અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવનમા જીવી રહ્યા છે. જેટલી ફાસ્ટ આપણી જીવન શૈલી છે તેટલી જ ઝડપથી વાતાવરણમાં પ્રદુષણ પણ વઘતું જાય છે. વાતાવરણમાં થતા પ્રદૂષણના કારણે ઘણી બીમારીના સકંજામાં પણ આવી જતા હોય છે.

અત્યારના સમયમાં મોટાભાગે ઘણી વસ્તુઓ એવી છે જેમાં ખુબ જ ભેળસેળ જોવા મળતું હોય છે. અત્યારના સમયમાં દરેક વ્યકતિ ખાવાના શોખીન હોય છે. જેના કારણે તે ઘરનું ખાવાનું છોડીને બહારનું મસાલા વાળું અને તળેલું ખાવા જતા હોય છે. તેમાં રહેલ અઢલક મસાલા હોવાના કારણે તે ખોરાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે.

આવા જ અનિયમિત ખોરાક ખાવાના કારણે ઘણા લોકો બીમાર પણ પડી જતા હોય છે. અમે તમને જણાવી દઈએ કે બહારના આહારનું સેવન કરવાથી તેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો આપણા શરીરને મળી રહેતા નથી. ઘણી વખત ઘણા લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે. તે આદત પણ આપણા શરીરને બીમાર કરી શકે છે.

આપણા શરીરમાં એવી કેટલીક બીમારો હોય છે જે થાય છે પરંતુ આપણે તરત જ ખબર પડતી નથી. તેવી બીમારી માની એક બીમારી એટલે પથરી. હા પથરી ઘણા સમયથી હોય છે પરંતુ તેનો દુખાવો શરુ થાય છે ત્યારે જ આપણે ખબર પડે છે કે આપણા શરીરમાં પથરી છે.

પથરીની બીમારી એક એવી બીમારી છે જે કોઈ પણ વ્યક્તિને થાય તો તે વ્યકતિને જમીન પર આરોટવા માટે મજબૂર કરી દે છે. કારણ કે તેનો દુખાવો એટલો બઘો અસહ્ય હોય છે કે ભલભલાને રડાવી નાખે છે.

પથરી અલગ અલગ સાઈઝ ની હોય છે. ઘણી વખત પથરી પેશાબ વાટે પણ નીકળી જાય છે પરંતુ ઘણી વખત પથરીનું ઓપરેશન પણ કરાવું પડતું હોય છે. પથરીના થતા દુખાવા ને ઘટાડવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરી શકાય છે.

આજે અમે તમને પથરીના થતા દુખાવાને દૂર કરવા માટે બે પીણાં વિશે જણાવીશું જેનું સેવન કરવાથી પથરીમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. નારિયેળનું પાણી અને લીંબુનું પાણીં આ બંને પથરીમાં થતા દુખાવા માં રાહત મેળવી શકાય છે.

નારિયેળનું પાણી: નારિયેળના પાણીમાં એન્ટી-લિથોજેનિક નામનું મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે.
જે કિડની પથરીમાં થતા દુખાવાને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે. માટે પથરીની સમસ્યા હોય તો નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ જેથી તેનો સારો ફાયદો મેળવી શકાય.

લીંબુ પાણી: લીંબુ પાણી પથરીની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુમાં સાઈટ્રેટ નામનું તત્વ મળી આવે છે જેના કારણે કિડનીની પથરીને તોડવામાં મદદ કરે છે. માટે પથરીની સમસ્યામાં રાહત મેળવવા અને પાથરીને તોડીને બહાર નીકળવા માટે લીંબુ પાણીનું સેવન કરવું ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

પથરીની સમસ્યા નાની મોટી દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પથરીના દુખાવા રાહત મેળવવા માટે ઉપર જણાવેલ બે પીણાંનું સેવન કરવાથી દુખાવા રાહત મેળવી શકાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *