આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરીરમાં સોલ્ટ અને મિનરલ જામી જવાના કારણે તે પથ્થર બની જાય છે. જેને પથરી તરીકે ઓળખવામાં આવે છે. પથરી કિડની, પેશાબની નળીમાં જોવા મળતી હોય છે. પથરી હોય છે ખુબ જ નાની પરંતુ તેનો દુખાવો ખુબ જ વઘારે હોય છે.

પથરીનો એટલો બઘો દુખાવો થતો હોય છે કે તે સહન થઈ શકતો નથી. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે પથરીનો દુખાવો કોઈ દુશ્મનને પણ ના થવો જોઈએ. કારણકે તેનો દુખાવો એટલો બધો થતો હોય છે કે જે ને થાય તેને જ ખબર પડે છે.

દુખાવો થાય ત્યારે જમીન પર આરોટવા લાગીયે છીએ. પેટ પકડીને રડવા લાગીએ છીએ તેટલો દુખાવો થતો હોય છે. પથરીની સમસ્યા થાય ત્યારે પેશાબમાં બળતરા થવા લાગે છે. આ ઉપરાંત જો પથરીની સારવાર સમયસર ના લેવા માં વે તો તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

પથરી નાની મોટી અને અલગ અલગ આકારની હોય છે. જો પથરી ગોળ અને લંબગોળ લીસી હોય તો તે સરળતાથી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ ઉપરાંત ઘણી પાથરી ખરબચડી હોય છે જે ખુબ જ પીડાદાયક હોય છે. જે સરળતાથી પેશાબ વાતે નીકળતી નથી. તેનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે.

પથરીના દુખાવાથી છુટકાળો મેળવો ખુબ જ જરૂરી છે. માટે કેટલાક ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરીને પથરીના દુખાવામાં રાહત મેળવી શક્ય છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી તરત જ પથરીના દુખાવામાં રાહત મેળવી શકાય છે. હવે તમને ઉપાય વિશે જણાવીશું.

ઉપાય: આ ઉપાય માટે ફુલાયેલી ફટકડી 5 ગ્રામ લેવાની છે. ફુલાયેલી ફટકડી બનાવવા માટે કરિયાણાની દુકાનમાં મળતી કાચી ફટકડી લઈ લો, હવે તેને તવી પર મૂકીને ગેસ ચાલુ કરી દો, જાય સુધી અંદરથી પાણી બારી ના જાય ત્યાં સુઘી ફટકડીને બરવા દો, જયારે પતાસા જેવી થઈ જાય ત્યારે પીસીને ભૂકો કરીને પાવડર બનાવી લો.

આ ફુલાયેલ પાવડર 5 ગ્રામ લઈ લો, હવે 15 ગ્રામ સીંધાલું નમક લઈ લેવું, 50 ગ્રામ જેટલી સાકર લઈને તેને ભૂકો કરીને પાવડર બનાવી લો હવે આ બધી વસ્તુને બરાબર હલાવીને મિક્સ કરી લો.હવે આ પાવડરને એક કાચની બોટલમાં ભરીને મૂકી દો.

હવે જયારે પણ તમને પથરીનો દુખાવો ઉપડે ત્યારે એક ગ્લાસ પાણીમાં આ બનાવેલ પાવડરની અડઘી ચમચી મિક્સ કરીને પી જવાનું છે. આમ કરવાથી દુખાવો ઓછો થઈ જશે. આ પાણી પિંઢ઼ ના બે કલાક પછી ફરીથી એજ રીતે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પાવડર મિક્સ કરીને પી જવાનું છે આમ કરવાથી દુખાવો એકદમ બંઘ થઈ જશે.

જો તમને વારે વારે પથરી સમસ્યા રહેતી હોય અને તેના દુખાવામાં તરત જ રાહત મેળવવા માંગતા હોય તો આ ઉપાયનો ઉપયોગ કરીને દુખાવામાં રાહત મેળવી શકો છો. દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે નુશખા અસરકરતા હોય છે. આ ઉપરાંત તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *