દેખાડવા માટે મોંઘા ફેશિયલ, બ્યુટી પ્રોડક્ટ માં ઘણો ખર્ચો કરે છે. પરંતુ શું તમે એ જાણો છો કે ત્વચાને સુંદર બનાવવા પોષક તત્વો વાળા આહાર પણ સામેલ કરવા જોઈએ.
નિયમિત કસરત અને તંદુરસ્ત આહાર લેવાથી ત્વચા ખુબ જ સારી રહે છે. જો તમે આ વિશેષ ખાદ્ય ચીજો આહારમાં સમાવેશ કરવામાં આવે તો ત્વચા પર કઈંક અલગ જ ચમક જોવા મળશે. તો ચાલો આજે આપણે આ લેખમાં તે મહત્વ પૂર્ણ 5 વસ્તુ છે જે તમારા આહારમાં સામેલ કરવી જોઈએ.
લીલા શાકભાજી : ત્વચાની ચમક વધારવા માટે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો ખુબ જ મહત્વનું બની શકે છે. વિટામિન્સ એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોથી સમૃદ્ધ લીલા શાકભાજી નું સેવન કરવું જોઈએ. તમે શાકભાજીને સૂપ, સલાડ, સેન્ડવીચ માં ઉમેરીને પણ સેવન કરી શકો છો. તમે લીલા શાકભાજીને અલગ અલગ રીતે આહારમાં સેવન કરી શકો છો.
હળદર : હળદર ખોરાક નો રાજા કહેવામાં આવે છે. સવારે ઉઠીને 1 ચમચી કાચી હળદર નું સેવન કરી શકો છો. અથવા રાત્રે સુતા પહેલા એક વાટકી દૂધમાં 1 ચમચી હળદર નાખી ને પીવાથી પણ ચહેરાની ચમક વધે છે.
વધારે પાણી પીવું : દરરોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમારે સ્વસ્થ રહેવા માટે દિવસમાં 5-7 લીટર પાણી પીવું જોઈએ. જેથી પેટ પણ સાફ રહે અને શરીર માં ઝેરી તત્વો ને બહાર નીકાળી દેશે. વધારે પાણી પીવાથી ચહેરા પર કોઈ પણ પ્રકારની કરચલીઓ પડતી નથી. જે ચહેરાના સ્નાયુઓ ચુસ્ત રહે અને ત્વચાની ચમક વધારી શકે છે. ચહેરો સાફ અને સુંદર દેખાશે.
એવોકાડો : ત્વચા માટે ખુબ જ સારો છે એવોકાડો. જે હેલ્ધી ફેટ અને વિટામિન-ઈ થી સમૃદ્ધ છે. જે મહિલાઓને સ્વસ્થ રાખે છે અને તેની સાથે ત્વચામાં નિખાર લાવે છે. ત્વચા પર થતી બળતરા ને દૂર કરે છે. વિટામિન-ઈ દ્વારા એન્ટીઓક્સીડેન્ટ મળી રહે છે.
જે ફ્રી-રેડિકલ્સને દૂર કરીને શરીરને ડીટોક્સ પણ કરે છે. જે ત્વચાને સુંદર બનાવે છે. આ એવોકાડો ત્વચાને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો પુરા પાડે છે. જે ખીલ, કરચલી ને પણ દૂર કરવામાં મદદ કરે છે.
એલોવેરા : આ ખુબ અસરકારક છે. ત્વચા પરની દરેક સમસ્યા આ એલોવેરા ખુબ જ આસાનીથી દૂર કરી દે છે. ગીબબેર્લિન અને ઓક્સિન જેવા હોર્મોન્સ એલોવેરામાં હોય છે. જે ત્વચાને પૂરતા પોષક તત્વો ઘરાવે છે.
નિયમિત એલોવેરા જ્યુસ પીવું ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. એલોવેરા શરીર પર આવેલ સોજા પર લગાવથી પણ ઘણો ફાયદો મળે છે.