દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે ઘણા બઘા વિવિઘ ફળો, લીલા શાકભાજી જેવા અનેક આહારનું સેવન કરતા હોય છે. ડોક્ટર પણ સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે ઘણી વખત કહેતા હોય છે સૌથી વધુ લીલા શાકભાજીનુ સેવન કરવું જોઈએ.
માટે આજે અમે તમને લીલા શાકભાજીમાં ખવાતા ભીંડા અને તેના પાણીના અદભુત ચોકાવનારા ફાયદા વિશે જણાવીશું. ભીંડામાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે.
આ બઘા પોષક તત્વો આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. ભીંડા અને ભીંડાના પાણી થી પેટને લગતી સમસ્યા, ડાયાબિટીસ પીડિત દર્દી માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. હવે અમે તમને ભીંડાથી થતા ફાયદા વિશે જણાવીશું.
ડાયાબિટીસ કંટ્રોલ કરે: લોહીમાં સુગર લેવલ આવી જવાના કારણે ડાયાબિટીસની સમસ્યા થાય છે. આ ઉપરાંત ભીંડા અને ભીંડાના પાણીનું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગરને શોષી લે છે. જેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામાં ઘણું મદદ કરે છે.
પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિ માટે પણ ભીંડા ખુબ જ ફાયદાકારક છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.
ડાયાબિટીસના દર્દીએ ભીંડાનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલા બે થી ત્રણ ભીંડા લઈ લો, હવે ભીંડાને ઉપર નીચે થી કાપીને રાખો, ત્યાર પછી એક તપેલીમાં એક ગ્લાસ પાણી નાખો, હવે તે પાણીમાં ઉપર નીચે થી કાપેલા ભીંડાને નાખી દો.
ભીંડાને રાત્રે પાણીમાં પલાળીને રાખવા. ત્યાર પછી તે પલાળેલા ભીંડાને બહાર નીકળી લો, ત્યાર પછી તે પાણીને પી જવું. આ પાણી પીવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. માટે આ પાણીનું સેવન દરરોજ કરી શકાય છે. જેથી ડાયાબિટીસ ખુબ જ ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે.
આ ઉપરાંત ભીંડાનું શાક બનાવ્યા કરતા તેને કાચા ખાવા ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણકે તેને કાચા ખાવાથી તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
તેમાં રહેલ કેલ્શિયમ આપણા કમજોર પડી ગયેલ હાડકાને મજબૂત બનાવવા માટે ભીંડા ખાવા ખુબ જ જરૂરી છે. મોટા ભાગે ઘણા લોકોના ફેવરીર હોય છે ભીંડા. પરંતુ તે લોકો તેનું શાક બનાવીને ખાય છે . પરંતુ જો તેને કાચા ખાવામાં આવે તો તે ખુબ જ લાભદાયક સાબિત થશે.
આપણા શરીરમાં જો આંતરડામાં કચરો ભરાઈ ગયો હોય તો અનેક બીમારીનો ખતરો વઘી જાય છે. આ માટે જો તમારે આંતરડાને સાફ રાખવા હોય તો અઠવાડિયામાં બેઠી ત્રણ વખત કાચા ભીંડા અને તેના પાણીનું સેવન કરવું જોઈએ. જેથી આંતરડા કાચ જેવા ચોખા થઈ જશે.
જો તમે તમને પણ ડાયાબિટીસની તકલીફ હોય તો તમે પણ આ ભીંડાનું પાણી પીવાનું શરુ કરી દેશો તો તમારું સુગર લેવલ એકદમ કંટ્રોલમાં રહેશે. આ ઉપરાંત જો તમને કોઈ પણ બીમારીની સમસ્યા હોય તો નજીકના ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.