આ પીપળાના ઝાડને આયુર્વેદમાં દવાનો અનમોલ ખજાનો માનવામાં આવે છે. આ વૃક્ષ અનેક બીમારીને ઠીક કરવા ઉપયોગ કરવામાં આવે છે. પીપળાની ડાળીનું દાતણ કરવાથી અને તેના પાન ચાવવાથી મોં માં આવતી દુર્ગધ, મોં માં પડેલ ચાંદી અને પેઢાના સોજામાં ઘણો ફાયદો થાય છે.
પીપળાના વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, ઘણા લોકો તેની પૂજા પણ કરે છે. આ પવિત્ર પાન નું સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગો દૂર થાય છે. તો ચાલો આ લેખમાં જાણીએ પીપળાના પાનના ખાવાથી થતા ફાયદા વિષે.
લીવર માટે : આ વૃક્ષ ના પાનનું નિયમિત સેવન કરવાથી લીવર ને ઘણો ફાયદો થાય છે. પીપળાના 5 પાન લો, ગુંદાના 5 પાન લો, 250 મિલી પાણી લો. ત્યારબાદ આ બધાને મિક્સ કરીને પીસી લો. તેમાં થોડા માત્રામાં મીઠું ઉમેરી તેને સવાર અને સાંજે 1-2 ચમચી પીવું. તમે તેને 10-15 દિવસ સુધી લેશો તો લીવર ને લગતા રોગમાં ફાયદો થાય છે.
દાંત અને મોંની દુર્ગંધ દૂર કરવા : જો તમારા દાંતમાં સડો થયો હોય તો પીપળાની કાચી ડાળી લો અને તેને દાંત પાર ઘસો. આ રીતે કરવાથી દાંતમાં રહી ગયેલા કીડા દૂર થઈ જશે. ઘણા લોકો પોતાના મોઢા માંથી વાસ આવના કારણે મોં ખોલતા નથી તેમને માત્ર આ પીપળાના પાન ખાવાના છે. જેથી તમારા મોં ની અંદર આવતી દુર્ગધ ને દૂર કરી દેશે.
ત્વચા સંબંધિત બિમારી માટે : ત્વચા પર ખજવાળ, દાધર જેવી સમસ્યા હોય તો આ પાન તેમના માટે અમૃત સમાન છે. આ પાન ખાવાથી ત્વચાની અનેક સમસ્યા દૂર કરશે. આ પાનનો તમે ઉકાળો બનાવીને પણ પી શકો છો.
શરદી માટે : પીપળાના થોડા પણ લઇ તેને સુકવી દો. પણ સુકાઈ જાય પછી તેને પીસી લો અને તેમાં મીશ્રી મિલાવી દો. ત્યારબાદ તેને પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને પીવાથી શરદી છુમંતર થઇ જશે. તમે તેમાં હળદર પાર નાખી શકો છો.
શ્વાસ ની બીમારીમાં ઉપયોગી : પીપળાના ઝાડની છાલનું ચૂરણ બનાવીને ખાવાથી શ્વાસ ને લગતી અનેક બીમારી દૂર થી જશે. પીપળાના ઝાડની છાલનું અંદર ના ભાગનું ચૂરણ બનાવીને નિયમિત સેવન કરવું.
ચૂર્ણ બનાવવા માટે તમારે પીપળા ની છાલ ને પહેલા છીણી લો, ત્યારબાદ તેને ધોઈ નાખો, અને તેને સાફ કર્યા પછી સુકાવા મૂકી દો. તે સુકાઈ જાય ત્યારે તેને મિક્ક્ષર માં પીસી દો. અને તેનો પાવડર બનાવી લો. આ પાવડરનું નિયમિત પણે સેવન કરવું ખુબ જ સારું છે.
લોહી વધારવા : જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો તમે આ પીપળના પાવડર નો સેવન કરો. આનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે. તમે થોડા પીપળાના પાન લઇ તેને સુકવી દો. તેને પીસો ને પાવડર બનાવી લો.તે પાવડર માં મધ મિક્ક્ષ કરી તેનું સેવન કરો. આનું સેવન કરશો તો થોડા જ સમયમાં લોહી શુદ્ધ થઇ જશે.