કેળા વિષે તો બધા લોકો જાણતા જ હશો. કેળું એક એવું ફળ છે, જે મારેમાસ બજારમાં આસાનીથી મળી રહે છે. કેળું એક એવું ફળ છે જેને ખાવામાં વધારે મહેનત કરવી પડતી નથી. તેથી જ ઘણા લોકો તેમના નાસ્તામાં કેળાને પસંદ કરે છે. પરંતુ શું વિચાર્યું છે કે ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?
સૌ પ્રથમ તો તેમાં કોઈ શંકા નથી કે કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા એવું ફળ છે જે તંદુરસ્ત હૃદય અને શરીરનો થાક દૂર કરવા માટે દવા કરતા વધુ ફાયદાકારક સાબિત થાય છે. કેળા બ્લડ પ્રેશર જાળવવામાં, તણાવ ઓછો કરવામાં, કબજિયાત અને અલ્સરની સમસ્યામાં રાહત અપાવવામાં પણ મદદ કરે છે.
તમને જણાવીએ કે કેળામાં આયરન ભરપુર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિન બનાવે છે અને એનિમિયા સામે લડવામાં મદદ પણ કરે છે. કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમનો એક ઉત્તમ વિકલ્પ છે, જે શરીરને જરૂરી ઘણા પોષક તત્વો પૂરા પાડે છે.
કેળા ખાવાથી ઉર્જાનું સ્તર વધે છે અને ગમે તેવો દિવસનો થાક, નબળાઈ દૂર થઇ જાય છે. આથી જો તમે વારંવાર થાકી જાઓ છો તો તમારે દિવસમાં એક થી બે જરૂરથી ખાવા જોઈએ. પરંતુ કેળા ક્યારે અને કેવી રીતે ખાવા તે જાણવું પણ જરૂરી છે.
કેળામાં મહત્વપૂર્ણ આયરન, ટ્રાઇટોફન, વિટામિન બી 6 અને વિટામિન B હોય છે. કેટલાક અભ્યાસથી જાણવા મળ્યું છે કે કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોવા છતાં, ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા નથી.
કેળાનો સમાવેશ સવારના નાસ્તામાં કરવો જોઈએ પરંતુ તે ખાલી પેટે ખાવા ન જોઈએ. કેળાનો ઉપયોગ સવારે ડ્રાય ફ્રુટસ, સફરજન અને અન્ય ફળો સાથે કરવો જોઈએ, જેથી શરીરમાં એસિડિક પદાર્થોની માત્રા ઓછી થાય.
કેળામાં રહેલું મેગ્નેશિયમ લોહીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્તરોનું સંતુલન બગાડી શકે છે. આ ઉપરાંત તેનાથી આગળ જઈને રક્તવાહિની તંત્ર ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે.
આ ઉપરાંત જો સવારે ખાલી પેટે કેળા ખાવામાં આવે તો ભૂખ મરી જાય છે અને ભૂખ મરી જવી એ શરીર સ્વાસ્થ્ય માટે સારું નથી. આ ઉપરાંત કેટલાક લોકો રાત્રે સૂતા પહેલા કેળા ખાય છે, પરંતુ રાત્રે સુતા પહેલા કેળા ખાવા એ પણ કેળા ખાવાનો યોગ્ય સમય નથી. રાત્રે કેળા ખાવાથી તમને કફની સમસ્યા પણ થઈ શકે છે.
તો કેળા ખાવાનો યોગ્ય સમય કયો છે તે જાણવું જરૂરી છે. જો આયુર્વેદનું માનીએ એ તો કેળા નાસ્તા પછી ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે સાથે કેળા ખાવાનો સારો સમય સવારે 8 થી 9 વાગ્યાનો હોય છે. આ સમય પહેલા તમારે નાસ્તો કરી લેવો અને પછી જ કેળા ખાવા.
આમ આયુર્વેદ મુજબ, દરેક લોકોએ સવારે ભૂખ્યા પેટ ફળો ખાવાનું ટાળવું જોઈએ, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોઈ પણ ફળ એટલે કે કેળા શિવાયના બીજા ફળો પણ ભૂખ્યા પેટે ખાવાના ટાળવા જોઈએ.
અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. જેથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા પહેલા તમારા ફેમિલી નિષ્ણાતની સલાહ જરૂર લો. જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર જણાવો અને ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.