બ્રશ કરતાની સાથે જ ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. ઘણીં વાર આ સમસ્યા પેઢા છોલાઈ જવાથી પણ થાય છે. આ ઉપરાંત જો દરરોજ દાંતની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવે તો પાયોરિયાની સમસ્યા થાય છે.

આ ઉપરાંત જે લોકોને પાચનની સમસ્યા હોય, લીવરમાં ખરાબી હોય, ધુમ્રપાન કરતા હોય કે શરીરમાં વિટામિન સીની ઉણપ હોય તો તેમને પેઢાની સમસ્યા થઇ શકે છે અને દાંત હલવા ના શરુ થઇ શકે છે.

આવી સમસ્યાઓમાં જો આપણે કોઈ પણ દવા વગર દેશી ઘરેલુ ઉપાય કરીએ તો આ સમસ્યામાંથી રાહત મેળવી શકીએ છીએ. તો અહીંયા તમને પાયોરિયાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે તમારે આ સમસ્યામાં મદદ કરશે.

1) લીમડો: લીમડો એક એવી વસ્તુ છે જેના પાન, ફળ, ફૂલ અને છાલ કે લાકડાનો ઉપયોગ દેશી ઉપચાર માં કરવામાં આવે છે. કડવા લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. કડવા લીમડાના પાનનો રસ કાઢીને પેઢા પર લગાવી 5 થી 7 મિનિટ પછી નવશેકા પાણીથી કોગળા કરી લો. દિવસમાં બે વાર આ ઉપાય કરવાથી પાયોરિયા જડથી દૂર થઈ જાય છે.

2) તેલ માલિશ: નારિયેળ તેલ, તલ નું તેલ અથવા લવિંગના તેલથી પેઢા પર હળવા હાથે મસાજ કરવાથી ફાયદો થાય છે. આ તેલની પેઢા પર માલીસ કરવાથી મોઢામાં રહેલાં બેક્ટેરિયા સાફ થઈ જાય છે. આ ઉપાય,માટે કોઈપણ તેલને 10-15 મિનિટ પેઢા પર મસાજ કરો. પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.

3) મીઠું: મીઠામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય જે આપણને આરામથી ઘરના રસોડામાં મળી રહે છે. રસોડામાં રહેલું મીઠું પાયોરિયાની સમસ્યામાં તરત આરામ આપે છે.

મીઠાના ઉપાય માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં એક નાની ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરો. મીઠાના પાણીથી કોગળા કરવાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

4) હળદર: હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. એવામાં આ પાયોરિયાની સમસ્યાને દૂર કરે છે. હવે હળદરનો ઉપયોગ આ ઘરેલુ ઉપચારમાં કરવા માટે હળદરમાં થોડાં ટીપાં પાણીના મિક્સ કરીને પેઢા પર મસાજ કરો. પછી પાણીથી કોગળા કરી લો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

અહીંયા જણાવેલ ઘરેલુ ઉપાયો કરીને તમે સરળતાથી દાંતની અને પેઢાની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. આ દરેક ઉપાય તમે ઘરે સરળતાથી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *