આજે તમને એક એવા જ્યુસ વિષે જણાવીશું જે જ્યૂસનું સેવન કરવાથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ થઇ જાય છે. આમ તો બધા લોકો જુદા જુદા જ્યૂસનું સેવન જુદી જુદી સિઝન માં કરે છે. જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા વિટામીન, ખનીજો અને પોષકતત્વો મળે છે.
આયુર્વેદમાં પણ ઘણા જ્યુસ વિષે જણાવ્યું છે. જ્યુસ પીવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે . આજે તમને જ્યુસ વિષે જણાવીશું એ જ્યુસ શરીરને ડિટોક્સ પણ કરે છે. શરીરની બધી અશુદ્ધિઓ ને બહાર કાઢી નાખે છે અને શરીરને રોગમુક્ત કરે છે. તો ચાલો જાણીએ આ જ્યુસ વિષે.
દરરોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનું સેવન તમારું સ્વાસ્થ્ય બદલી શકે છે. તો આ જ્યુસ જે સફેદ પેઠામાંથી બનાવવામાં આવે છે. આ જ્યુસના ટેસ્ટનો સ્વાદ હોતો નથી. આ જ્યુસ થોડી મહેનત કરીને જ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ આ જ્યૂસના ફાયદા વિષે.
વધારે પડતા જંક ફૂડ ખાવાથી, પેકિંગ બંધ ખોરાક ખાવાથી અને વધારે તેલથી ભરેલું ભોજન કરવાથી આંતરડામાં ગંદકી ભરાઈ રહે છે અને આ ગંદકીના કારણે શરીરમાં ગંભીર બીમારીને ઉત્પન્ન થાય છે જેવી કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, થાઈરોઈડ, મોટાપા, અસ્થમા, માઈગ્રેન, કેન્સર જેવી સમસ્યા જન્મ લે છે.
આ જ્યુસ શરીરમાં ડીટોક્સ પ્રક્રિયા કરવાનું કામ કરે છે. આ જ્યુસ શરીરની અંદર જતા જ શરીરમાં રહેલા જૂનામાં જૂના કચરાને બહાર લઈને નીકળે છે. થોડા દિવસ સુધી આ જ્યૂસનું સેવન કરવાથી ચામડી ચમકવા લાગે છે સાથે ચહેરા ઉપર ગગ્લો આવે છે.
ઉપર જણાવ્યું તેમ આ જ્યુસ નો સ્વાદ હોતો નથી એટલે કે આ જ્યુસ ટેસ્ટ વગરનું હોય છે. જે લોકોએ એ પેઠું જોયું ના હોય કે નામ સાંભળ્યું ન હોય તો તમને જણાવીએ કે એ સફેદ પેઠું બહારથી હળવું લીલું અને અંદરથી સફેદ રંગનું હોય છે. આ તમારી આસપાસ બજારમાં શાકભાજી વાળા દુકાન પાસેથી આસાનીથી મળી જાય છે.
સફેદ પેઠાનું જ્યુસ બનાવવાની રીત : એક ગ્લાસ આ જ્યુસ બનાવવા માટે તમારે 225 ગ્રામ પેઠાના ટુકડાની જરૂર પડશે. સૌથી પહેલા પેઠાના બીજ અને તેની છાલને કાઢી લેવી કારણકે તે સ્વાદમાં કડવા હોય છે. આ બંને ને કાઢવામાં ન આવે તો જ્યુસ કડવું બને છે.
ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લેવા અને પછી તેનો જ્યુસ કાઢી લેવો. આ જ્યૂસને દુનિયાનું સૌથી ઉત્તમ શાકભાજીમાંથી બનતો જ્યુસ માનવામાં આવે છે. આ જ્યુસ બનાવ્યા પછી તેને ખુબજ ઝડપથી 10 15 થી મિનિટમાં પી જવો. આ જ્યૂસને બહાર લાંબો સમય રાખવાથી તેના ગુણો ઓછા થઇ જાય છે.
જો તમારે આ જ્યૂસનો સ્વાદ જોઈએ તો તેમાં 50% નારીયેળ પાણી ઉમેરવું. આ જ્યુસને તમારે બનાવીને દરરોજ સવારે ખાલી પેટ પીવું અને આ જ્યુસ પીધા પછી ઓછા માં ઓછા એક થી બે કલાક સુધી કંઈપણ ખાવાનું નથી. આ જ્યુસના સેવન પછી તે શરીરમાં સફાઈનું કામ કરવાનું ચાલુ કરે છે એટલા માટે એક થી બે કલાક સુધી કોઈ બીજી વસ્તુનું સેવન ન કરવું.
1 -2 કલાક પછી તમે નાસ્તો કરી શકો છો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.