આ એક આઈસ ક્યુબ ચહેરા પર લગાવાથી ચહેરાની નિખાર 20 થી 25 મિનિટમાં જ લાવી શકાય છે. આ આઈસ ક્યુબનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ અને જવાન બનાવી રાખવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.
જો વધુ પડતા તડકામાં રહેવાથી ત્વચા કાળી પડી ગઈ હોય તો તે જગ્યાએ આ આઈસ ક્યુબ લાગવાથી કાળી ત્વચાને દૂર કરીને ચહેરા પર ગ્લો લાવે છે. આ ઉપરાંત ચહેરો વધુ પડતો ચીકણો રહેતો હોય તો તેને દૂર કરવા માટે આઈસ ક્યુબ ખુબ જ ઉપયોગી છે.
આજે અમે તમને જે આઈસ ક્યુબ વિશે જણાવીશુ તે આઈસ ક્યુબ પપૈયાનું બનાવાનું છે. આ પપૈયાના આઈસ ક્યુબ નો ઉપયોગ કરીને ચહેરાને ગ્લો કરી શકાય છે. તો ચાલો પપૈયાનું આઈસ ક્યુબ અને પપૈયાનો ફેસપેક ઘરે કેવી રીત બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિશે જણાવીશું.
પપૈયાની આઈસ ક્યુબ બનાવવાની રીત: સૌથી પહેલા પપૈયાની એક સ્લાઈસ લઈને તેને મિક્સરમાં પીસી લો, ત્યાર પછી તેમાં ત્રણ ચમચી ગુલાબજળ નાખો, બે ચમચી મઘ ઉમેરો અને હવે બે ચમચી હળદર મિક્સ કરીને હલાવીને પેસ્ટ તૈયાર કરી લો. હવે બરફની એક ડીશ લઈને તેમાં આ પેસ્ટ નાખી ને ફ્રીજરમાં મૂકી દો.
જ્યારે તે જામી જાય ત્યારે તેમાંથી આઈસ ક્યુબ એક ટુકડો કાઢીને કોટનના રૂમાલમાં લઈને આખા ચહેરા પર લગાવી લો.10 મિનિટ સુઘી આ આઈસ ક્યુબ ની મદદથી ચહેરા પર માલિશ કરો. આ આઈસ ક્યુબને આંખોની નીચે કાળા કુંડાળા હોય ત્યાં પણ લગાવીને તે કાળાશ ને દૂર કર શકાય છે.
એક અઠવાડિયામાં દરરોજ 10 મિનિટ આ પપૈયાનો આઈસ ક્યુબનો ઉપયોગ કરવાથી ચહેરા પરની ચીકાશ અને કાળી ત્વચા ને ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત ચહેરાને સુંદર બનાવવા માટે તમે પપૈયાનો ફેસપેક પણ બનાવીને લગાવી શક્ય છે.
પપૈયાનો ફેસપેક બનાવવાની રીત: સૌથી પહેલા પપૈયાની એક સ્લાઈસ લઈને તેને કાપી ને મિક્સર માં ક્રશ કરી લો, ત્યાર પછી તેને એક બાઉલમાં કાઢી લો હવે તેમાં એક ચમચી ચણાનો લોટ નાખો, હવે એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી એલોવેરા જેલ ઉમેરો ત્યાર પછી એક ચમચી ગુલાબજળ નાખીને આ બઘાને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
હવે આ ચહેરા પર લગાવીને 5 મિનિટ મસાજ કરો. હવે તેને 25 થી 30 મિનિટ સુઘી રહેવા દો. ત્યારપછી ચહેરાને સાદા ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ દિવસ આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ચહેરાને સુંદર, મુલાયમ અને જવાન બનાવી દેશે.
આજના સમયમાં દરેક યુવાન અને યુવતીઓ ત્વચાને નિખાર લાવવા અને કાળા પણાને દૂર કરવા માટે બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આ બ્યુટી પ્રોડક્ટ ખુબ જ મોંઘા અને કેમિકલ યુક્ત હોય છે. જે તમારી સુંદરતાને લાંબા સમયે નુકસાન કરી શેક છે.
માટે ચહેરાની ત્વચાને ગ્લો લાવવા માટે પપૈયાનો આઈસ ક્યુબ અને પપૈયાનો ફેસપેક બંને ખુબ જ અસરકારક સાબિત થશે. જો તમે પણ ચહેરાને સુંદર બનાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય તો એક વખત આ આ પપૈયાનો આઈસ પેક અને પપૈયાનો ફેસપેક નો ઉપયોગ કરી શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.