પેટનો દુખાવો થવો તે ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, ગમે તેવા પેટના દુખાવા દૂર કરવા માટેના સૌથી અસરકારક ઘરેલુ ઉપાય જણાવીશું, ખાવામાં વાસી ખોરાક અથવા તો કોઈ રોગના બેક્ટેરિયાઓ શરીરમાં આવી જવાના કારણે પેટમાં દુખાવો થતો હોય છે.
પેટમાં દુખાવ થાય છે ત્યારે તે ખુબ જ પીડાદાયક હોય છે જેમાં રાહત મેળવવા માટે ખાવા પીવામાં પણ ખુબ જ ઘ્યાન આપવાની જરૂર છે, આ ઉપરાંત પેટના દુખાવામાં આ દેશી દાદી માંના ઘરેલુ નુસખા ખુબ જ ફાયદાકારક સાબિત થશે. જે દુખાવામાં થોડી જ મિનિટોમાં રાહત આપશે.
સિંઘાલુણ મીઠું: સિંધાલુણ મીઠું કુદરતી રીતે મળું આવે છે જેમાં ઘણા ગુણ મળી આવે છે જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે આ માટે સિંધાલુણ મીઠું, હિંગ, અજમો અને સુંઠ પાવડર આ બઘા મિશ્રણ ને સારી રીતે મિક્સ કરીને ચૂરણ બનાવી લો તે ચૂર્ણને 2 ગ્રામ હૂંફાળા પાણીમાં નાખીને પીવાથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળે છે.
સિંઘાલુણ મીઠા નો ઉપયોગ રસોઈમાં ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે, સાદા સફેદ મીઠા કરતા સિંધાલુણ મીઠું આરોગ્ય માટે લાભદાયક છે. આ માટે ભોજનમાં તેનો સમાવેશ કરવો જોઈએ.
સુંઠ પાવડર: સુંઠ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, આદુંને સૂકવીને તેનો બારીક પાવડર બનાવામાં આવે છે, જેને સુંઠ પાવડર કહેવામાં આવે છે. જો તમને પેટનો દુખાવો સતત ત્રણથી ચાર સુધી રહે છે અને દુખાવો બંધ થતો નથી તો સુંઠ પાવડર, કાળા તાલ અને દેશી ગોળ મિક્સ કરીને ખાઈ જવું અને તેના ઉપરથી હૂંફાળું પાણી પીવાથી પેટના દુખાવામાં આરામ મળશે.
આદું અને લીંબુ: આદુંનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી તેમાં સાકાર ઓગાળી પી જાઓ જથી પેટનો ગમે તેવો દુખાવો ગાયબ થઈ જશે, ગેસ, કબજિયાત, અપચામાં ખુબ જ અસરકારક સાબિત થશે.
આદું અને ફુદીનો: ફુદીનો પણ પેટના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે, આ માટે આદું અને ફુદીનાનો રસ મિક્સ કરી લો ત્યારબાદ તેમાં સિંઘાલુણ મીઠું મિક્સ કરી લો, ત્યાર પછી તેને પીવાથી પેટનો થતો અસહ્ય દુખાવો માટે છે.
તુલસી અને આદું: તુલસીમાં બળતરા વિરોધી ગુણઘર્મો મળી આવે છે,આ માટે તુલસીનો રસ અને આદુંનો રસ બંને સમ પ્રમાણમાં લઈ થોડું ગરમ કરીને એક ચમચી પી જવું, આમ કરવાથી પેટનો થતો અસહ્ય દુખાવો પણ દૂર થઈ જશે.
અજમો: અજમો પણ પેટમાં થતા અસહ્ય દુખાવા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે વર્ષોથી આપણા દાદી પણ પેટના દુખાવા માં અજમો ખાવાની સલાહ આપતા હતા, અડઘી ચમચી અજમો ફાકી જાઓ અને ઉપરથી હૂંફાળું પાણી એક ગ્લાસ પી જાઓ પેટનો થતો અસહ્ય દુખાવો ગાયબ થઈ જશે.