આજે તમે એવા દાણા વિષે જણાવીશું જે દાણાને ગરીબોની બદામ કહેવામાં આવે છે. આ દાણા નું સેવન સવારે ખાલી પેટે કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે પરંતુ ઘણા લોકો સવારે આ દાણાના સેવનના ફાયદા વિષે જાણતા નથી. તો ચાલો જાણીએ આ દાણા ના ફાયદા વિષે.
આ દાણા એટલે કે મગફળી ના દાણા. મગફળીમાં સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે જે તમારા શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી હોય છે. તેમાં પણ જો મગફળીને પલાળીને ખાવામાં આવે તો તેના ડબલ ફાયદા થાય છે. પલાળેલી મગફળીના દાણા બદામ જેવું જ કામ કરે છે. મોટાભાગના લોકો બદામને ખાઈ શકતા નથી કારણે કે તે મોંઘીદાટ મળે છે.
પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થાય છે આ સાથે શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ રહે છે. પલાળેલી મગફળીના દાણા ખાવાથી શરીરમાં નાના સમસ્યાથી લઈને મોટી બધી સમસ્યામાં ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિષે .
હાડકા મજબુત બનાવે: શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે ખાસ કરીને તેની સીધી અસર હાડકા પર જોવા મળે છે. હાડકા નબળા હોવાને કારણે શરીરમાં ઘણીં બધી સમસ્યા થાય છે પરંતુ પલાળેલી મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરી હાડકાને મજબુત બનાવે છે.
સાંધાના દુખાવા માટે: સાંધાના દુખાવાની સમસ્યા હોય તેવા લોકોએ દરરોજ સવારે પલાળેલી મગફળી ખાવી જોઈએ કારણે કે પલાળેલી મગફળીમાં એન્ટીઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે શરીરમાં થતા બધા સાંધાના દુખાવાને દૂર કરી શકે છે. જો મેથીના દાણાને પણ પલાળીને ખાવામાં આવે તો પણ ફાયદો થાય છે.
મગજ માટે ફાયદાકારક: કોઈ પણ નવું કામ કરવા માટે તમારું મગજ સારી રીતે કામ કરતુ હોવું જરૂરી છે. પલાળેલી મગફળીમાં વિટામીન B6 નું પ્રમાણ હોય છે, માટે દરરોજ મગફળીનું સેવન કરવાથી મગજની તાકાત વધે છે. નાના બાળકો માટે સવારે પલાળેલી મગફળીના દાણાનું સેવન તેમની મેમરીને તેજ બનાવે છે. ટ્રીપ્ટોફેન નામનું તત્વ પલાળેલી મગફળીમાં હોય છે જે મુડ સારો અને ફ્રેશ રાખે છે.
ત્વચા માટે : પલાળેલી મગફળીમાં ઓમેગા-6 ફેટી એસીડ હોય છે જે ચામડીની સમસ્યાને દુર કરે છે. પલાળેલી મગફળી ખાવાથી ચામડીનો રંગ ગોરો અને સારો રાખે છે આ સાથે ચહેરો ચમકવા લાગે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે સાથે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
હેલ્ધી હાર્ટ માટે : પલાળેલી મગફળીના દાણા નિયમિત ખાવાથી શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવી શકાય છે. પલાળેલી મગફળીના દાણા હાર્ટને તંદુરસ્ત રાખે છે. એટલા માટે હદયની બીમારી વાળા લોકોએ નિયમિત રીતે પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસ : પલાળેલી મગફળીના દાણા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે. આ સાથે તે આંખોની રોશની પણ વધારે છે અને આંખોને તંદુરસ્ત રાખે છે.
જાઓ કઈ રીતે સેવન કરવું: ઉપર જણાવેલ બધા ફાયદા મેળવવા માટે સાંજના સમયે થોડાક મગફળીના દાણાને પાણીમાં પલાળીને મૂકી દેવા અને સવારે ઉઠીને ખાલી પેટ આ દાણાનું સેવન કરવું. જો આ રીતે પલાળેલી મગફળીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ખુબ જ ફાયદા થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.