આજના સમયમાં ખીલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ બધા લોકો સ્કિન પ્રોબ્લમનો સામનો કરતા જોવા મળે છે. ઘણા લોકો તો આ સમસ્યાથી ત્રાસી ગયા હોય છે કારણે ખીલ થવાથી તમારા ચહેરાનો દેખાવ બગડી જવાની સાથે ચહેરા પર કાળા ડાઘ પડી જતા હોય છે.
ચહેરા પર કોઈ પણ નાની મોટી સમસ્યા થાય તો તેની પુરેપુરી કાળજી લેવી ખુબજ જરૂરી છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો પાછળથી પછતાવવાનો વારો આવી શકે છે. તો અહીંયા તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું જે ઉપાય કરીને તમે આસાનીથી ખીલને દૂર કરી ચહેરાને સુંદર બનાવી અને ચમકાવી શકો છો.
જો તમે પણ બીજા લોકોની જેમ વારંવાર ખીલની સમસ્યાથી પરેશાન છો તો તમારે બજારમાં મળતા વિવિધ પ્રકારની ફેન્સી પ્રોડક્ટ્સને બદલે તમારા ઘરે જ જ તેની સારવાર શોધો. આમળા એક એવી ખાવાની વસ્તુ છે, જે ખીલ માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. આ સાથે પપૈયું પણ ખીલ માટે રામબાણ સાબિત થાય છે.
આમળા અને પપૈયાનો ફેસમાસ્ક : ખીલથી સમસ્યાથી છુટકારો મેળવવા માટે આમળા અને પપૈયાનો માસ્ક બનાવી શકો છો. આ માસ્ક બનાવવા માટેપપૈયું લઈ, તેને સારી રીતે મેશ કરો. ત્યારબાદ તેમાં આમળાનો રસ ઉમેરી તેને મિક્સ કરો.
પપૈયું વિટામિન એ નો સ્ત્રોત હોવાથી, તે ડાર્ક પિગમેન્ટેશન, અસમાન ત્વચા ટોન અને ડ્રાય સ્કિન વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરી પપૈયા અને આમળાનો માસ્ક લગાવો અને તેને 10 થી 15 મિનિટ છોડી દો. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી લો.
કુંવારપાઠું– કુંવારપાઠુંને આયુર્વેદમાં ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તે ચહેરા પરના ડાઘ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે તે ચહેરાને ઠંડક પણ આપે છે. રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારો ચહેરો ચમકદાર થશે અને ખીલ કે ચહેરા પરની ફોલ્લીઓ જલ્દીથી ઠીક થઈ જશે.
ખાવાના સોડા: બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને તેને ખીલ પર લગાવવાથી ચહેરા પર બધા ખીલ દૂર થઇ જાય છે. આ માટે બેકિંગ સોડાની પેસ્ટ ચહેરા પર લગાવો અને થોડા સમય માટે આ પેસ્ટને સુકાવા દો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી ચહેરો સાફ કરો. આ પેસ્ટથી તમને ખીલની સમસ્યાથી ઘણી રાહત મળશે અને ખીલના નિશાન પણ ઓછા થશે.
મુલતાની માટી : મુલતાની માટીને કુદરતી માટી પણ કહેવામાં આવે છે. મુલતાની માટીનો પ્રયોગ ઘણો જૂનો ઉપચાર છે. મુલતાની માટીમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે ત્વચાની સમસ્યાઓનો રામબાણ ઇલાજ હોય છે. મુલતાની માટીમાં ગુલાબજલ મેળવો અને આ પેસ્ટને ખીલ પર લગાવો.
આને 15 મિનિટ સુધી લાગેલુ રહેવા દો, ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત આવુ કરવાથી ચહેરા પર ખીલ દૂર થઇ નવા ખીલ નીકળશે નહીં. બરફ: ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા બરફના ટુકડાઓને ઉપયોગ કરવાથી ખીલ વાળા બેકટેરીયા મરી જાય છે અને ડેડ સેલ પણ ત્વચાથી દૂર થઇ જાય છે.
સ્વચ્છ કપડાંમાં થોડાક બરફનાં ટુકડાઓ લઇ અને તેને ખીલ વાળી જગ્યા પર ઘસો. થોડીક મિનિટો સુધી બરફના ટુકડાઓને ઘસીને ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આવુ દિવસમાં થોડા સમયના અંતરે કરવાથી ખીલની સમસ્યા સાથે ત્વચાની સમસ્યાઓથી પણ છુટકારો મળી જશે.
હળદર : હળદરનો ઉપયોગ રસોડામાં સદિઓથી થઇ રહ્યો છે. હળદરમાં એંટીઓક્સીડેંટસ હોય છે જેનાથી આપની ત્વચા અંદરથી સ્વસ્થ બને છે અને રોમ છિદ્ર ગંદકીથી ભરાતા નથી. એક નાની ચમચી ગુલાબ જળ લઇ તેમાં એક ચપટી હળદર પાવડર ભેળવી પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ખીલ પર લગાવો. 10 મિનિટ સુધી લાગેલું રહેવા દો અને તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરવાથી ત્વચાની બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે.