શરીર સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં તે શક્ય નથી કારણકે ઘણી એવી નાની મોટી બીમારીઓ છે જે આવતી જ રહેતી હોય છે, તેવી જ એક બીમારી છે જે ઘણી વખત જોવા મળતી હોય છે તે પેશાબને લગતી બીમારી છે.
જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, જે મહિલાઓ અને પુરુષો બને માં જોવા મળતી હોય છે. પેશાબને લગતી બીમારીને દૂર કરવા માટે એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ખુબ જ આસાનીથી બળતરા અને દુખાવામાં રાહત મળશે.
પેશાબની બીએમરી એક ખુબ જ સામાન્ય બીમારી છે, પરંતુ લાંબો સમય આ સમસ્યા રહેતો ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. પેશાબની બીમારી ઘણી બધી હોય છે જેમ કે, પેશાબમાં કરવામાં બળતરા થવી, પેશાબમાં દુખાવો રહે, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબના પેઢામાં દુખાવો થાય, પેશાબ કરવામાં જોર કરવુ પડે, પેશાબમાં પરુ થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઘણી વખત પેશાબ કર્યા પહેલા થવા પેશાબ કર્યા પછી તીવ્ર દુખાવો અને બળતરા થતી હોય છે, પેશાબમાં થતી બળતરાની આ સમસ્યા સામાન્ય માનવામાં આવે છે. પરંતુ વધારે લાંબા સમય સીધી રહે તો કિડની અને લીવરને પણ નુકસાન થઈ શકે છે.
પેશાબમાં થતી બળતરા થવાના ઘણા બધા કારણો પણ જવાબદાર છે, ઘણા લોકોને શરીરમાં ડિહાઈડ્રેશન ની સમસ્યા હોય અથવા ગળું વારે વારે સુકાઈ જતું હોય તેવા લોકોને પેશાબમાં બળતરા અને તીવ્ર દુખાવની સમસ્યા થતી હોય છે, આ ઉપરાંત મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શન થયું હોય તો પણ બળતરા થઈ શકે છે.
આ ઉપરાંત કિડનીમાં પથરી હોય ત્યારે પણ પેશાબમાં બળતરા અને દુખાવાની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો બહારના તીખા અને વધારે મસાલા વાળા અને તળેલા ખોરાક ખાતા હોય તેવા લોકોને પણ પેશાબમાં બળતરા અને દુખાવો થઈ શકે છે.
ઘણા લોકો પોતાના કામ માં ખુબ જ વ્યસ્ત હોય છે તે લોકો દિવસ દરમિયાન ખુબ જ ઓછું પાણી પિતા હોય છે તેવા લોકોમાં પણ પેશાબની બીમારી થવાની શક્યતા ખુબ જ વધુ જોવા મળે છે, માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાનું રાખવું જોઈએ. જેથી પેશાબની બીમારી દૂર કરવામાં ફાયદો થશે.
પેશાબમાં થતી બળતરા, પેશાબમાં ઈન્ફેક્શન, પેશાબમાં દુખાવો જેવી સમસ્યાઓ રહેતી હોય છે તેમના માટે આ વસ્તુનો રસ બનાવીને પીવાનો છે જેથી પેશાબને લગતી દરેક સમસ્યાથી છુટકાળો મેળવી શકાશે.
પેશાબની બળતરા દૂર કરવાનો ઉપાય: સૌથી પહેલા એક કાકડી લઈ લો અને તેને ધોઈ લો, ત્યાર પછી તેના નાના ટુકડા કરી લો અને એક મિક્સર જારમાં નાખીને પીસી લો, ત્યાર પછી તે પેસ્ટને એક કપડામાં નાખીને તેમાંથી રસ નીકાળીને એક ગ્લાસમાં લઈ લો,
હવે તેમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિકસ કરવાનું છે, ત્યાર પછી બરાબર હલાવી લો, હવે આ પીણું દિવસમાં બે વખત પીવાનું છે, સવારે હળવો નાસ્તો કર્યાના 30 મ મિનિટ પછી અને રાત્રિના ભોજન ના 1 કલાક પેહલા પી જવાનું છે.
આ રીતે દિસવમાં બે વખત પીવામાં આવે તો 2-3 દિવસમાં પેશાબમાં થઇ બળતરા, પેહસાબનું ઈન્ફેક્શન જેવી અન્ય પેશાબની સમસ્યા દૂર થઈ જશે. આ રસ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્ધી છે, જે લીવર અને કિડની ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવશે.