પાઈલ્સ એક ખૂબ જ પીડાદાયક રોગ છે. આ રોગથી પીડિત વ્યક્તિને મળ પસાર કરવામાં તકલીફ થાય છે. આ રોગના બે પ્રકાર છે. પહેલું છે લોહિયાળ પાઈલ્સ અને હાર્ડ પાઈલ્સ. પ્રથમ કિસ્સામાં, વ્યક્તિને શૌચ સમયે લોહી મળે છે. બીજી સ્થિતિમાં, વ્યક્તિ કબજિયાત, દુખાવો, ખંજવાળ વગેરેથી પીડાય છે.
પ્રાથમિક તબક્કે આહાર અને જીવનશૈલીમાં વ્યાપક ફેરફારો કરીને પાઇલ્સની અસર ઘટાડી અથવા દૂર કરી શકાય છે. બીજી તરફ જો બેદરકારી રાખવામાં આવે તો આ રોગ ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો તમને હરસના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
આ સિવાય પાઈલ્સ માં ઘી નું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના સેવનથી પાઈલ્સ માં જલ્દી આરામ મળે છે. નિષ્ણાતોના મતે પાઈલ્સનાં દર્દીઓએ ઘીનું સેવન કરવું જોઈએ. જો તમે પણ પાઈલ્સ ની સમસ્યા થી પરેશાન છો તો તમે આ રીતે ઘી નું સેવન કરી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે તમે ઘીનું સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઘીના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. તેનાથી કબજિયાતની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે. એનસીબીઆઈ પર પ્રકાશિત એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ઘીમાં બ્યુટીરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તત્વ કબજિયાત દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે.
આ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે બ્યુટીરિક એસિડ ચયાપચયને ઠીક કરે છે, જેના કારણે પેટ સક્રિય રીતે કામ કરવાનું શરૂ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. આ સિવાય ઘીનું સેવન કરવાથી પાઈલ્સમાં પણ રાહત મળે છે.
કેવી રીતે સેવન કરવું: કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ઘી ભેળવીને લો. આ ઉપરાંત પાઈલ્સની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી ઉમેરી પી જાઓ. તેનાથી પાઈલ્સની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
તાજા ફળો: ફળોનું સેવન કરીને પણ તમે પાઈલ્સ ની સમસ્યાથી છુટકારો મળે છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પાઈલ્સના દર્દીઓ ફળોમાં સફરજન, દ્રાક્ષ, પપૈયા, કાકડી, બેરી અને અન્ય તમામ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
લીલા શાકભાજી: નિષ્ણાતો મોટાભાગે આપણને શાકભાજી ખાવાની સલાહ આપે છે કારણકે લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જો તમે પાચનતંત્રમાં સુધારો લાવવા માંગતા હોવ અને પાયલ્સની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે શાકભાજીમાં તૂરીયા, કોળું, મોસમી શાકભાજી વગેરેનું સેવન કરી શકો છો.
અજમાનું સેવન: અજમાનું સેવન પાઈલ્સના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. કારણકે તેનાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જો તમને પાઈલ્સની સમસ્યા છે તો તમે અજમાને શેકીને ખાઇ શકો છો. આ સમસ્યામાં ખાલી પેટે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.