હાલના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. તેવામાં આપણી અનિયમિત ખાવાની ટેવ પણ હોય છે. તેવામાં આપણી કેટલીક એવી ખરાબ ટેવના કારણે આપણે ઘણી બીમારીના શિકાર બની શકીએ છીએ.
જયારે આપણે ભોજન કર્યા પછી આપણે કેટલીક ભૂલો પણ કરીએ છીએ જે આપણે બીમાર પાડી શકે છે. જમ્યા પછી આ કામ ક્યારેય ના કરવા જોઈએ જો આ કામ કરવામાં આવે તો કોઈ પણ ઉંમરે હૃદયને લગતી બીમારી, ડાયાબિટીસ, હાર્ટ અટેક, બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.
આ બઘી ગંભીર બીમારીના શિકારથી બચવા માટે તમારે જમ્યા પછી જીવો ત્યાં સુઘી આ કામ કરવાના નથી. તો ચાલો જાણીએ કે ક્યાં કામ જમ્યા પછી ના કરવા જોઈએ. જો તમે આ નિયમોને યાદ રાખીને મગજમાં ગાંઠ બાંઘી લેશો તો કયારેય તમારે દવાખાનના પગથિયાં નહીં ચડવા નહિ પડે.
ભોજન કર્યા પછી સૂવું નહિ: જયારે તમે ભોજન કરીને ઉભા થાઓ ત્યારે તમારા હોજરીમાં રહેલ ખોરાકને પચાવવા માટે લોહીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. ખોરાકને પુરે પૂરો પચાવી દેવા માટે ઓછામાં ઓછો બે કલાકનો સમય લાગે છે. પરંતુ જો જમ્યા પછી તરત સુઈ જવાથી આપણા શરીરના દરેક અંગો શિથિલ અવસ્થામાં થઈ જાય છે.
જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણું મગજ પણ સુઈ જાય છે જેથી તે કામ કરતુ બંધ થઈ જાય છે. જેથી શરીરના દરેક અંગોની ક્રિયા એકદમ ધીમી થઈ જાય છે જેથી લોહીનું પરિવહન ધીમું થઈ જાય છે. જેના કારણે હોજરીને જરૂરિયાત અનુસાર લોહી ના મળી રહે તો પાચનક્રિયા ધીમી થઈ જાય છે જેથી ખધેલા ખોરાક બરાબર પચતો નથી.
જયારે ખોરાક પચવામાં રહી જાય ત્યારે હોજરીમાં રહેવાથી ખોરાક સડવા લાગે છે. જેથી પેટને લગતા રોગો થવાનું શરુ થઈ જાય છે. જયારે પેટના રોગ થવાનું શરુ થઈ જાય ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યા થાય છે. આ ઉપરાંત બ્લડમાં સડેલ ખોરાક ભરી જવાથી કોલેસ્ટ્રોલ લેવલમાં વધારો થાય છે. જેના કારણે હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાનું જોખમ રહે છે. માટે જો તમને જમ્યા પછી તરત જ ઊંઘવાની આદત હોય તો આ આદતને ભૂલી જવી જોઈએ. જો તમે આ આદત નહિ સુઘારો તો લાંબા સમયે તમને તેની ગંભીર અસર જોવા મળશે.
જમ્યા પછી નાહવું નહીં: જો તમે જમ્યા પછી નાહવા જાઓ છો તો હોજરીને જરૂરી લોહી પહોંચતું નથી જેથી પાચનક્રિયા ઘીમી થઈ જાય છે. જેના કારણે ખોરાક પચતો નથી. જયારે તમે નાહવા જાઓ છો ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિવહન ખુબ જ ઝડપી થઈ જાય છે જેથી હોજરીને જરૂરી બ્લડ મળતું નથી અને ખોરાક પચવામાં રહી જાય છે. જેથી પાચનક્રિયા ઘીમી થઈ જાય છે. માટે જમ્યા પછી તરત નાહવું નહીં. જો તમારે નાહવું હોય તો બે કલાક પછી જ નાહવા જવું જોઈએ. આ ઉપરાંત જમ્યા પહેલા નાહવું હોય તો નાઈ લેવું.
જમ્યા પછી વ્યસન ના કરવું: ઘણા લોકોને જમ્યા પછી ચા, કોફી, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ઠંડા પીણાં પીવાની ટેવ હોય છે. પરંતુ આ બધી વસ્તુનું સેવન જમ્યા પછી કયારેય ના કરવું જોઈએ. જો તમે જમ્યા પછી આ બધી વસ્તુનું સેવન કરો તો ભોજનમાં રહેલા પોષક તત્વોનું શોષણ થવા દેતું નથી. માટે જમ્યા પછી આ બધી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. જો તમારે આ બધી વસ્તુનું સેવન કર્યા વગર ચાલતું ના હોય તો બે કલાક પછી જ સેવન કરવું જોઈએ.
જો તમારે હંમેશા સ્વસ્થ રહેવું હોય તો જમ્યા આ બધી ક્યારેય ભૂલ ના કરવી જોઈએ. જો તમે પણ આ બધી બાબતોનું ઘ્યાન રાખશો તો તમારી પાચનક્રિયા માં સુધારો થશે ખોરાક પચવાથી આપણી પાચનક્રિયા મજબૂત થશે. જેથી પેટને લગતા રોગો ક્યારેય થશે નહીં. આ ઉપરાંત જો અમે જમ્યા પછી આ ત્રણ કામ નહિ કરો તો હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમથી બચી જશો.